ટ્વિટર માટે એલન મસ્કે ભેગા કર્યા 7 અબજ ડોલર, જાણો કોણે આપી રકમ

ટેસ્લાના સીઈઓ મસ્કે ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદી લીધુ છે. હવે મસ્ક આ પૈસા ભેગા કરવા માટે ફંડ મેળવી રહ્યાં છે. 
 

ટ્વિટર માટે એલન મસ્કે ભેગા કર્યા 7 અબજ ડોલર, જાણો કોણે આપી રકમ

વોશિંગટનઃ થોડા દિવસ પહેલાં ટ્વિટરના અધિગ્રહણની જાહેરાત કરનાર ટેસ્લાના સીઈઓ એલન મસ્ક આ સોદા માટે રોકાણકારોના એક સમૂહ પાસેથી સાત અબજ ડોલરથી વધુની રકમ ભેગી કરવામાં સફળ રહ્યાં છે. એલન મસ્કાના રોકાણ પ્રસ્તાવનો ભાગ બનવા માટે તૈયાર રોકાણકારોમાં ઓરેકલના સહ-સંસ્થાપક લૈરી એલિસન પણ સામેલ છે. 

અમેરિકાના સલામતી અને વિનિમય પંચને આપવામાં આવેલી સૂચના પ્રમાણે ટ્વિટર અધિગ્રહણ ડીલ માટે સિકોયા કેપિટલ ફંડે 80 કરોડ ડોલર અને વૈઇકૈપિટલે 70 કરોડ ડોલર રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પરંતુ સૌથી આગળ એલિસન રહ્યાં છે, જેમણે એક અબજ ડોલર રોકાણ માટે હા પાડી છે. એલિસન મસ્કની કંપની ટેસ્લાના ડાયરેક્ટર મંડળમાં પણ સામેલ છે. 

તો સાઉદી અરબના શહઝાદા અલવલીદ બિન તલાલ બિન અબ્દુલઅઝીજ ઉલસદઉએ મસ્કના સમર્થનમાં ટ્વિટરના શેરની ખરીદી માટે 3.5 કરોડ ડોલર આપવાની વાત કહી છે. 

44 અબજ ડોલરમાં થઈ ડીલ
મહત્વનું છે કે એકન મસ્કે કહ્યું હતું કે 44 અબજ ડોલરના મૂલ્યની ડીલ માટે પૈસા ભેગા કરવા તેમણે ટેસ્લાના 8.5 અબજ ડોલરના શેર વેચી દીધા છે. બાદમાં તેમણે ટેસ્લામાં પોતાની વધુ ભાગીદારી વેચવાની ના પાડી દીધી. હવે આ સોદાને પૂરો કરવા માટે બહારથી સમર્થનની જરૂર પડશે.

સલામતી અને વિનિમય પંચને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું કે મસ્ક ટ્વિટરના પૂર્વ સીઈઓ જૈક ડોરસી સહિત અન્ય લોકો સાથે વાત કરી રહ્યાં છે. ડોરસી ટ્વિટરમાં વ્યક્તિગત ભાગીદારીના મામલામાં મસ્ક બાદ બીજા સ્થાને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news