₹119 થી તૂટી ₹7 પર આવી ગયો આ શેર, હવે કંપનીએ આપ્યા સારા સમાચાર, ઘટી ગઈ ખોટ
Vodafone Idea Q2 Results: દેવાથી લદાયેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા લિમિટેડે બુધવારે 13 નવેમ્બરના રોજ તેના જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરી હતી.
Trending Photos
Vodafone Idea Q2 Results: દેવાથી લદાયેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા લિમિટેડે બુધવારે 13 નવેમ્બરના રોજ તેના જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરી હતી. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં વોડાફોન આઈડિયાની કોન્સોલિડેટેડ ખોટ ઘટીને રૂ. 7,175.9 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં કંપનીને રૂ. 8,746.6 કરોડનું નુકસાન થયું હતું.
કંપનીએ શું કહ્યું?
શેર બજારને આપેલી સૂચનામાં કંપનીએ કહ્યું કે ક્વાર્ટર દરમિયાન સેવાઓથી સંકલિત આવક 1.8 ટકા વધી 10,918.1 કરોડ રૂપિયા થઈ ગયો, જે એક વર્ષ પહેલાના સમાનગાળામાં 10714.6 કરોડ રૂપિયા હતો. ક્વાર્ટર દરમિયાન કંપનીની સંકલિત ઓપરેટિંગ આવક વધીને રૂ. 10,932.2 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં તે રૂ. 10,716.3 કરોડ હતો.
શું છે વિગત
કંપનીના શેરમાં આજે 4 ટકાથી વધુનો ઘટાડો થયો અને તે 7.33 રૂપિયા પર બંધ થયો છે. આ તેની 52 વીક લો કિંમત પણ છે. કંપનીનો શેર પાંચ દિવસમાં 10 અને મહિનામાં 19 ટકા નીચે ગયો છે. છ મહિનામાં શેરની કિંમતમાં 45 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે YTD માં અત્યાર સુધી શેર 57 ટકા સુધી નીચે ગયો છે. એક વર્ષમાં તેમાં 47 ટકા અને લાંબાગાળામાં 99 ટકાનો ઘટાડો થયો છે. કંપનીના શેરની કિંમત 17 એપ્રિલ 2015ના 119 રૂપિયા હતી. તેનું માર્કેટ કેપ 51,368.76 કરોડ રૂપિયા છે. કંપનીના શેરનો 52 વીક હાઈ 19.15 રૂપિયા અને 52 વીકનો લો 7.33 રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે