નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત માટે કરી આ મોટી જાહેરાત, જાણો કોને શું મળ્યું

નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. નાણામંત્રીએ તે દરમિયાન કયા સેક્ટરો માટે જાહેરાત કરી છે. આવો જાણીએ કે નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં કયા સેક્ટરને શું મળ્યું...

નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત માટે કરી આ મોટી જાહેરાત, જાણો કોને શું મળ્યું

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. નાણામંત્રીએ તે દરમિયાન કયા સેક્ટરો માટે જાહેરાત કરી છે. આવો જાણીએ કે નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં કયા સેક્ટરને શું મળ્યું...

નણામંત્રીએ કહ્યું કે સમાજના ઘણા વર્ગની બેઠક બાદ આ પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. આ પેકેજ વિકાસને પ્રોત્સાહન આપવા અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપવામાં આવ્યું છે. આ પેકેજ પ્રધાનમંત્રીના મંત્ર ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી, ડિમાન્ડ પર બનાવવામાં આવ્યું છે.

આવો જાણીએ નાણામંત્રીએ તેમના ભાષણમાં શું કહ્યું છે…

  • લોકલ બ્રાન્ડને ગ્લોબલ ઓળખ આપવી પડશે.
  • જનધન, આધાર અને મોબાઇલથી ગરીબ વર્ગને મોટી રાહત મળી છે.
  • ડીબીટી દ્વારા લોકોના ખાતામાં સીધા પૈસા પહોંચી રહ્યાં છે, કોઈને બેંક સુધી જવાની જરૂરીયાત નથી.
  • ઉજ્જવલા યોજનાથી મહિલાઓને મફતમાં ગેસ કનેક્શન મળ્યું છે.
  • આરબીઆઈએ મધ્યમ વર્ગને લોનમાં રાહત આપી છે.
  • 30 ટકા લોન લેનાર ગ્રાહકોએ એપ્રિલમાં મોરિટોરિયમ લીધું હતું.
  • સરકારે પહેલાથી જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરી છે.
  • 41 કરોડ બેંક ખાતામાં 43 હજાર કરોડ રૂપિયાથી વધારે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
  • 71738 મેટ્રિક ટન દાળ  વિતરણ કરવામાં આવી છે.
  • 18 હજાર કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ કરદાતાઓને આપવામાં આવ્યું છે. તેનાથી 14 હજાર કરોડ કરદાતાઓને લાભ થશે.
  • કુટીર લઘુ ઉદ્યોગ માટે 6 પગલાં ભરવાની સરકારે જાહેરાત કરી.
  • MSME માટે 3 લાખ કરોડના પેકેજની જાહેરાત
  • કોટેજ ઉદ્યોગોને ગીરવે મુક્યા વગર લોન મળશે
  • કોઈ ગેરેંટી જરૂરી નથી.
  • 4 વર્ષ માટે મળશે લોન, 12 મહિના પછી ચૂકવવાની રહેશ.
  • Funds of Fundની સરકારે જોગવાઈ કરી છે.
  • મુશ્કેલ પરિસ્થિતિમાં MSME માટે વિશેષ યોજના
  • સરકારે MSMEની પરિભાષાને બદલી
  • સેવા ક્ષેત્રે કાર્યરત MSME અને મેન્યુફેક્ચરિંગ MSMEને એક સમાન દરજ્જો
  • એક કરોડના રોકાણ અને પાંચ કરોડના ટર્નઓવરવાળી કંપનીને સૂક્ષ્મ ઉદ્યોગનો દરજ્જો
  • 10 કરોડના રોકાણ અને 50 કરોડનું ટર્નઓવરવાળી કંપનીને નાના ઉદ્યોગનો દરજ્જો
  • સંકટમાં ફસાયેલ MSME માટે 20 હજાર કરોડની રાહત
  • 200 કરોડનું સરકારી ટેન્ડર ગ્લોબર ટેન્ડર નહીં હોય
  • સરકારી કંપનીઓમાં જે પણ ચુકવણી MSMEની બાકી છે, તે 45 દિવસમાં આપવામાં આવશે.
  • આ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓના પીએફ ખાતામાં જેમની સેલેરી 15 હજાર કરતા પણ ઓછી છે તેમના માટે સરકાર આગામી ત્રણ મહિના ફાળો આપશે.
  • જૂન, જુલાઈ અને ઓગસ્ટ 2020ના 24 ટકા પીએફ ફાળો કર્મચારીઓ અને કંપનીઓનો સરકાર સહન કરશે.
  • પીએફ ફાળો 12-12 ટકાને બદલે 10-10 ટકા કરાયો છે. જો કે સરકારી કંપનીઓમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.
  • NBFC માટે 30 હજાર કરોડની લિક્વિડિટી યોજના
  • પૈસાની તંગીનો સામનો કરી રહેલા NBFCને લોન આપવા માટે સરકાર બાંહેધરી આપશે
  • વીજળી વિતરણ કંપનીઓને 90 હજાર કરોડનું ફંડ મળશે
  • પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને REC દ્વારા મળશે આ કંપનીઓને  લોન
  • આવક રિટર્નને દાખલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર સુધી વધારવામાં આવી છે.
  • પહેલા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ અને 31 ઓક્ટોબર હતી.
  • કરદાતાઓને મળી મોટી રાહત
  • ટીડીએસ રેટમાં 25 ટકાનો ઘટાડો
  • રેરામાં રજિસ્ટર્ડ પ્રોજેક્ટને 6 મહિનાની રાહત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news