Gautam Adani: આખરે કોણ છે આ OCCRP, જેણે અદાણી ગ્રુપ પર લગાવ્યા આરોપ, શું છે આ સંસ્થાનું કામ? 

Gautam Adani News: અદાણી ગ્રુપે ગૂપચૂપ રહીને પોતે જ પોતાના શેર ખરીદીને સ્ટોક એક્સચેન્જમાં લાખો ડોલરનું રોકાણ કર્યું હોવાના આરોપ લાગ્યા છે. જો કે અદાણી ગ્રુપે આ બધા આરોપો ફગાવી દીધા છે. આરોપ લગાવનાર OCCRP (Organized Crime and Corruption Reporting Project) કોણ છે અને તે શું કામ કરે છે તે ખાસ જાણો. 

Gautam Adani: આખરે કોણ છે આ OCCRP, જેણે અદાણી ગ્રુપ પર લગાવ્યા આરોપ, શું છે આ સંસ્થાનું કામ? 

Adani Group News: અદાણી ગ્રુપ પર એક વધુ મુશ્કેલી આવી ગઈ છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ હવે OCCRP એ અદાણી ગ્રુપ વિશે નવો ખુલાસો કર્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અદાણી ગ્રુપે શેરોમાં ગડબડી કરી છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે અદાણી ગ્રુપે ગુપચુપ રીતે પોતે પોતાના શેરોની ખરીદી કરીને સ્ટોક એક્સચેન્જમાં લાખો ડોલરનું રોકાણ કરી રાખ્યું છે. આ રિપોર્ટમાં મોરેશિયસમાં કરાયેલા ટ્રાન્ઝેક્શન અંગે જાણકારી આપવામાં આવી છે. જો કે અદાણી ગ્રુપે આ તમામ આરોપોને ફગાવી દીધા છે. OCCRP શું છે અને તે શું કામ કરે છે તે ખાસ જાણો. 

2006માં બન્યું
OCCRP ની સ્થાપના વર્ષ 2006માં થઈ હતી. આ ઓર્ગેનાઈઝેશન સંગઠિત અપરાધ પર રિપોર્ટિંગમાં સ્પેશિયાલિટીનો દાવો કરે છે. તે ગ્લોબલ નેટવર્ક છે. OCCRP ની રચના એશિયા, યુરોપ, આફ્રિકા અને અમેરિકામાં ફેલાયેલા બિન લાભકારી તપાસ કેન્દ્ર તરફથી કરાયેલું છે. આ સંસ્થાને જ્યોર્જ સોરોસ (George Soros) અને રોકફેલર બ્રધર્સ ફંડ જેવા લોકો તરફથી ફંડ મળે છે, જેના દ્વારા જ તપાસનું કામ થતું હોય છે. 

અનેક નેતાઓ પર આપી ચૂક્યા છે નિવેદન
અત્રે જણાવવાનું કે અમેરિકાના અબજપતિ જ્યોર્જ સોરોસનો હંમેશાથી વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક મોટા નેતાઓ પર વિવાદિત નિવેદન આપ્યા છે. 

અનેક વર્ષો સુધી ખરીદ્યા વેચ્યા છે શેર્સ
OCCRP એ આરોપ લગાવ્યો છે કે આ લોકોએ વિદેશી શાખાઓ દ્વારા અનેક વર્ષો સુધી અદાણીના શેર ખરીદ વેચ કર્યા ને તેનો નફો રળ્યો અને તેમની ભાગીદારી અસ્પષ્ટ છે. 

આ 2 લોકોના લીધા નામ
OCCRP એ દાવો કર્યો કે નાસિર અલી શાબાન અહલી અને ચાંગ ચુંગ લિંગ નામના બે વ્યક્તિઓના અદાણી પરિવાર સાથે લાંબા સમયથી સંબંધ છે અને તેમણે ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી સાથે જોડાયેલી સમૂહ કંપનીઓ વગેરેમાં નિદેશક અને શેરધારક તરીકે પણ કામ કરેલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news