How to surrender Aadhaar Card: કોઈના મૃત્યુ બાદ તેના આધાર કાર્ડને કઈ રીતે સરેન્ડર કરશો, અહીં જાણો
જો આધાર કાર્ડ કોઈ ખોટી વ્યક્તિના હાથમાં આવી જાય તો તેનો ગેરઉપયોગ થઈ શકે છે. તેથી આધારની સુરક્ષાના વિષયમાં વિચારવું જરૂરી છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના આધાર કાર્ડનું શું કરવામાં આવે છે?
Trending Photos
નવી દિલ્હીઃ આધાર કાર્ડ આજના સમયમાં સૌથી જરૂરી પૂરાવો બની ગયો છે. જો તમે બેન્કમાં એકાઉન્ટ ખોલાવવા જાવ તો તમારે આધાર કાર્ડની જરૂર પડે છે. તમામ સરકારી સ્કીમ્સનો ફાયદો ઉઠાવવા માટે આધાર કાર્ડ માંગવામાં આવે છે. એટલે કે તેની પાસે આધાર નથી, તેના દરેક કામ અટકી જાય છે. આધાર કાર્ડમાં તમારૂ નામ, સરનામું અને ફોન નંબરથી લઈને ફિંગરપ્રિન્ટ સુધીની જાણકારીઓ રહે છે.
તેવામાં જો તમારૂ આધાર કાર્ડ કોઈ અજાણી વ્યક્તિના હાથમાં આવી જાય તો તેનો મિસ યુઝ પણ થઈ શકે છે. તેથી આધારની સુરક્ષાના વિષયમાં વિચારવું ખુબ જરૂરી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિના મોત બાદ તેના આધાર કાર્ડનું શું કરવામાં આવે છે? તેના દુરૂપયોગને રોકવા માટે શું આધારને સરેન્ડર કરવા કે નિષ્ક્રિય કરવાની કોઈ વ્યવસ્થા છે? અહીં જાણો..
શું બંધ કરાવી શકાય છે આધાર
આધાર કાર્ડને સરેન્ડર કરવાની કે પછી રદ્દ કરવાની કોઈ વ્યવસ્થા નથી. પરંતુ તેની સુરક્ષા માટે આધાર કાર્ડને લોક કરાવી શકાય છે. લોક કર્યા બાદ કોઈ બીજી વ્યક્તિ તમારા આધારના ડેટાને એક્સેસ કરી શકે નહીં. તેનો ઉપયોગ કરવા માટે આધાર કાર્ડને પહેલા અનલોક કરવું પડશે. આ સિવાય બીજી રીત છે કે પરિવારજન મૃતકના આધાર કાર્ડને સંભાળીને રાખે કે તે બીજાના હાથમાં ન પહોંચે અને તેનો દુરૂપયોગ ન થાય.
આધાર કાર્ડને લોક કરવાની રીત
તે માટે તમારે સૌથી પહેલા UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર મુલાકાત લેવી પડશે. ત્યારબાદ માય આધાર ઓપ્શન પર ક્લિક કરો.
માય આધારમાં આધાર સર્વિસ પર જાવ ત્યાં તમને 'Lock/Unlock Biometrics'નું ઓપ્શન જોવા મળશે.
ત્યારબાદ નવું પેજ ખુલશે. તેમાં લોગિન કરવા માટે તમારે 12 આંકડાનો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. પછી ઓટીપી આવશે.
આ ઓટીપી એન્ટર કર્યા બાદ તમને બાયોમેટ્રિક ડેટાને લોક/અનલોક કરવાનો વિકલ્પ દેખાશે. તમારે લોક કે અનલોક જે ઓપ્શન પસંદ કરવો છે, તેની પસંદગી કરવાની છે.
ચૂંટણી કાર્ડ, પાન અને પાસપોર્ટનું શું થાય છે?
આધાર કાર્ડની જેમ કોઈના મૃત્યુ બાદ પાસપોર્ટને રદ્દ કરવાની કોઈ વ્યવસ્થા હોતી નથી. સમય સમાપ્ત થયા બાદ તેની માન્યતા આપમેળે રદ્દ થઈ જાય છે. તો કોઈના મૃત્યુ બાદ તમે તેના ચૂંટણી કાર્ડને રદ્દ કરાવી શકો છો. તે માટે તમારે ચૂંટણી કાર્યાલયમાં જઈ ફોર્મ-7 ભરવું પડશે. ત્યારબાદ કાર્ડ રદ્દ થઈ જશે. વોટર આઈડી રદ્દ કરાવવા માટે મૃતકના ડેથ સર્ટિફિકેટની જરૂર પડે છે. તો પાન કાર્ડને સરેન્ડર કરવાની વ્યવસ્થા છે. તે માટે મૃતકના પરિવારજનોએ આવકવેરા વિભાગનો સંપર્ક કરવો પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે