resignation

2022 ની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પડ્યુ ગાબડુ, દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામુ

ગુજરાત કોંગ્રેસમાં વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યું. હજી સુધી પક્ષના પ્રમુખ માટે હુંસાતુંસી ચાલી રહી છે, ત્યારે નારાજગીનો દોર અટકી રહ્યો નથી. 2022 ની ચૂંટણી નજીક છે તે પહેલા જ પક્ષના દિગ્ગજ નેતાએ રાજીનામુ આપ્યુ છે. વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલાએ પક્ષને પોતાનું રાજીનામુ સોંપ્યુ છે. તેમણે કોંગ્રેસના પૂર્વ પ્રમુખની કાર્યશૈલીથી નારાજ થઈને રાજીનામું આપ્યુ હોવાનું કારણ પત્રમાં રજૂ કર્યુ છે. 

Nov 27, 2021, 02:14 PM IST

Ajab Gajab News: ટોઈલેટ પેપરનો એવી જગ્યાએ કર્યો ઉપયોગ..સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો photo

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે, જ્યાં દેશ વિદેશની અજીબોગરીબ ખબરો જોવા મળે છે. એક ખબર દુનિયાભરમાં ચર્ચાઈ રહી છે. જેણે પણ તેના વિશે સાંભળ્યું તે ચોંકી ગયા. 

Nov 26, 2021, 02:57 PM IST

સુરત કોંગ્રેસમાં ભૂકંપ, સંગઠન નબળુ પડ્યાનું કારણ ઘરીને ઉપપ્રમુખે આપ્યું રાજીનામુ

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ગયા છે. નારાજગીના દોર વચ્ચે હવે રાજીનામા પડી રહ્યાં છે. ત્યારે સુરત શહેર કોંગ્રેસ (surat congress) ના ઉપપ્રમુખે હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ તારાચંદ કાસટે પદ પરથી રાજીનામુ આપ્યું છે. તારાચંદ કાસટે (Tarachand Kasat) લેખિતમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને હિન્દીમાં લખેલુ રાજીનામું સોંપ્યું છે. 

Oct 21, 2021, 09:03 AM IST

Punjab ના રાજકીય ભૂકંપની અસર રાજસ્થાનમાં પણ જોવા મળી, CM ગેહલોતના OSD એ આપ્યું રાજીનામું

પંજાબમાં રાજકીય ભૂકંપની અસર રાજસ્થાનમાં જોવા મળી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓએસડી (Officer on Special Duty) લોકેશ શર્મા  (Lokesh Sharma)એ રાજીનામું આપી દીધુ છે. 

Sep 19, 2021, 10:28 AM IST

રાજકારણથી લઈને ખેલના મેદાન સુધી ઉથલપાથલ....એક જ અઠવાડિયામાં 3 દિગ્ગજોના રાજીનામા પડ્યા

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પોતાના પદેથી રાજીનામું આપતા માત્ર પંજાબ જ નહીં પરંતુ દેશના રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો છે. તેમણે શનિવારે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપી દીધુ. એક જ અઠવાડિયામાં રાજીનામું આપનારા અમરિન્દર સિંહ બીજા મુખ્યમંત્રી છે. 

Sep 19, 2021, 06:55 AM IST

બાવળિયા બાદ દિલીપ ઠાકોરના સમર્થકો ભાજપ સામે બગાવત પર ઉતર્યા, રાજીનામાની ઉચ્ચારી ચીમકી

ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને નવા પ્રધાન મંડળમાં પડતા મૂકવામાં આવનાર હોવાની જાણ થતાં તેમના સમર્થકો રીતસર ભાજપ સામે બગાવત પર ઉતરી આવ્યા હતા અને હારીજ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા

Sep 15, 2021, 11:04 PM IST

CM ના સમાજે જ રાજીનામા અંગે આપ્યા હતા સંકેત? હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે પોસ્ટર

સોશિયલ મીડિયામાં હાલ એક પોસ્ટર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. જે જોતા એવું લાગી રહ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાનો તખ્તો વહેલા ઘડાઇ ચુક્યો હતો. જો કે તેની માત્ર ઔપચારિક જાહેરાત કરવાની જ બાકી હતી. આ પોસ્ટર પરથી સ્પષ્ટ રીતે જણાઇ આવે છે કે, ઘણા ઉચ્ચ પદસ્થ લોકોને આ અંગે માહિતી હતી. કે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપી શકે છે. આ રાજીનામા અંગે વ્યાપારી લોબીમાં પહેલાથી જ ચર્ચા ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. 

