25 નવેમ્બરે ખુલશે ગુજરાતી કંપની Rajesh Power Services નો IPO, જાણો પ્રાઇસ બેન્ડ

Rajesh Power Services IPO Price Band : રાજેશ પાવર સર્વિસિસનો IPO 25 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે. આ SME IPO માટે પ્રાઇસ બેન્ડ રૂપિયા 329 થી 335 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

25 નવેમ્બરે ખુલશે ગુજરાતી કંપની Rajesh Power Services નો IPO, જાણો પ્રાઇસ બેન્ડ

Rajesh Power Services IPO : ગુજરાતી કંપની રાજેશ પાવર સર્વિસનો આઈપીઓ 25 નવેમ્બરે ઓપન થઈ રહ્યો છે. બજારના નકારાત્મક વલણ વચ્ચે આ છઠ્ઠો એસએમઈ આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. કંપનીના આઈપીઓની સાઇઝ 160 કરોડ રૂપિયાની છે. આવો વિગતવાર કંપની વિશે જાણીએ..

શું છે પ્રાઇસ બેન્ડ
આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 320 રૂપિયાથી 335 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ 22 નવેમ્બરથી દાવ લગાવી શકશે. એન્કર ઈન્વેસ્ટરોથી કંપની 44.77 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરશે. બધા માટે આઈપીઓ 27 નવેમ્બરે બંધ થઈ રહ્યો છે. 

કયા પ્રમોટર વેચી રહ્યાં છે શેર
આ આઈપીઓ દ્વારા 27.90 લાખ ફ્રેશ શેર જારી કરવામાં આવશે. તો ઓફર ફોર સેલ હેઠળ 20 લાખ શેર વેચવામાં આવશે. કંપનીના પ્રમોટર્સ પંચાલ અને પટેલ ફેમેલી શેર વેચી રહ્યાં છે. મહત્વનું છે કે વર્તમાન સમયમાં પ્રમોટર્સની કુલ ભાગીદારી 100 ટકા છે. 

IPO ના મહત્તમ 50 ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત રહેશે. તે જ સમયે, ઓછામાં ઓછા 35 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રહેશે. તમને જણાવી દઈએ કે, 15 ટકા શેર બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત રહેશે.

ક્યારે થશે શેરનું એલોટમેન્ટ
રાજેશ પાવર સર્વિસ આઈપીઓના શેરનું એલોટમેન્ટ 28 નવેમ્બરે થશે. બીએસઈ એસએમઈમાં કંપનીનું લિસ્ટિંગ 2 ડિસેમ્બર 2024ના સંભવિત છે. Isk Advisors Pvt આ આઈપીઓ માટે લીડ મેનેજર છે. તો બિકશેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ આ આઈપીઓના રજીસ્ટ્રાર છે. 

કેવી છે કંપનીની નાણાકીય સ્થિતિ?
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 31,785.09 કરોડ હતી. આ નફો 2768.25 કરોડ રૂપિયા રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ કંપનીની સ્થાપના 1971માં થઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news