icmr

Corona Update: કોરોનાના કુલ કેસ 72 લાખને પાર, Reinfection અંગે ચોંકાવનારી વાત સામે આવી

કોરોનાના કેસ (Corona Virus Cases in India) માં આજે પાછો વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona) ના 63,509 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો  72,39,390 પર પહોંચ્યો છે.આ ઉપરાંત દેશની સૌથી મોટી મેડિકલ શોધ સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એ વાતની પુષ્ટિ કરી છે કે એકવાર કોરોનાથી સંક્રમિત થયેલા લોકોને ફરીથી તેનો ચેપ લાગી શકે છે. ICMRએ કહ્યું કે દેશમાં આવા ત્રણ કેસ જોવા મળ્યા છે જેમને કહી શકાય છે કે તે વ્યક્તિઓને ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાંથી બે કેસ મુંબઈમાં અને એક કેસ અમદાવાદમાં છે. 

Oct 14, 2020, 10:37 AM IST

Coronavirus: દેશની મોટી વસ્તી પર હજુ કોરોનાથી સંક્રમિત થવાનો ખતરોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

ડીજી આઈસીએમઆર બલરામ ભાર્ગવે જણાવ્યુ કે, બીજા સીરો સર્વે અનુસાર, ઓગસ્ટ 2020 સુધી 10 વર્ષથી વધુની ઉંમરનો દરેક 15મો વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યો છે. રાજ્ય સરકારને અપીલ છે કે આગામી તહેવારો, ઠંડીની સીઝનને જોતા વિશેષ સાવધાની રાખે.
 

Sep 29, 2020, 05:14 PM IST

Cat Que Virus: આઈસીએમઆરની ચેતવણી- ભારતમાં અંધાધૂંધી મચાવી શકે છે બીજો ચીની વાયરસ

વૈજ્ઞાનિકોએ વિભિન્ન રાજ્યોમાં 883 લોકોના સેમ્પલ લીધા અને તેમાંથી બેમાં વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી મળ્યા. તપાસમાં જાણવા મળ્યું કે, બંન્ને લોકો એક સમયે સંક્રમિત થયા હતા.

Sep 29, 2020, 04:21 PM IST

Corona Update: દેશમાં ધીરે ધીરે પછડાટ ખાઈ રહ્યો છે કોરોના!, રિકવરી રેટ મામલે ભારત દુનિયામાં સૌથી આગળ 

સતત વધતા કેસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી હવે કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 75,083 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 55, 62,664 પર પહોંચ્યો છે. 

Sep 22, 2020, 10:32 AM IST

ખુશખબરી: વાંદરાઓ પર કોરોનાની રસીનું સફળ પરીક્ષણ, મળ્યા સકારાત્મક પરીણામ

ભારતીય કંપની ભારત બાયોટેકએ (Bharat Boitech) કોરોના વેક્સીન (COVID-19 vaccine) ની ટેસ્ટિંગ કરવામાં લાગેલી છે. કંપનીએ તાજેતરમાં જ કેટલીક વેક્સીનનું જાનવરો પર પરીક્ષણ કર્યું છે જેના પરીણામ સકારાત્મક આવ્યા છે.

Sep 12, 2020, 07:35 PM IST

Corona: ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, આ સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી કરાયેલા દેશવ્યાપી Sero સર્વેના પરિણામો ચોંકાવનારા છે. જે જણાવે છે કે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણથી 69.4% લોકો સંક્રમિત થયા છે. 

Sep 11, 2020, 10:16 AM IST

ભારતને કોરોના વેક્સીનના પહેલા તબક્કામાં મળી સફળતા, જાણો ક્યારથી મળશે દવા

કોરોના વાયરસ (Corona virus) ના વિરૂદ્ધ દેશમાં તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વાયરસ (Corona vaccine) નો પહેલો તબક્કો સફળ થઇ ગયો છે. આ તબક્કામાં 375 વોલિંટિયર્સને રસી લગાવવામાં આવી અને તેમણે કોઇ સાઇટ ઇફેક્ટ પણ ન થઇ.

Aug 14, 2020, 11:17 PM IST

COVAXIN: દેશી કોરોના રસી પર આવ્યા મોટા ખુશખબર, જાણીને ઉછળી પડશો

ભારત બાયોટેક-આઈસીએમઆર તરફથી બનાવવામાં આવી રહેલી કોવિડ-19 વેક્સિનના પહેલા ફેઝની ક્લિનિકલ ટ્રાયલ સફળ રહી છે. ઈટીના એક અહેવાલ મુજબ ટ્રાયલના શરૂઆતી પરિણામો બાદ કહેવાયું છે કે વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની વેક્સિનની 6 શહેરોમાં હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. ભારતના  12 શહેરોમાં 375 વોલેન્ટિયર્સ પર કોરોના વાયરસ રસીનો ટેસ્ટ કરાયો. 

