Protest : સરકારનો લોલિપોપ! દિલ્હીમાં મોદી સામે તો ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે મોરચો, લોકસભા પહેલાં મુશ્કેલી વધી

Gujarat Government Employees Protest : સરકારી કર્મચારીઓનું ગાંધીનગરમાં હલ્લાબોલ... જૂની પેન્શન યોજનાની માગ સાથે આંદોલનનાં મંડાણ, સત્યાગ્રહ છાવણીમાં પોલીસના ધાડેધાડા ઊતર્યા

Protest : સરકારનો લોલિપોપ! દિલ્હીમાં મોદી સામે તો ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે મોરચો, લોકસભા પહેલાં મુશ્કેલી વધી

Gandhinagar News : ગાંધીનગર ફરી એકવાર વિરોધ પ્રદર્શનીઓથી ઘેરાયું છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના ધરણા ગાંધીનગરના દરવાજા સુધી પહોંચીગ યા છે. સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ પોતાની માંગ સાથે એકઠા થયા છે. પડતર પ્રશ્નોને લઈ સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. જૂની પેન્શન યોજના, GPFનો લાભ, CPFમાં કર્મચારીઓનો 14 ટકા ફાળો આપવાની માંગ સરકાર સામે કરવામાં આવી છે. તેમજ સાતમા પગાર પંચના બાકી લાભો આપવાની માંગ પણ કરાઈ છે. મોંઘવારી ભથ્થા સહિતના પ્રશ્નોને લઈ કર્મચારીઓ આકરા પાણીએ છે. 

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના હોદ્દેદારનો દાવો છે કે, વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચુટંણી પહેલાં સરકારે અમારી માંગ સ્વીકારી સમાધાન કર્યુ હતું. જોકે આજ દીન સુધી માગંણીઓનો અમલ થયો નથી. 16 સપ્ટેમ્બરના રોજ મંત્રી સાથેની બેઠકમાં કર્મચારીના પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. કોઈ ઉકેલ ના આવતા કર્મચારીઓઅ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો. 

કર્મચારીઓની માંગણી છે કે...

  • કેન્દ્રના ધોરણે બાકી પગાર ભથ્થા ચૂકવવામાં આવે. 
  • CPFમાં કર્મચારીના 10 ટકા સામે સરકાર 14 ટકા રકમ જમા કરાવે. 
  • જૂની પેન્શન સ્કીમ, ફીક્સ પગાર પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવી.
  • કેન્દ્રના ધોરણે પ્રમાણે સાતમા પગાર પંચના લાભો આપવા 
  • કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થાનો લાભ આપવો 

ઉલ્લેખનીય છે કે, સત્યાગ્રહ છાવણી ખાતે કર્મચારીઓના ધરણાંને મંજૂરી આપવામાં નહોતી આવી. છતાં કર્મચારીઓ પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે મક્કમ છે. કર્મચારીઓના ધરણાંને પગલે સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાયું છે. જો સરકાર માંગણીઓ નહી સ્વિકારે તો કોર કમિટીમાં ઉગ્ર આંદોલન કરવાનો નિર્ણય લેવાશે તેવું ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતીષ પટેલે જણાવ્યું. 

સરકારી કર્મચારીઓના ધરણાં પોલીસે મંજૂરી આપી નથી. ત્યારે સરકારી કર્મચારીઓના ધરણાંને મંજૂરી ન મળતા પ્રદર્શનકારીઓની અટકાયત પણ થઈ શકે છે. આ માટે સવારથી જ સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસના વાહનો અને પોલીસ કર્મચારી અધિકારીઓ ગોઠવાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news