Gold Price Today: સોનું નવા ઓલ ટાઈમ હાઈ પર, 67000 ની નજીક પહોંચ્યો 10 ગ્રામનો ભાવ

Gold Price News: સોનાની કિંમતમાં આજે તેજી જોવા મળી છે. સોનાએ નવો ઈતિહાસ રચતા ઓલ ટાઈમ હાઈ 66778 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2200 ડોલર પ્રતિ ઔંસથી ઉપર છે. 
 

Gold Price Today: સોનું નવા ઓલ ટાઈમ હાઈ પર, 67000 ની નજીક પહોંચ્યો 10 ગ્રામનો ભાવ

Gold Price Today: સોનાની કિંમતો આજે સાતમાં આસમાન પર છે. સોનાએ નવો ઈતિહાસ રચતા ઓલ ટાઈમ હાઈ 666778 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આજે એટલે કે ગુરૂવાર 21 માર્ચે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ 2024નો વાયદા ભાવ 66100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો અને કોમોડિટી બજાર ખુલવાની મિનિટોની અંદર 66778 પ્રતિ 10 ગ્રામના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયું હતું. પરંતુ સોની બજારમાં સોના-ચાંદીના ભાવ બપોરે 12 કલાકે ખુલશે. એમસીએક્સનો ટ્રેન્ડ જુઓ તો એવું લાગી રહ્યું છે કે સોની બજારમાં આજે સોનું નવો રેકોર્ડ સ્થાપિત કરશે. 

નોંધનીય છે કે એમસીએક્સ પર સોનાનો ભાવ આજે ઘરેલુ બજારમાં એક નવા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાની કિંમત 2200 ડોલર પ્રતિ ઔંસથી ઉપર બનેલી છે. 

આ પહેલા બુધવારે સોની બજારમાં સોનું 65689 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર બંધ થયું હતું. આઈબીજેએ દ્વારા જારી રેટ પ્રમાણે 23 કેરેટ સોનું 65426 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 22 કેરેટ સોનું 60171 અને 18 કેરેટ ગોલ્ડ 49267 રૂપિયા પર બંધ થયું હતું. આ વચ્ચે 14 કેરેટ સોનાનો ભાવ 38428 રૂપિયા પર પહોંચી ગયો છે. ચાંદી 73886 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. 

કેમ આસમાને પહોંચી રહ્યાં છે સોનાના ભાવ
આજે સોનાની કિંમતમાં વધારાને કારણે એચડીએફસી સિક્યોરિટીઝે કોમોડિટી અને કરન્સી પ્રમુખ અનુજ ગુપ્તાએ કહ્યું- બુધવારે યુએફ ફેડની બેઠક બાદ વિશ્વભરમાં સોનાની કિમતો વધી રહી છે. 2024માં ત્રણ અમેરિકી ફેડ દરોમાં ઘટાડાની યુએસ ફેડના સમાચાર સોનામાં વધારાનું કારણ બન્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news