Aug 14, 2020, 01:37 PM IST

કોરોનાના ટેસ્ટમાં થતા CT વેલ્યૂને લઈને તમારું કન્ફ્યૂઝન દૂર કરી દેશે આ માહિતી

કોરોના થયો છે કે નહીં તેની જાણ માટે RT - PCR ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ સાથે આપવામાં આવતા CT વેલ્યુને લઈ થતી જુદી જુદી પ્રકારની ચર્ચા થતી રહે છે. જે પણ વ્યક્તિ તપાસમાં કોરોના સંક્રમિત મળે તેને પોતાની સીટી વેલ્યૂ માલૂમ હોવી જરૂરી છે. ત્યારે અમદાવાદના MD ફિઝિશિયન ડોકટર પ્રવીણ ગર્ગે કેટલાક ખુલાસા કર્યા હતા. 

Aug 8, 2020, 11:04 AM IST

સુરત: કોરોનાને હરાવનારા 106 વર્ષનાં દાદા સહિતનાં પરિવારે પ્લાઝમા ડોનેટ કર્યા

કોરોના નહી પરંતુ કોરોનાનો ડર માણસને ગંભીર બનાવતો હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. એક જ પરિવારનાં સાત લોકોએ કોરોનાને મ્હાત આપી છે જે પૈકી એક પ્રૌઢની ઉંમર 106 વર્ષ છે. આ પરિવારનાં સભ્યોએ કોરોનાના ગંભીર દર્દીઓને ઝડપથી રિકવર થાય તે માટે પોતાના પ્લાઝમા પણ દાન કર્યા છે. તેમણે કહ્યું કે આ એક ભુજ  સરળ પ્રક્રિયા છે. આમાં આપણુ લોહી લેવામાં આવતું નથી.  કોરોના મુક્ત થયેલા તંદુરસ્ત વ્યક્તિમાં એન્ટીબોડી બને એટલે ચેપ લાગ્યાના 28 દિવસ બાદ પ્લાઝમા આપી શકાય છે. 

Jul 20, 2020, 05:22 PM IST
Two Indian Covid-19 vaccine candidates to start clinical trials this month on fast-track basis: ICMR PT7M17S

ભારતમાં કોરોનાની 2 દવાઓનું મનુષ્ય પર પરીક્ષણ

Two Indian Covid-19 vaccine candidates to start clinical trials this month on fast-track basis: ICMR

Jul 15, 2020, 12:10 AM IST

દેશમાં કોરોના વેક્સીન ક્યારે આવશે? મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે આપ્યું નિવેદન

કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને સંકેત આપ્યા છે કે ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવનાર કોરોનાની વેક્સીન 15 ઓગસ્ટ સુધી આવવાની સંભાવના ઓછી છે.

Jul 11, 2020, 08:16 AM IST

દેશની સર્વપ્રથમ કોરોના રસી આ યુવકને અપાશે, ખાસ જાણો આ વ્યક્તિ વિશે

કોરોના વાયરસ (Corona Virus) સામે લડવા માટે દેશમાં રસી બની ગઈ છે. આગામી અઠવાડિયે આ નવી રસીની ક્લિનિકલ ટ્રાયલ (Clinacal Trials)  શરૂ થઈ રહી છે. પરંતુ તેનાથી પણ રસપ્રદ વાત એ છે કે દેશમાં સૌથી પહેલા આ રસીની ટ્રાયલ માટે વ્યક્તિની પણ પસંદગી થઈ ગઈ છે. હ્યુમન ટ્રાયલ (Human Trials) માટે સૌથી પહેલુ નામ ચિરંજીત ધીબરનું સામે આવ્યું છે. વ્યવસાયે શાળાના શિક્ષક એવા ચિરંજીત પર આગામી અઠવાડિયે ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે. તેમને પરિક્ષણ માટે આઈસીએમઆરના ભુવનેશ્વર કેન્દ્ર આવવાનું રહેશે. 

Jul 8, 2020, 01:19 PM IST

કોરોના વેક્સીન COVAXINની પ્રીક્લિનિકલ સ્ટડી પૂરી, હવે હ્યૂમન ટ્રાયલની થશે શરૂઆત

ICMRએ કહ્યું કે, જાહેર સ્વાસ્થ્ય હિતમાં અમારા માટે તે મહત્વપૂર્ણ છે કે એક સ્વદેશી વેક્સીનના પરીક્ષણોમાં તેજી લાવવામાં આવે. વેક્સીનને લઈને આઈસીએમઆરની પ્રક્રિયા વિશ્વ સ્તર પર સ્વીકૃત માપદંડો અનુસાર યોગ્ય છે.
 

