વોડાફોન

શું બંધ થઈ જશે Vodafone-Idea? બહુ જ કામના છે આ સમાચાર

જો તમે વોડાફોન-આઈડિયાના ગ્રાહક છો તો તમારા માટે બહુ જ ખરાબ સમાચાર છે. કંપની બંધ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સાથે જ એ પણ શક્યતા વ્યક્ત કરાઈ છે કે, આગામી મહિનાથી સામાન્ય કોલ અને ડેટા માટે વધુ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. AGR એટલે કે એડજસ્ટ ગ્રોસ રેવન્યુના બોજ તળે દબાયેલ વોડાફોન (Vodafone) આઈડિયા (Idea) ની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. બુધવારે પણ કંપનીને સુપ્રિમ કોર્ટ (Supreme Court) તરફથી કોઈ રાહત મળી નથી. બની શકે છે કે, કંપની ભારતમાં ક્યારેય પણ વેપાર ધંધા બંધ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, વોડાફોન-આઈડિયાને એજીઆર માટે લગભગ 53000 કરોડ રૂપિયા ચૂકવવાના છે. કંપની આ રૂપિયાને ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરી ચૂકી છે.

Mar 19, 2020, 09:18 AM IST

ઝટકો આપવાની તૈયારી! જલદી જ 5 થી 10 ગણા વધી શકે છે મોબાઇલ ઇન્ટરનેટના ભાવ

NITI આયોગના સીઇઓ અમિતાભ કાંતે મોબાઇલ ડેટા (Mobile Internet) અને કોલ માટે ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવાને સમર્થન કર્યું છે. કાંતે કહ્યું કે લોનમાં ડૂબેલી ટેલીકોમ સેક્ટર માટે બીજો કોઇ વિકલ્પ બચ્યો નથી. હાલમાં ટેલીકોમ કંપનીઓ કોલ અને ડેટાના ભાવ નક્કી કરવા માટે આઝાદ છે.

Mar 12, 2020, 07:44 AM IST

આ કંપનીના મોબાઇલ કનેક્શનનું વાપરવું બનશે મોંઘુ, અનેક ગણા વધવાના છે ભાવ

દરરોજ આવી રહેલા સસ્તા કોલિંગ અને ડેટા ઓફર્સ વચ્ચે એક ખાસ સમાચાર આવી રહ્યા છે. વોડાફોન આઇડિયા (Vodafone Idea)એ પોતાના ટેરિફમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપની હવે પોતાના ગ્રાહકોને મોબાઇલ ડેટા માટે ચાર્જ વધારીને ન્યૂનતમ 35 રૂપિયા પ્રતિ GB કરવાનું વિચારી રહી છે.

Feb 28, 2020, 06:10 PM IST

Reliance Jio vs Airtel vs Vodafone: અનલિમિટેડ કોલિંગ માટે બેસ્ટ પ્લાન, ડેટાનો પણ ફાયદો

જો તમે તે યૂઝરોમાંથી છો જેને ડેટાથી વધુ કોલિંગની જરૂર પડે છે, તો અહીં અમે તમને રિલાયન્સ જીયો, વોડાફોન અને એરટેલના કેટલાક બેસ્ટ પ્લાન્સ વિશે જણાવી રહ્યાં છીએ. 
 

Feb 20, 2020, 06:44 PM IST

Airtel બાદ Vodafone દ્વારા પણ બાકી રકમ મુદ્દે હવાલો, સુપ્રીમે ઝાટકણી કાઢી

ખાનગી ટેલિકોમ કંપની વોડાફોન (Vodafone) અને આઇડિયાએ  (Idea) શનિવારે કહ્યું કે, તે આગામી થોડા દિવસોમાં સરકારને બાકીની રકમ એડજસ્ટ ગ્રોસ રેવન્યુ (AGR) ની ચુકવણી કરશે. કંપનીએ શનિવારે નિવેદ આપીને આ અંગે માહિતી આપી હતી. આ અગાઉ Bharti Airtel એ શુક્રવારે દૂરસંચાર વિભાગને પત્ર લખીને કહ્યું હતું કે, કંપની 20 ફેબ્રુઆરી સુધીમાં 10 હજાર કરોડ રૂપિયાની બાકી રકમ એજીઆરની ચુકવણી કરશે. તેણે કહ્યું હતું કે, તેઓ બાકીની રકમનું પેમેન્ટ 17 માર્ચ સુધીમાં કરશે. તેણે 22 સર્કલમાં બાકી રકમની ગણત્રીની પ્રક્રિયા પુર્ણ કરવા માટે સમય માંગ્યો છે.

Feb 15, 2020, 09:16 PM IST

ટેલિકોમ કંપનીઓને મોટો ઝટકો, આજે રાતના 11.59 વાગ્યા સુધીમાં જમા કરવા પડશે આટલા કરોડ 

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT)એ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT)એ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ બાકી રકમની ચૂકવણી શુક્રવાર સુધીમાં કરી દે.

Feb 14, 2020, 07:13 PM IST

એરટેલ, વોડાફોન-આઇડિયા બાદ જીયો આપશે ગ્રાહકોને ઝટકો, ચાર્જમાં કરશે વધારો

ટેલિકોમ રેગુલેટર ટ્રાઈના આંકડા પ્રમાણે વોડાફોન-આઇડિયા અને એરટેલે સપ્ટેમ્બર મહિનામાં કુલ 49 લાખથી વધુ સબ્સક્રાઇબર ગુમાવ્યા છે. તો રિલાન્ય જીયોએ આ દરમિયાન 69.83 લાખ નવા ગ્રાહકોને પોતાની સાથે જોડ્યા છે. 
 

Nov 19, 2019, 08:55 PM IST

ટેલિકોમ કંપનીઓએ ફૂંકેલા દેવાળાની નાગરિકોને સીધી અસર થશે, વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહેજો

દૂરસંચાર સંકટની અસર હવે સામાન્ય નાગરિકો પર પડવાની છે. દેશની સૌથી મોટી દૂરસંચાર કંપનીઓ ભારતી એરટેલ તેમજ વોડાફોને 1 ડિસેમ્બરથી પોતાના ટેરિફ પ્લાનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીઓના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) બાદ આ નિર્ણય સામે આવ્યો છે. જોકે, બંને કંપનીઓએ હજી જણાવ્યું નથી કે, સામાન્ય લોકોના ખિસ્સા પર તેની કેટલી અને કેવી અસર પડવા જઈ રહી છે. પણ અસર કરશે તે નક્કી...

Nov 19, 2019, 10:19 AM IST

વોડાફોન-આઇડિયાની જબરદસ્ત ઓફર, ₹799મા મળશે પસંદગીનો સ્માર્ટફોન

હોમ ક્રેડિટ પર મળનારા સ્માર્ટફોનની કિંમત 3999 રૂપિયાથી શરૂ થાય છે. ગ્રાહકોને અહીં સ્માર્ટફોનની મોટી રેન્જ મળશે. ગ્રાહક કોઈપણ કિંમતના સ્માર્ટફોનને 799 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર ખરીદી શકે છે. 
 

Oct 22, 2019, 04:40 PM IST
 reliance jio to charge for other network calling ttec PT6M55S

હવે જીયોથી કોલ ફ્રી નહીં, બીજા નેટવર્ક પર કોલ કરવાના લાગશે પૈસા

કોલ ટર્મિનેશન ચાર્જ સાથે જોડાયેલા નિયમોની અનિશ્ચિતતાને કારણે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીયોએ બુધવારે જાહેરાત કરી છે કે તે ગ્રાહકો પાસે કોલિંગના પૈસા લેશે. જીયો યૂઝર્સ પાસે જિયો સિવાય બાકી નેટવર્ક પર કરનારા વોયસ કોલ માટે 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ કરવામાં આવશે. પરંતુ તેને બરાબર મૂલ્યનો ફ્રી ડેટા આપીને જીયો તેને બેલેન્સ કરશે. જીયોએ એક નિવેદનમાં કહ્યું કે, જ્યાં સુધી ટેલિકોમ ઓપરેટરોએ પોતાના યૂઝરો દ્વારા અન્ય ઓપરેટરોના નેટવર્ક પર કરવામાં આવેલા મોબાઇલ ફોન કોલ માટે પેમેન્ટ કરવાની જરૂરીયાત પડી રહી છે, ત્યાં સુધી 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લાગુ રહેશે. આ ચાર્જ જીયો યૂઝર દ્વારા જીયો નંબર પર કરવામાં આવેલા કોલ અને વોટ્સએપ, ફેસટાઇમ કે અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કરવામાં આવેલા ફોન અને લેન્ડલાઇન કોલ પર લાગૂ થશે નહીં.

Oct 9, 2019, 08:00 PM IST

BSNLના ₹198 વાળા પ્લાને આપી Jio અને એરટેલને 'માત', 54 દિવસ સુધી દરરોજ 2GB ડેટા

એરટેલના 175 રૂપિયા વાળા ડેટા-ઓનલી પ્લાનમાં પ્રીપેટ યૂઝરને માત્ર 6 જીબી ટેલા મળે છે. તો રિલાયન્સ જીયોનો 251 રૂપિયાનો ડેટા રિચાર્જ પ્લાન છે, જેમાં યૂઝરોને 51 દિવસ સુધી દરરોજ 2 જીબી ડેટા મળે છે.
 

Sep 14, 2019, 06:20 PM IST

Vodafoneના ગ્રાહકો માટે ખુશ ખબરી, માત્ર આટલા જ રીચાર્જમાં એક્ટિવ રહેશે સીમ

પહેલા વોડાફોનના ગ્રાહકોએ સિમ ચાલુ રાખવા માટે ઓછામાં ઓછા 24 રૂપિયા અને 35 રૂપિયાનું રીચાર્જ કરવાવું પડતુ હતું, વોડાફોનની વેબસાઇટ પર મળી રહેલી જાણકારી અનુસાર, દિલ્હી-NCR માટે વોડાફોનના 24 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.  
 

Sep 7, 2019, 03:47 PM IST

Vodafoneનો નવો Idea, માત્ર 45 રૂપિયામાં કરો એક મહિનો વાત

કંપનીને પોતાના આ પ્લાનથી આશા છે કે જે 2G યૂઝરો છેલ્લા ક્વાર્ટરમાં તેને છોડીને ચાલ્યા ગયા હતા તે પરત આવી જશે અને જે ગ્રાહકોએ રિચાર્જ કરાવવાનું બંધ કરી દીધું હતું તે પણ રિચાર્જ કરાવશે.

Jul 31, 2019, 06:13 PM IST

Vodafone એ લોન્ચ કર્યો 229નો ધમાકેદાર પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા અને આ સુવિધાઓ

ટેલિકોમ સેક્ટરમાં જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. જિયોના લીધે બધી કંપનીઓને સતત નવા પ્લાન લોન્ચ કરવા પડી રહ્યા છે અને જૂના પ્લાન અપડેટ કરવામાં આવી રહ્યા છે. એવામાં વોડાફોને પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. 229 રૂપિયાના આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે. તેમાં યૂઝર્સને દરરોજ 2GB 4G/3G ડેટા મળે છે.

Jun 4, 2019, 01:10 PM IST

Vodafone ગ્રાહકો માટે ખુશખબર, 1 વર્ષ સુધી ફ્રી કોલિંગ અને દરરોજ 1.5GB ડેટા, જાણો કેમ

તમારે વોડાફોનની વેબસાઇટ પર જઈને સિટી બેન્કના કેડિટ કાર્ડ માટે એપ્લાઇ કરવું પડશે. 30 દિવસની અંદર 4000 ખર્ચ કરવા પર તમારે એક વર્ષ માટે ફ્રી કોલિંગ અને દરરોજ 1.5જીબી ડેટાની સુવિધા મળશે. 
 

May 19, 2019, 05:07 PM IST

પોતાના ગ્રાહકો માટે ઘર સુધી સિમ ડિલીવર કરશે Vodafone, પરંતુ કરવું પડશે આ કામ

આ સુવિધા માત્ર નવા પ્રીપેડ ગ્રાહકો માટે છે. પરંતુ યૂઝરે આ માટે કંપનીની વેબસાઇટ પરથી 249 રૂપિયાનો એક પ્લાન ખરીદવો પડશે. 

May 7, 2019, 05:14 PM IST

ભારતમાં મળી રહ્યાં છે વિશ્વમાં સૌથી સસ્તા ડેટા પેક, Data Warથી યૂઝરને ફાયદો

ભારતમાં એક જીબી ડેટા માટે યૂઝરે 0.26 ડોલર (આશરે 18 રૂપિયા) ચુકવવા પડે છે. જ્યારે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં તેની કિંમત લગભગ 130 રૂપિયા છે.
 

May 5, 2019, 06:20 PM IST

Reliance Jioએ પ્લાન્સમાં કર્યો ધરખમ ફેરફાર, DATAમાં ધરખમ વધારો કરાયો

એક રિપોર્ટ અનુસાર ભારતે ગત્ત 6 વર્ષમાં ડેટા 95 ટકા જેટલો સસ્તો થયો છે, તેમાં રિલાયન્સ જિયોનું ખુબ જ મોટુ યોગદાન છે

Apr 28, 2019, 09:47 PM IST

Amazon Prime: Vodafone પોતાના પ્રીપેડ યૂજર્સને આપી રહ્યું 50% ડિસ્કાઉન્ટ, આ રીતે ઉઠાવો લાભ

વોડાફોન, પોતાના પ્રીપેડ યૂજર્સને મફતમાં એમેઝોન પ્રાઇમનું સબ્સક્રિપ્શન આપી રહ્યું છે. જોકે ઓફર જ્યાં એક તરફ પોસ્ટપેડ સુધી જ લિમિટેડ છે તો બીજી કંપની પોતાના પ્રીપેડ યૂજર્સને એકલા છોડવા માંગતી નથી.  

Mar 22, 2019, 12:40 PM IST

કોના નામે છે રજિસ્ટર્ડ છે સિમ કાર્ડ, ફક્ત આ રીતે ચપટીમાં જાણો

ફેક કોલ અથવા પછી ફ્રોડ હોવાની સ્થિતિમાં તમને એ ખબર નહી પડે કે આ કોલ ક્યાંથી આવ્યો છે અને કોણે કર્યો છે. પરંતુ આ એવી ટ્રિક છે જેનાથી ખબર પડે છે કે સિમ કાર્ડ કોના નામે રજિસ્ટર્ડ છે. તેમાં તમે તમારા સિમની સાથે બીજાના સિમ વિશે પણ જાણી શકો છો. તેના તમારે એક એપ ડાઉનલોડ કરવી પડશે. તમારી પાસે જે ટેલિકોમ કંપનીનો નંબર છે, તેની એપ ડાઉનલોડ કરવી પડશે. 

Mar 4, 2019, 05:06 PM IST