SBI YONO નો કરો છો ઉપયોગ તો આપો ધ્યાન, શરૂ થવા જઈ રહ્યા છે Super Saving Days
ઓનલાઇન શોપિંગના યુગમાં અવારનવાર ઓફર મળી રહી છે. હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક નવી ઓફર શરૂ કરવા જઈ રહી છે. 4થી 7 ફેબ્રુઆરી સુધી ચાલતા Super Saving Days માં SBI YONO થી પેમેન્ટ કરવા પર ગ્રાહકને Cashback નો ફાયદો પણ મળશે અને તે પણ 20 ટકા સુધી
Trending Photos
નવી દિલ્હી: ઓનલાઇન શોપિંગના યુગમાં અવારનવાર ઓફર મળી રહી છે. હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક નવી ઓફર શરૂ કરવા જઈ રહી છે. 4થી 7 ફેબ્રુઆરી સુધી ચાલતા Super Saving Days માં SBI YONO થી પેમેન્ટ કરવા પર ગ્રાહકને Cashback નો ફાયદો પણ મળશે અને તે પણ 20 ટકા સુધી.
કઈ વસ્તુ પર મળશે કેશબેક
SBI YONO દ્વારા સુપર સેવિંગ ડેમાં OYO હોટલ બુકિંગ પર 50 ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. ત્યારે Yatra.com ની સાથે ફ્લાઇટ બુકિંગ પર 10 ટકાની છૂટ ગ્રાહકોને મળશે. ટેબલેટ, ઘડિયાર અને સેમસંગ મોબાઇલ પર 15 ટકાની છૂટ સાથે ઓફર છે. YONO ના યૂઝરના Pepperfry પરથી ફર્નીચર ખરીદવા પર અને એમેઝોન પર પસંદગીની શ્રેણીમાં શોપિંગ પર 20 ટકા સુધી કેશબેક મળશે.
વેલેન્ટાઈન વીક પહેલા ઓફર
ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં વેલેન્ટાઈન વીકને જોતા એસબીઆઇ YONO યૂઝર્સ માટે ખાસ ઓફર લઇને આવ્યું છે. એસબીઆઇ અનુસાર YONO ના 34.5 મિલિયન યૂઝર છે જેમને આ Shopping Carnival નો ફાયદો મળશે. યુવાઓમાં વેલેન્ટાઇન વીકનો ઘણો ક્રેઝ હોય છે. એવામાં સોપિંગ કરતા યુવાઓ માટે એસબીઆઇ YONO ની આ ઓફર ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ઓનલાઇન શોપિંગનો જમાનો
ઓનલાઇન શોપિંગનું માર્કેટ ઝડપથી પોતાનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. કોરોના કાળ દરમિયાન, તેનું વલણ ઝડપથી વધી ગયું છે. એક સંશોધન મુજબ હવે 60 ટકાથી વધુ લોકો બજારમાં જવાને બદલે ઘરેથી ઓનલાઇન ખરીદી કરે છે. લોકો ઓનલાઇન શોપિંગ દ્વારા બજારમાં જવાથી દૂર રહે છે, તેમને કેશબેકનો લાભ પણ મળે છે. ઓનલાઇન કંપનીઓના ગ્રાહકોના આ મૂડને મેળવવા માટે, કેશબેક ઓફર સમયે સમયે આવતી હોય છે, જેનો લાભ માત્ર ગ્રાહકોને જ થતો નથી, કંપનીઓનો પણ ઘણો ધંધો થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે