જુગારમાં 1 ખરબ રૂપિયા હારી ગયા મોટી મોબાઇલ કંપનીના ચેરમેન? દેવાળું ફૂંકી શકે છે કંપની

ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની જિયોની (Gionee) ખરાબ સમયમાંથી પસાર થઇ રહી હોવાના સમાચાર છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે જિયોની દિવાળું ફૂંકવાની તૈયારીમાં છે. મીડિયા અહેવાલ અનુસાર જિયોનીના ચેરમેન લિયો લિરોંગ (Liu Lirong) સાઇપૈનના એક કસીનોમાં જુગાર રમતી વખતે 10 અરબ યુઆન (લગભગ 1 ખરબ રૂપિયા) હારી ગયા. 

જુગારમાં 1 ખરબ રૂપિયા હારી ગયા મોટી મોબાઇલ કંપનીના ચેરમેન? દેવાળું ફૂંકી શકે છે કંપની

નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની જિયોની (Gionee) ખરાબ સમયમાંથી પસાર થઇ રહી હોવાના સમાચાર છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે જિયોની કંપની દિવાળું ફૂંકવાની તૈયારીમાં છે. મીડિયા અહેવાલ અનુસાર જિયોનીના ચેરમેન લિયો લિરોંગ (Liu Lirong) સાઇપૈનના એક કસીનોમાં જુગાર રમતી વખતે 10 અરબ યુઆન (લગભગ 1 ખરબ રૂપિયા) હારી ગયા. ચાઇનીઝ વેબસાઇટ સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ www.scmp.comમાં પ્રકાશિત અહેવાલ અનુસાર જિયોનીના ચેરમેન લિયો લિરોંગ (Liu Lirong)ની જુગાર આદતઅ કંપનીને ભારે પડી ગઇ. જોકે અત્યાર સુધી કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી. 

જુગાર રમવાની વાત સ્વિકારી
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત સમાચાર અનુસાર જિયોનીના સંસ્થાપકે સ્વિકાર્યું કે તેમણે હોંગકોંગ લિસ્ટેડ સાઇપૈનના એક કસીનોમાં જુગાર રમવા માટે કંપનીના એસેટનો ઉપયોગ કર્યો. પરંતુ તેણે 10 અરબ યુઆન હારવાની વાતની સ્પષ્ટ ના પાડી દીધી છે અને કહ્યું કે તેનો નાનકડો ભાગ જુગાર લગાવ્યો છે. લિરોંગે કહ્યું કે આ કેવી રીત શક્ય છે કે હું આટલી મોટી રકમ હારી જાઉ. જો લિરોંગ આટલી મોટી રકમ સાઇપૈનના કસીનોમાં હારવાની વાત સાચી છે તો કસીનોને મૌજ પડી જશે. 

1 અરબ યુઆન હારવાની વાત કબૂલી
જોકે સિક્યોરિટી ટાઇમ્સના અહેવાલ અનુસાર જિયોનીના ચેરમેન લિરોંગને પૂછવામાં આવ્યું કે તેમણે જુગારમાં કેટલા રૂપિયા હાર્યા છે. તો તેમના દ્વારા 1 અરબ યુઆન (લગભગ 10 અરબ રૂપિયા) હારવાની વાત સ્વિકારી હતી. જોકે 1 ખરબ રૂપિયાનો નાનકડો ભાગ છે. જિયોની દુનિયામાં છઠ્ઠી સૌથી મોટી હેંડસેટ નિર્માતા કંપની છે. હવે જ્યારે જિયોનીના દેવાળાના સમાચાર આવી રહ્યા છે તો એવામાં જિયોનીના માર્કેટમાં વિપરીત અસર પડી શકે છે. 

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે જિયોની પોતાના સપ્લાયર્સને ચૂકવી શકતી નથી. સમાચારોનું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 20 સપ્લાયરોને 20 નવેમ્બરના રોજ શેનજેન ઇંટમીડિએટ પીપલ્સ કોર્ટમાં દેવાળીયાની અરજી કરી છે. કંપની તરફથી અત્યાર સુધી કોઇપણ નિવેદન આપ્યું નથી. આ પહેલાં એપ્રિલમાં સમાચાર આવ્યા હતા કે જિયોની ભારતમાં આ વર્ષે 6.5 અરબ રૂપિયાનું રોકાણ કરશે. જિયોની દેશના ટોચના 5 સ્માર્ટફોન બ્રાંડમાં સામેલ થવા માંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news