Mayabhai ahir News

બગદાણા કેસમાં જયરાજ આહીરને મહુવા કોર્ટેનો હુકમ, 14ની થઈ ચુકી છે ધરપકડ, જુઓ Video
Jan 25,2026, 21:28 PM IST
બગદાણા કેસમાં મોટા સમાચાર, માયાભાઈ આહીરના પુત્રને હાજર થવા સમન્સ, જુઓ Video
Bagdana Case Video: બગદાણાના સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હુમલાનો મામલો હવે ગરમાયો છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને આ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, SIT એ જયરાજ આહીરને આજે એટલે કે 21મી જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યે રેન્જ ઓફિસ ખાતે હાજર થવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હુમલાનો ભોગ બનનાર નવનીત બાલધિયાએ આ હુમલા પાછળ જયરાજ આહીરનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપોને પગલે હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. SIT આ કેસના મૂળ સુધી પહોંચવા માટે કડક કાર્યવાહી કરી રહી છે. જયરાજ આહીરને બોલાવતા પહેલા SIT દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. સોમવારે ફરિયાદી નવનીત બાલધિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસની પ્રાથમિક તપાસમાં જોડાયેલાબે PI (પોલીસ ઇન્સ્પેક્ટર) ને પણ SIT એ પૂછપરછ માટે બોલાવી તેમની વિગતો નોંધી છે.
Jan 21,2026, 15:19 PM IST

Trending news