Jul 4, 2020, 06:35 PM IST

ICMR ની નવી ગાઇડલાઇન: ઓફીસ કર્મચારીઓનાં થશે એન્ટીજન ટેસ્ટ, 450 રૂપિયાની કીટ, 30 મિનિટમાં પરિણામ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા મંગળવારે કોરોના તપાસના નિયમોનું વર્તુળ વધાર્યું. આઇસીએમઆરએ તમામ રાજ્યોને એન્ટીજન ટેસ્ટ કરવા માટેની પરવાનગી આપી છે. આ સાથે તમામ હોસ્પિટલ, ઓફીસ અને પબ્લિક સેક્ટર યુનિટને રૈપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવાની સલાહ પણ આપી. આઇસીએમઆરએ પોતાની ગાઇડલાઇનમાં દરેક કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલી સરકારી-પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ લેબને આ તપાસ ઉપલબ્ધ કરાવવા માટેની વાત કરી. 

Jun 24, 2020, 08:25 PM IST

હજી વધુ તબાહી મચાવી શકે છે Coronavirus! ઓગસ્ટમાં ચરમસીમાએ હશે

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (IMCR) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓગસ્ટમાં કોરોના વાયરસ (Coronavirus) તેના ટોચ પર હશે. કોરોના મહામારીના કારણે ભારતમાં નવેમ્બર સુધી સઆઈસીયૂ બેડ્સ પુરા થઈ શકે છે. અભ્યાસમાં તે પણ દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં 25 લાખ કરોડ માત્ર કોરોના વાયરસનો સામનો કરવામાં ખર્ચ થઈ શકે છે. કોરોના વાયરસ માટે હાલ કેન્દ્ર સરકારે 15 હજાર કરોડનું ફંડ રાખ્યું છે. 25 લાખ કરોડનું અનુમાન તેનાથી ધણું આગળ નીકળી રહ્યું છે.

Jun 15, 2020, 08:39 PM IST

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી બોલ્યા- ટેસ્ટ વધારવા હોય તો ICMR ને કહો કે ગાઇડલાઇન બદલે

દિલ્હીમાં કોરોના વાયરસ (coronavirus)ના સંક્રમણને ઝડપથી વધતાં કેસની વચ્ચે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્વ જૈન (Satyendra Jain)એ શનિવારે કહ્યું કે ICMR ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન ન કરી શકીએ.

Jun 13, 2020, 03:17 PM IST

કોરોના અંગે રાહતના સમાચાર, દર્દીઓનો રિકવરી રેટ નાટ્યાત્મક રીતે વધ્યો, જાણો મંત્રાલયે શું કહ્યું?

સમગ્ર દેશમાં લોકડાઉનથી (Lockdown) લોકોને પહેલાની અપેક્ષા થોડી રાહત આપવામાં આવી છે. બીજી તરફ ICMR એ ગત્ત બે મહિનામાં સૌથી વધારે ફોકસ ટેસ્ટિંગ કેપેસિટી વધારવા પર કર્યુ છે. આજે 681 લેબ સમગ્ર દેશમાં સેમ્પલ ટેસ્ટિંગ કરી રહી છે. ICMR તરફથી હાજર નિવિદા ગુપ્તાએ જણાવ્યું કે, અમે ટેસ્ટિંગની ક્ષમતા ઘણી વધારી છે. ઇન્ડિયન ટેસ્ટિંગ કિટ્સ મોટા પ્રમાણમાં છે. અમે શરૂઆતમાં ગ્લોબલ ક્રાઇસિસ ફેસ કર્યો હતો પરંતુ હવે કોઇ સમસ્યા નથી.

Jun 2, 2020, 06:21 PM IST

ભારતે WHOને આપ્યો મોટો ઝટકો, કોરોના વાયરસની સારવાર અંગે ઉઠાવ્યું મહત્વનું પગલું

કોરોના વાયરસ મહામારી સામે લડત લડવામાં ભારતે હવે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) સામે મોરચો માંડી દીધો છે. આ વખતે ભારતે પોતાના નવા નિર્દેશ અને શોધથી WHOને સંકેત આપ્યો છે કે કોરના વાયરસની લડાઈમાં હવે દેશ પોતે એકલા હાથે લડત લડશે. દેશના હિતમાં જે રિસર્ચ અને સારવાર જરૂરી હશે તે જ કરવામાં આવશે. આ સાથે જ ભારતના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમને WHOના સૂચનની કોઈ જરૂર નથી. 

Jun 1, 2020, 01:17 PM IST