આખરે 'ઘૂંટણિયે પડ્યા' મનોજ મુંતશિર, કહ્યું- 'આદિપુરુષથી લાગણીઓને ઠેસ પહોંચી, હાથ જોડીને માફી માંગુ છું'

ડાયરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ રિલિઝ થતાની સાથે જ વિવાદમાં સપડાઈ હતી. ફિલ્મના ડાઈલોગ્સે દર્શકોને હચમચાવી દીધા અને દર્શકોએ તેને સંપૂર્ણપણે રિજેક્ટ કરી દીધા.લોકોએ આ ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરને પણ ખુબ જ ટ્રોલ કર્યા. ટ્રોલિંગ બાદ હવે મનોજ મુંતશિરે હાથ જોડીને માફી માંગી છે. 

આખરે 'ઘૂંટણિયે પડ્યા' મનોજ મુંતશિર, કહ્યું- 'આદિપુરુષથી લાગણીઓને ઠેસ પહોંચી, હાથ જોડીને માફી માંગુ છું'

ડાયરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ રિલિઝ થતાની સાથે જ વિવાદમાં સપડાઈ હતી. ફિલ્મના ડાઈલોગ્સે દર્શકોને હચમચાવી દીધા અને દર્શકોએ તેને સંપૂર્ણપણે રિજેક્ટ કરી દીધા. ડાઈલોગની ખુબ જ ટીકા થઈ અને સોશિયલ મીડિયા પર લોકોએ આ ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરને પણ ખુબ જ ટ્રોલ કર્યા. ટ્રોલિંગ બાદ હવે મનોજ મુંતશિરે હાથ જોડીને માફી માંગી છે. 

મનોજ મુંતશિરે માંગી માફી
મનોજ મુંતશિરે ટ્વીટ કરીને ફેન્સ, સાધુ સંતો, અને શ્રીરામના ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે હું સ્વીકારું છું કે ફિલ્મ આદિપુરુષથી જનભાવનાઓને ઠેસ પહોંચી છે. અમારા તમામ ભાઈઓ-બહેનો, વડીલો, પૂજ્ય સાધુ સંતો અને શ્રીરામના ભક્તોને હું હાથ જોડીને બિનશરતી ક્ષમા માંગુ છું. ભગવાન બજરંગ બલી આપણા બધા પર કૃપા કરે, આપણે એક અને અતૂટ રહીને આપણા પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે!

— Manoj Muntashir Shukla (@manojmuntashir) July 8, 2023

આદિપુરુષના ડાઈલોગથી કેમ નારાજ થયા ફેન્સ
આદિપુરુષ રિલીઝ પહેલા ફિલ્મને લઈને દર્શકો વચ્ચે ખુબ ઉત્સાહ હતો. ફિલ્મની તગડી એડવાન્સ બુકિંગ પણ થઈ અને પ્રભાસ-કૃતિની ફિલ્મને ધમાકેદાર ઓપનિંગ પણ મળ્યું. પરંતુ ફિલ્મ જોયા બાદ દર્શકોને ફક્ત નિરાશા સાંપડી. ફિલ્મના ડાઈલોગ્સથી દર્શકો ખુબ નારાજ થયા. લોકોનું કહેવું છે કે મનોજ મુંતશિરે ફિલ્મના ડાઈલોગ રામાયણના સમય મુજબ નહીં પરંતુ આજની બોલચાલ પ્રમાણે લખ્યા. ડાઈલોગ્સને લઈને મનોજ મુંતશિરે લોકોનો ખુબ આક્રોશ ઝેલવો પડ્યો. ટ્રોલિંગ બાદ રાઈટરે અનેકવાર સ્પષ્ટતા પણ કરી અને હવે તેમણે માફી માંગવી પડી છે. 

આદિપુરુષમાં દેખાડવામાં આવેલા હનુમાન, રાવણ, ઈન્દ્રજીત  જેવા પાત્રોના સંવાદથી ગુસ્સે ભરાયેલા દર્શકોએ ફિલ્મનો બોયકોટ કરવાની માંગણી કરી હતી. હાઈકોર્ટ પણ સેન્સર બોર્ડ અને ફિલ્મના નિર્માતા દિગ્દર્શકને ફટકાર લગાવી ચૂકી છે. ત્યારબાદ મેકર્સે ફિલ્મના ડાઈલોગ બદલવાનો નિર્ણય લીધો હતો. હવે ફિલ્મના ડાઈલોગ બદલાઈ ગયા છે પરંતુ આમ છતાં ફિલ્મ દર્શકોને ઈમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news