Sep 11, 2021, 11:21 PM IST

રાજીનામા મુદ્દે ફઇ બા આનંદીબેનને પણ નહી છોડનાર હાર્દિક પટેલે રૂપાણીના રાજીનામા અંગે શું કહ્યું?

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપતા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. વિવિધ નેતાઓ અલગ અલગ રાજીનામા અંગે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તેવામાં પાટીદાર આંદોલન દરમિયાન મહત્વનો ચહેરો અને હાલ કોંગ્રેસનો મહત્વનો ચહેરો તથા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે.  

Sep 11, 2021, 06:05 PM IST

પાટીદાર આંદોલનથી આનંદીબેનનો ભોગ લેવાયો, તો શું રૂપાણીના અચાનક રાજીનામાનું પ્લાનિંગ સરદારધામ પછી થયું?

ગુજરાત (गुजरात) માં વિજય રૂપાણી (Vijay Rupani) ના રાજીનામા બાદ પાંચ વર્ષ પહેલાનો ભૂતકાળ જીવંત થયો છે. વિજય રૂપાણીના અચાનક રાજીનામા (resignation) થી લોકોએ આનંદીબેન પટેલ (anandiben patel) ને યાદ કર્યા છે. વિજય રૂપાણીએ એકાએક જાહેરાત કરીને રાજ્યપાલને જે રીતે રાજીનામુ સોંપ્યુ તેના પાછળ પાટીદાર ફેક્ટર કારણભૂત હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. પાટીદારોએ બનાવેલ શૈક્ષણિક સંકુલના ઉદઘાટનની થોડી મિનિટો બાદ જ વિજય રૂપાણીનું રાજીનામુ આપવુ અનેક સવાલો ઉભા કરે છે. 

Sep 11, 2021, 04:39 PM IST

વિજય રૂપાણીનું દર્દ છલકાયું... રાજ્યપાલને સોંપેલા પત્રમાં સામે આવ્યું રાજીનામાનું મોટુ કારણ

ગુજરાત (Gujarat) ની જનતા ફરી એકવાર મુખ્યમંત્રીના રાજીનામાના સમાચારથી ચોંકી (BIG BREAKING) ઉઠી છે. રાજ્યપાલને મળીને વિજય રૂપાણી (Vijay Rupani) એ પોતાના મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપ્યુ છે. ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ સર્જાઈ છે. હાલ સોશિયલ મીડિયા પણ ગુજરાતની રાજકીય હલચલની જ ચર્ચા છે. ત્યારે આ વચ્ચે વિજય રૂપાણીએ રાજ્યપાલને આપેલા રાજીનામાના અંશો સામે આવ્યા છે. 

Sep 11, 2021, 03:52 PM IST

Patan જિલ્લા કોંગ્રેસમાં પ્રદેશ અને જિલ્લા પ્રમુખથી નારાજ 6 જેટલા પ્રમુખોએ આપ્યું રાજીનામા

રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા 2022 (Gujarat Assembly election 2020) ની તૈયારીઓ શરૂ કરતા આગેવાન કાર્યકરોની નારાજગી સામે આવી રહી છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસ (Congress) ની જૂની પ્રણાલીનો ચીલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે.

Jul 30, 2021, 03:50 PM IST

Breaking: કર્ણાટકના રાજ્યપાલે બીએસ યેદિયુરપ્પાનું રાજીનામું સ્વીકાર્યું, નવા મુખ્યમંત્રી તરીકે આ નામ ચર્ચામાં

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અત્રે જણાવવાનું કે આજે જ તેમની સરકારના બે વર્ષ પૂરા થયા છે. 

