Car Insurance: વરસાદી પુરમાં કાર કે બાઈક ડૂબી જાય તો વીમો મળે ? જાણી લો વળતર માટે કેવી રીતે કરવી પ્રોસેસ

Car Insurance: વર્તમાન સમયમાં ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને માત્ર જાન-માલ જ નહીં પરંતુ મોંઘા વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. તો ચાલો આજે તમને જણાવીએ કે વરસાદી પુરીના કારણે વાહનને નુકસાન થાય તો વીમા કંપની પાસેથી વળતર કેવી રીતે મેળવવું. 

Car Insurance: વરસાદી પુરમાં કાર કે બાઈક ડૂબી જાય તો વીમો મળે ? જાણી લો વળતર માટે કેવી રીતે કરવી પ્રોસેસ

Car Insurance: વરસાદે ગરમીથી ત્રસ્ત લોકોને રાહત તો આપી જ છે પરંતુ આ પહેલો જ વરસાદ કેટલાક શહેરો માટે આફત પણ બની ગયો છે. ઘણા શહેરોમાં વરસાદી પાણીના કારણે રોડ પર ગાબડા પડી ગયા છે તો કેટલીક જગ્યાએ વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. અચાનક આવેલા આ વરસાદથી લોકો તો પોતાનો બચાવ કરી લેતા હોય છે. પરંતુ ઘણીવાર વાહનને ભારે નુકસાન થાય છે. વરસાદી પાણીના કારણે જો વાહનને નુકસાન થાય તો તેના માટે પણ વીમાનું વળતર મળી શકે છે. 

વર્તમાન સમયમાં ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને માત્ર જાન-માલ જ નહીં પરંતુ મોંઘા વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. તો ચાલો આજે તમને જણાવીએ કે વરસાદી પુરીના કારણે વાહનને નુકસાન થાય તો વીમા કંપની પાસેથી વળતર કેવી રીતે મેળવવું. 
 
ચોમાસાનો વરસાદ અનરાધાર પડી રહ્યો છે. ઉત્તરાખંડ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. એવા પણ વીડિયો સામે આવ્યા છે જેમાં પુરના પાણીમાં વાહન તળાઈ જતા હોય અથવા તો વાહન ડુબી ગયા હોય. કુદરતી આફતના કારણે જો તમારી કાર પાણીમાં ડુબી જવાથી બગડી જાય તો વીમા માટે શું પ્રોસેસ કરવી જાણી લો.

આ રીતે વીમા માટે કરવો ક્લેમ

- સૌથી પહેલા તમારા પોલિસી નંબરનો ઉપયોગ કરીને સંબંધિત વીમા કંપનીના ટોલ-ફ્રી નંબર પર ક્લેમ માટે રિજસ્ટર્ડ કરો.

- કંપનીની વેબસાઇટ પરથી ક્લેમ ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ભરો. બધા ડોક્યુમેન્ટ ભેગા કરો અને ક્લેમ ફોર્મ સબમિટ કરો.

- ક્લેમની અરજી પછી કંપની સર્વેયર અથવા વિડિયો સર્વેક્ષણ દ્વારા તપાસ કરવા માટે આવશે. આ સમય દરમિયાન તમામ દસ્તાવેજો તમારી સાથે રાખો.

- વાહનનો સર્વે થયા પછી, સર્વેયર પોતાનો રિપોર્ટ ફાઇલ કરશે અને આમ કર્યા પછી, તમારો ક્લેમ આવી જશે.

વીમો લેતી વખતે આ વાત પર ધ્યાન આપો

આજે પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે વીમા પણ અલગ અલગ પ્રકારના હોય છે. મોટર વીમો ખરીદતી વખતે કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખો તો વરસાદના કારણે થયેલા નુકસાન માટે પણ વીમા કંપની પાસેથી વળતર મેળવી શકો છો.

- વીમો લેતી વખતે ફક્ત તેની ચોરી અથવા કોઈપણ ભાગને નુક્સાનનો વીમો જ અગત્યનો નથી પણ તમે જે વીમો ખરીદો છો તે વરસાદને આવરી લેશે. આવા નુકસાનને ટાળવા માટે તમારે એવો કારનો વીમો ખરીદવો જોઈએ જેમાં હેવી એન્જિન કવરનો પણ સમાવેશ થાય છે. કુદરતી આપત્તિના કારણે એન્જિન બંધ થવાને હાઇડ્રોસ્ટેટિક લોક કહેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, વીમા કંપનીઓ દાવો મંજૂર કરતી નથી કારણ કે તેને અકસ્માત તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

કોમ્પ્રીહેન્સિવ મોટર ઈન્સ્યોરન્સ શું છે?

મોટર વાહન અધિનિયમ-1988 મુજબ, પૂર, વરસાદ, તોફાન અથવા અન્ય કોઈપણ કુદરતી આફતને કારણે થતા નુકસાનને ડેમેજ કવર હેઠળ આવરી લેવામાં આવે છે. તેથી, વીમા પૉલિસી પસંદ કરો જેમાં એન્જિન પ્રોટેક્શન ઍડ-ઑનનો વિકલ્પ હોય. જો તમે તમારા વાહન માટે કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્સ્યોરન્સ લીધો  છે, તો તમે કોઈ પણ કુદરતી આફત જેમ કે તોફાન, ચક્રવાત, વાવાઝોડું અને અતિવૃષ્ટિ, વરસાદ કે પૂરને કારણે થયેલા નુકસાન માટે દાવો કરી શકો છો.

આ રીતે વીમાના બે કોમ્પોનેટ કામ કરે છે

આ પોલિસીમાં બે કોમ્પોનેટ હોય છે. એક નુકસાન પર અને બીજો થર્ડ પાર્ટી કવર પર. ઓન ડેમેજ આપત્તિઓ અથવા અન્ય કારણોને લીધે તમારી કારને થયેલા નુકસાનને આવરી લે છે અને વીમા કંપની તમારા નુકસાન માટે ચૂકવણી કરે છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે વરસાદ કે પૂરના પાણીમાં ફસાયેલા વાહનોના એન્જિનથી તેની બોડીને પણ ભારે નુકસાન થાય છે. જો કે, બજારમાં આવી ઘણી વીમા પોલિસી  ઉપલબ્ધ છે જે આવા નુકસાનને આવરી લે છે. વીમો લેતી વખતે તમારે ફક્ત તમારી આંખો અને કાન ખુલ્લા રાખવાની જરૂર છે. પછી તમે સરળતાથી નુકસાનનો દાવો કરી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news