1992 માં કેટલી કમાણી પર આપવો પડતો હતો Income Tax, 30 વર્ષ જુનો ટેક્સ સ્લેબ વાયરલ
Budget Of 1992: આ ફોટો 1992ના બજેટના નવા ઇનકમ ટેક્સ સ્લેબનો (Income tax slabs in budget 1992) છે. સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થતાં જ લોકોએ તેની તુલના આજના બજેટ સાથે કરવાનું શરૂ કરી દીધું હતું. આમાં ઉલ્લેખ છે કે ત્રીસ વર્ષ પહેલા લોકોએ કઈ આવક પર આવકવેરો ભરવો પડતો હતો.
Trending Photos
Income Tax Slabs In Budget: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર વતી 2023નું બજેટ રજૂ કર્યું છે. આમાં એક નવી જાહેરાત કરીને ઇનકમ ટેક્સમાં મુક્તિની જાહેરાત કરવામાં આવી છે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ, 7 લાખ રૂપિયા સુધીની આવક પર રિબેટમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, આ આવક સુધી કોઈએ ટેક્સ ચૂકવવો પડશે નહીં. દરમિયાન, વર્ષ 1992નો ઈન્કમ ટેક્સ સ્લેબ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે જોઈ શકાય છે કે તે સમયે આવક પર કેટલો ટેક્સ ચૂકવવો પડતો હતો.
1992ના બજેટમાં નવા ટેક્સ સ્લેબ
જોકે આ તસવીર ટ્વિટર પર ઈન્ડિયન હિસ્ટ્રી પિક નામના હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે કે 1992ના બજેટમાં નવો ઈન્કમ ટેક્સ સ્લેબ. 28000 હજાર રૂપિયા પર ટેક્સ નહીં. 28001 હજારથી 50000 રૂપિયા પર 20 ટકા ટેક્સ. 50001 થી 100000 રૂપિયા પર 30 ટકા ટેક્સ અને 1 લાખ રૂપિયાથી વધુની આવક પર 40 ટકા ટેક્સ લાગે છે.
આ પણ વાંચો: 70 વર્ષ જૂનુ બિલ થયું વાયરલ, જાણો આઝાદીથી લઇને અત્યાર સુધીના સોનાના ભાવ
આ પણ વાંચો: આટલા પગારવાળાને મોટો ફાયદો! કંપની ઇન્ક્રીમેન્ટ નહી આપે તો પણ લઇ શકશો ગાડી અને બંગલો
સ્લેબને ત્રણ ભાગમાં વહેંચ્યો
આ તસવીર તે સમયની છે જ્યારે વર્ષ 1992માં વડાપ્રધાન નરસિમ્હા રાવની સરકારમાં નાણામંત્રી મનમોહન સિંહે ટેક્સ સ્લેબને ત્રણ ભાગમાં વહેંચી દીધા હતા. આ તસવીર વાયરલ થતાં જ લોકોએ તેના પર પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. ઘણા લોકો તેની સરખામણી આજના બજેટ સાથે કરવા લાગ્યા. એક યુઝરે લખ્યું કે ત્રીસ વર્ષમાં જમીન-આસમાનનો તફાવત દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચો: રિયલ એસ્ટેટ સેક્ટરમાં આશાઓ વધી, નિયમો અને ટેક્સમાં ફેરફારની આશા, જાણો શું છે માંગ
આ પણ વાંચો: Budget 2023: દેશની કરોડો મહિલાઓને નાણામંત્રીએ આપી ખુશખબરી, બજેટ થઇ ગઇ આ જાહેરાત!
આ પણ વાંચો: Budget 2023: મોદી સરકારે ખતમ કર્યો ગુલામાનો આ રિવાજ, જાણો તૂટી કેટલી પરંપરાઓ?
સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય
બીજી તરફ વર્ષ 2023 માં નાણામંત્રીએ નવી જાહેરાત અંતગર્ત 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં. જો તે 7 લાખથી વધુ છે, તો તમારે ત્રણ લાખ રૂપિયા સુધી કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ સુધી તમારે 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે અને 6 થી 9 લાખ રૂપિયા સુધી તમારે 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. હાલમાં નવા બજેટ વચ્ચે વર્ષ 1992ની આ તસવીર પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે