11 રૂપિયા સુધી જઈ શકે છે આ શેર, કંપનીએ કરી 1 પર 1 બોનસ શેર આપવાની જાહેરાત, એક્સપર્ટ બોલ્યા- ખરીદો

પેની સ્ટોક ગારમેન્ટ મંત્રા લાઇફસ્ટાઇલના શેર આજે મંગળવારે ફોકસમાં છે. કંપનીના શેર 0.15 ટકાના ઘટાડા સાથે 6.60 રૂપિયા પર બંધ થયા છે. 

11 રૂપિયા સુધી જઈ શકે છે આ શેર, કંપનીએ કરી 1 પર 1 બોનસ શેર આપવાની જાહેરાત, એક્સપર્ટ બોલ્યા- ખરીદો

Garment Mantra Lifestyle Share: પેની સ્ટોક ગારમેન્ટ મંત્રાલ લાઇફસ્ટાઇલના શેર આજે ફોકસમાં હતા. કંપનીના શેર આજે 0.15 ટકાના ઘટાડા સાથે 6.60 રૂપિયા પર બંધ થયા છે. ગારમેન્ટ મંત્રા લાઇફસ્ટાઇલે 1:1 ના રેશિયોમાં બોનસ આપવાની જાહેરાત કરી છે. એટલે કે રેકોર્ડ ડેટ પર દરેક એક શેર પર કંપનીનો એક શેર ફ્રી મળશે.

શું કહ્યું કંપનીએ?
કંપનીએ નિયામક ફાઇલિંગમાં કહ્યું- બોર્ડે વર્તમાન ઈક્વિટી શેરધારકોને 1:1 ના રેશિયોમાં બોનસ શેર જારી કરવાને મંજૂરી આપી છે. કંપનીના બોર્ડની બેઠક 3 ઓગસ્ટે યોજાશે. નોંધનીય છે કે કંપનીનું માર્કેટ કેપ 66.25 કરોડ રૂપિયાનું છે. તેની 52 વીકની હાઈ પ્રાઇઝ 9.22 રૂપિયા અને 52 વીકની લો પ્રાઇઝ 3.78 રૂપિયા છે. ગારમેન્ટ મંત્રા લાઇફસ્ટાઇલ કપડા ઉદ્યોગની એક માઇક્રો-કેપ કંપની છે. કંપની બનેલા કપડા અને ઉત્પાદકોની એક ટોપ પ્રોડક્ટિવ, ડિસ્ટ્રિબ્યુટર છે. 

શું છે એક્સપર્ટનો મત
માર્કેટ એનાલિસ્ટ વી.એલ.એ એ ગૂડ રિટર્નર્સને કહ્યું- સ્મોલ-કેપ કંપની ગારમેન્ટ મંત્રા લાઇફસ્ટાઇલ લિમિટેડ 6.60 રૂપિયા પર કારોબાર કરી રહી છે અને તેના વર્તમાન ઉતાર-ચઢાવે નાના અને મિડ ટર્મમાં ઈન્વેસ્ટરોનું પોઝિટિવ ધ્યાન આકર્ષિત કર્યું છે. સ્ટોકે એક વર્ષમાં 32.73 ટકાનું રિટર્ન આપ્યું છે. તેથી જે લોકો નાના અને મિડ ટર્મ માટે નફો શોધી રહ્યાં છે, તે 6.50-6.70 રૂપિયાની ખરીદ મર્યાદા પર સ્ટોકમાં પ્રવેશ કરવાનો વિચાર કરી શકે છે. આવનારા દિવસોમાં કંપનીનો શેર 7.5થી 11 રૂપિયાની રેન્જમાં કારોબાર કરી શકે છે. તે માટે સ્ટોપ લોસ 5.50 છે. 

(ડિસ્ક્લેમરઃ આ શેરમાં ખરીદીની સલાહ બ્રોકરેજ હાઉસે આપી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજાર જોખમો અધીન છે, રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news