Jul 26, 2021, 12:14 PM IST

Uttarakhand: CM Tirath Singh Rawat એ કેમ પદ છોડવું પડ્યું? જાણો રાજીનામાની ઈનસાઈડ સ્ટોરી

તીરથ સિંહ રાવત 115 દિવસ માટે જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા. આ દરમિયાન તેમના કામના વખાણ ઓછા અને તેમના નિવેદનોથી વિવાદ વધુ વધ્યો.

Jul 3, 2021, 11:30 AM IST

Uttarakhand: Tirath Singh Rawat એ CM પદેથી આપ્યું રાજીનામું, 4 મહિના પહેલા જ થઈ હતી તાજપોશી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મૌર્યને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધુ.

Jul 3, 2021, 06:17 AM IST

રાજકોટ : ભાજપના નવા નિયમોને કારણે 20 દિવસ પહેલા નિમાયેલા નેતાઓને આપવા પડ્યા રાજીનામા

  • 35 કે તેથી વધુ વયના લોકોને યુવા સંગઠન ટીમમાં હોદ્દા પર સ્થાન ન આપવા અને જો હોદ્દા પર હોય તો હોદ્દા પરથી દૂર કરવા તેવો પ્રદેશ ભાજપ દ્વારા નવો નિયમ બનાવાયો
  • 20 દિવસની અંદર જ નવા નિયમને કારણે તેઓને રાજીનામા આપવા પડ્યા

Jun 17, 2021, 04:43 PM IST

Kerala Assembly Election: ચૂંટણી ટાણે Congress ના દિગ્ગજ નેતાએ પાર્ટીનો સાથ છોડ્યો, સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું

કોંગ્રેસ (Congress) ના વરિષ્ઠ નેતા ગણાતા પીસી ચાકોએ ચૂંટણી ટાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા સન્નાટો છવાયો છે. અત્રે જણાવવાનું કે કેરળ વિધાનસભા ચૂંટણીનું 6 એપ્રિલના રોજ મતદાન છે અને 2જી મેના રોજ પરિણામનો દિવસ છે. 

Mar 10, 2021, 02:23 PM IST

ટિકિટ ન મળતા કોંગ્રેસની મહિલા નેતાઓનો પારો સાતમા આસમાને ચઢ્યો, કંઈક નવાજૂની કરવાના એંધાણ

  • જયશ્રી ગાંધીએ આરોપ મૂક્યો કે, પટેલ ઉમેદવારને નાણાં લઈને ટિકિટ આપી છે. ગાંધી નહિ ચાલે, ગાંધી નહિ ચાલે... એમ કહી મને ટિકિટ ન આપી
  • તાલુકા-જિલ્લા અને પાલિકામાં કોંગ્રેસે ઉમેદવારો જાહેર ના કરતાં અનેક સ્થળે ઉમેદવારોમાં અવઢવ જોવા મળી

Feb 13, 2021, 08:29 AM IST

અબડાસા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ

અબડાસાના કોંગી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રાજીનામું આપ્યા બાદ અબડાસાની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે. જેને લઈને ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે

Oct 5, 2020, 03:31 PM IST

જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ અચાનક આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ 

જાપાન (Japan) ના વડાપ્રધાન શિંજો આબે (Shinzo Abe) એ પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. સ્વાસ્થ્યના કારણોનો હવાલો આપતા તેમણે શુક્રવારે તેની ઔપચારિક જાહેરાત કરી દીધી છે. અત્રે જણાવવાનું કે શિંજો આબે છેલ્લા કેટલાક દિવસથી બીમાર છે અને આ દરમિયાન તેમને અનેકવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ખરાબ તબિયતના પગલે શિંજોના આ નિર્ણય અંગે અગાઉ અટકળો થઈ રહી હતી. કહેવાય છે કે છેલ્લે જ્યારે તેઓ હોસ્પિટલ ગયા હતાં ત્યારે લગભગ 7 કલાક ત્યાં રહ્યાં હતાં. તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2021 સુધીનો છે. 

Aug 28, 2020, 01:51 PM IST