Best CNG Cars: આ છે દેશની 10 લોકપ્રિય CNG કાર, ખરીદવાનું વિચારતા હોવ તો ખાસ જાણો
CNG Cars In India: મારુતિ સુઝૂકી, ટાટા મોટર્સ, અને હુંડઈ, ત્રણેયના પોર્ટફોલિયોમાં અનેક CNG મોડલ છે જે વેચાણ માટે ઉપલબ્ધ છે. તેમાંથી મારુતિ સુઝૂકી સૌથી વધુ સીએનજી કારો વેચે છે અને તેની પાસે સીએનજી કારોનો સૌથી મોટો પોર્ટફોલિયો છે.
Trending Photos
Top CNG Cars: મારુતિ સુઝૂકી, ટાટા મોટર્સ, અને હુંડઈ, ત્રણેયના પોર્ટફોલિયોમાં અનેક CNG મોડલ છે જે વેચાણ માટે ઉપલબ્ધ છે. તેમાંથી મારુતિ સુઝૂકી સૌથી વધુ સીએનજી કારો વેચે છે અને તેની પાસે સીએનજી કારોનો સૌથી મોટો પોર્ટફોલિયો છે. જો તમે પણ કોઈ સીએનજી કાર ખરીદવા માંગતા ોહવ તો અમે તમને આ ત્રણ કંપનીઓની કુલ 10 જેટલી સીએનજી કાર વિશે જણાવીશું.
મારુતિ સિલેરિયો સીએનજી અને વેગનાર સીએનજી
સિલેરિયો સીએનજી 35.60 km/kg ની માઈલેજ ઓફર કરે છે. તે સૌથી વધુ માઈલેજ આપતી સીએનજી કાર છે. તેની કિંમત 6.72 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. વેગન આર સીએનજી 34.05 km/kg ની માઈલેજ ઓફર કરે છે. તેની કિંમત 6.43 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે.
મારુતિ ડિઝાયર સીએનજી અને સ્વિફ્ટ સીએનજી
ડિઝાયર સીએનજીની કિંમત 8.32 લાખ રૂપિયાથી શરૂ થાય છે. સીએનજી પર તે 31.12 km/kg સુધીની માઈલેજ આપે છે. જ્યારે સ્વિફ્ટ સીએનજીની કિંમત 7.80 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તે સીએનજી પર 30.9 km/kg સુધીની માઈલેજ આપે છે.
મારુતિ બલેનો સીએનજી અને બ્રેઝા સીએનજી
બલેનો સીએનજીની કિંમત 8.30 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તે 30.61 km/kg સુધીની માઈલેજ ઓફર કરે છે. બીજી બાજુ હાલમાં જ લોન્ચ થયેલી બ્રેઝા સીએનજીની કિંમત 9.14 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તે સીએનજી પર 25.51 km/kg ની માઈલેજ ઓફર કરે છે.
ટાટા ટિયાગો સીએનજી અને ટિગોર સીએનજી
ટિયાગો સીએનજીની કિંમત 6.44 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને આ સીએનજી પર લભગ 27 કિલોમીટર પ્રતિ કિલોમીટરની માઈલેજ આપવામાં સક્ષમ છે. જ્યારે ટિગોર સીએનજીની કિંમત 7.60 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તે પણ લગભગ 27 કિલોમીટર (સીએનજી પર) સુધીની માઈલેજ આપી શકે છે.
હુંડઈ ઔરા અને ગ્રાન્ડ આઈ 10 નિઓસ સીએનજી
હુંડઈ ઔરા સીએનજીની કિંમત 8.10 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તે 28 km/kg સીએનજીની માઈલેજ ઓફર કરી શકે છે. જ્યારે ગ્રાન્ડ આઈ10 નિઓસ સીએનજી પર 25 કિમીથી વધુની માઈલેજ ઓફર કરે છે. તેની કિંમત 7.56 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે