Vodafoneના ગ્રાહકો માટે ખુશ ખબરી, માત્ર આટલા જ રીચાર્જમાં એક્ટિવ રહેશે સીમ

પહેલા વોડાફોનના ગ્રાહકોએ સિમ ચાલુ રાખવા માટે ઓછામાં ઓછા 24 રૂપિયા અને 35 રૂપિયાનું રીચાર્જ કરવાવું પડતુ હતું, વોડાફોનની વેબસાઇટ પર મળી રહેલી જાણકારી અનુસાર, દિલ્હી-NCR માટે વોડાફોનના 24 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.  
 

Vodafoneના ગ્રાહકો માટે ખુશ ખબરી, માત્ર આટલા જ રીચાર્જમાં એક્ટિવ રહેશે સીમ

નવી દિલ્હી: ટેલિકોમ માર્કેટમાં જોરદાર હરીફાઇ જોવામળી રહી છે. દરેક કંપની તેમના યુઝર્સને જોડી રાખવા માટે અનેક તકલીફોનો સમાનો કરવો પડી રહ્યો છે. રિલાયન્સ જીયોએ આ રમતને વધારે ખતરનાક બનાવી દીધી છે. એવામાં અન્ય ટેલિકોમ કંપનીઓએ તેમના પ્લાનમાં સતત બદલાવો કરવા પડી રહ્યા છે. આ દરમિયાન વોડાફોને તેના જુના 20 રૂપિયા વાળા પ્લાનને ફરી એકવાર લોન્ચ કર્યો છે. આ પ્લનાની વેલિડિયી 28 દિવસોની છે. એટલે કે હવે વોડાફોન યુઝર્સે તેમનુ સીમ ચાલુ રાખવા માટે 20 રૂપિયા ખર્ચ કરવા પડશે, મીડિયા રીપોર્ટ્સ અનુસારા, આ સ્કીમમાં ગ્રાહકોને માત્ર ટોકટાઇમ જ મળે છે.

પહેલા વોડફોન યુઝર્સના સીમ ચાલુ રાખવા માટે ઓછામાં ઓછા 24 રૂપિયા અથવા 35 રૂપિયા ખર્ચ કરવા પડતા હતા. વોડાફોનની વેબસાઇટ પર મળી રહેલી જાણકારી અનુસાર, દિલ્હી-NCR માટે વોડાફોનના 24 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.  આમા કોઇ ટોકટાઇમ નથી મળતો. પરંતુ ગ્રાહકો 100 લોકલ નાઇટ મીનીટ્સ મળે છે. 35 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસોની હોય છે. જેમાં યુઝર્સને 26 રૂપિયાનો ટોકટાઇમ મળે છે. અને આ સિવાય 100MB જેટલો ડેટા મળે છે. કોલ પેટ 2.5 પૈસા/સેકંડ થાય છે.

આ જ રીતે 39 રૂપિયાનો પણ પ્લાન છે. આ પ્લનમાં વેલિડિટી 28 રૂપિયા છે. પરંતુ આ યુઝર્સોને તેના બદલામાં 30 રૂપિયાનો ટોકટાઇમ પણ આપવામાં આવશે. કોલ રેટ 2.5/પ્રતિ સેકંડ જ્યારે 45 રૂપિયાનું રીચાર્જ કરવવા પર 45 રૂપિયાનો ટોકટાઇમ અને 28 દિવસની વેલિડીયી પણ મળશે, પરુંતુ આ સ્કીમમાં કોલ રેટ 1 પૈસા પ્રતિ સેકંડ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news