તમે પણ બની શકો છો Super rich, બસ આટલી હોવી જોઈએ આવક
આવક અને જનસંખ્યાના આધારે સુપર રિચ કેટગરીમાં ક્યા લોકોનો સમાવેશ કરવામાં આવશે એ નક્કી કરવામાં આવે છે
Trending Photos
નવી દિલ્હી : સુપર રિચ (Super rich) કે પૈસાદાર હોવાની પરિભાષા દરેક દેશમાં અલગઅલગ હોય છે. અનેકવાર સર્વેમાં ખબર પડે છે કે દેશમાં કેટલાક લોકો સુપર રિચ છે તો કેટલાક લોકો બહુ ગરીબ. આ સંજોગોમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે સુપર રિચ બનાવ માટે કેટલી કમાણી જરૂરી છે? હવે આ સવાલનો જવાબ મળી ગયો છે.
એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના રિપોર્ટ પ્રમાણે ભારતમાં વાર્ષિક 77 હજાર ડોલર (લગભગ 55 લાખ રૂપિયા) કમાણી કરનાર વ્યક્તિ સુપર રિચની કેટેગરીમાં આવે છે. રિપોર્ટમાં માહિતી મળી છે કે દેશમાં લગભગ 1 ટકા જેટલા સુપર રિચ લોકો હોય છે અને તેઓ બહુ પાવરફુલ હોય છે. આવક અને જનસંખ્યાના આધારે સુપર રિચ કેટગરીમાં ક્યા લોકોનો સમાવેશ કરવામાં આવશે એ નક્કી કરવામાં આવે છે. રિપોર્ટ પ્રમાણે સુપર રિચ બનવા માટે અમેરિકામાં વાર્ષિક 4.88 લાખ ડોલર, ચીનમાં 1.07 લાખ ડોલર અને બ્રિટનમાં 2.48 લાખ ડોલર જેટલી કમાણી હોવી જોઈએ.
રિપોર્ટ પ્રમાણે કોઈપણ દેશમાં સરેરાશ માત્ર 1 ટકા લોકો જ સુપર રિચની કેટેગરીમાં આવે છે. આમ, દેશની કુલ કમાણીનો સૌથી મોટો હિસ્સો આ લોકોના ખિસ્સામાં રહે છે. તેઓ દેશની અનેક પોલિસી નિર્ધારિત મુદ્દાઓ પર પ્રભાવી અસર કરે છે. હાલમાં એક સ્વયંસેવી સંસ્થાએ ખુલાસો કર્યો છે કે મોટાભાગના દેશોમાં અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ વધારે પહોળી થઈ રહી છે. આમ, ધનિક બહુ ઝડપથી વધારે ધનિક બની રહ્યો છે અને ગરીબ વધારેને વધારે ગરીબ બની રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના અન્ય સમાચાર જોવા માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે