Warren Buffett ને એક ભૂલ 74 હજાર કરોડ રૂપિયામાં પડી, જાણો વિગતો
Trending Photos
Warren Buffett Annual Letter: વોરેન બફેટ (Warren Buffett) જેવી મોટી શખ્સિયતથી પણ ભૂલો થતી હોય છે. એ પણ કોઈ નાની અમથી નહીં પણ મોટી....શનિવારે 90 વર્ષના વોરેન બફેટે પોતાની કંપની બર્કશાયર હેથવેના શેરહોલ્ડર્સને લખેલા પત્રમાં આ ભૂલનો ઉલ્લેખ કર્યો. દિગ્ગજોની એ જ ખાસિયત હોય છે કે તેઓ પોતાની ભૂલ પણ સ્વીકાર કરવાની હિંમત ધરાવે છે અને વોરેન બફેટ તેમાંથી જ એક છે.
શું ભૂલ કરી?
બર્કશાયર હેથવેએ 2016માં એરક્રાફ્ટ અને ઈન્ડસ્ટ્રીયલ પાર્ટ બનાવનારી કંપની પ્રિસિજન કાસ્ટપાર્ટ્સ કોર્પોરેશન એટલે કે પીસીસી (PCC) ખરીદી હતી. જે એક મોટી ડીલ હતી. વોરેન બફેટનું માનવું છે કે તેમણે PCC ને ખરીદવામાં વધુ પડતા પૈસા વાપરી નાખ્યા. તેમણે પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેઓ ભવિષ્યમાં હજુ વધુ ભૂલો કરશે એટલે કે ભૂલો થવાની આશંકા પણ ખતમ થઈ શકતી નથી.
કેટલા રૂપિયામાં ખરીદી હતી PCC ને?
વોરેન બફેટે (Warren Buffett) પીસીસીને 2016માં 32.1 અબજ ડોલરમાં ખરીદી હતી. ગત વર્ષ ઓગસ્ટમાં પીસીસીની વેલ્યુ લગભગ 9.8 અબજ ડોલર એટલે કે લગભગ 74 હજાર કરોડ રૂપિયા ઓછી થઈ ગઈ. કારણ કે કોરોના વાયરસના કારણે હવાઈ યાત્રામાં ભારે ઘટાડો થયો અને કંપનીને મોટું નુકસાન થયું. વોરેન બફેટે કહ્યું કે તેઓ પીસીસીથી થનારા નફાનું આકલન કરવામાં ખોટા સાબિત થયા અને તેના કારણે જ તેમણે ખોટું કેલ્ક્યુલેશન કર્યું અને પીસીસીને ખુબ વધુ કિંમતમાં ખરીદી.
લગભગ 40 ટકા લોકોને નોકરીમાંથી કાઢવા પડ્યા
બફેટે લખ્યું છે કે તેમણે એક સારી કંપની ખરીદી જે શાનદાર ધંધો કરે છે અને તે સૌભાગ્યશાળી છે કે પીસીસીના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ડોનેગન હજુ પણ ઈન્ચાર્જ છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે તેઓ પીસીસીથી થનારા ફાયદાને લઈને કઈ વધુ પડતા જ સકારાત્મક હતા. પીસીસીએ 2020માં લગભગ 40 ટકા એટલે કે 13,400 લોકોને નોકરીમાંથી કાઢ્યા અને હવે કંપનીએ કઈક નફો કરવાની શરૂઆત કરી છે.
PHOTOS: પત્નીએ નદીમાં પડતું મૂક્યું ત્યારબાદ પતિએ મૂક્યું વોટ્સએપ સ્ટેટસ, જોઈને આઘાત લાગશે
આનાથી પણ મોટી ભૂલો કરી ચૂક્યા છે બફેટ
એવું નથી કે વોરેન બફેટની જિંદગીની આ પહેલી ભૂલ છે. તેઓ આ અગાઉ પણ મોટી ભૂલો કરી ચૂક્યા છે. વોરેન બફેટ માને છે કે તેમણે બે વર્ષ પહેલા ક્રાફ્ટ ફૂડ્સને વધુ ભાવે ખરીદ્યા હતા. જ્યારે 2015માં બર્કશાયર અને પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ 3જી કેપિટલે તેને H.J. Heinz Co સાથે મર્જ કરી અને એક નવી કંપની Kraft Heinz Co બનાવી.
1993માં જિંદગીની સૌથી મોટી ભૂલ
આ અગાઉ 2008ના એન્યુઅલ લેટરમાં વોરેન બફેટે કહ્યું હતું કે તેમણે 1993માં Dexter Shoe ને ખરીદી હતી. જે તેમના જીવનની સૌથી ખરાબ ડીલ સાબિત થઈ. તેમણે એટલે સુધી કહી દીધુ કે તેમણે એવો બિઝનેસ ખરીદી લીધો કે જેની કોઈ કિંમત જ નથી. તેમની આ ભૂલ એટલા માટે પણ મોટી હતી કારણ કે તેમણે આ ડીલ કેશમાં નહતી કરી, પરંતુ બર્કશાયરના શેરનો ઉપયોગ કર્યો હતો. જેણે તેના નુકસાનને વધારે પ્રોત્સાહન આપવાનું કામ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે