એક જ ફ્રેમમાં આમિર, રણબીર, રણવીર, શાહરૂખ, આલીયા, દીપિકા અને કરણ જોહર!

કરણ જોહરે તેના ઈન્સ્ટાગ્રામ પર 'ધ બિગેસ્ટ બ્લોકબસ્ટર એવર' લખીને પોસ્ટ કર્યો છે, સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા આ ફોટોને અત્યાર સુધી 7 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે

એક જ ફ્રેમમાં આમિર, રણબીર, રણવીર, શાહરૂખ, આલીયા, દીપિકા અને કરણ જોહર!

મુંબઈઃ કરણ જોહરે તેના ઈન્સ્ટાગ્રામ પર 'ધ બિગેસ્ટ બ્લોકબસ્ટર એવર' લખીને આ ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને અત્યાર સુધી તેને 7 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. સોશિયલ મીડિયા પર આટલા બધા ચર્ચાસ્પદ ફોટો બનવાનું કારણ તેમાં રહેલા સુપરસ્ટાર્સ છે. 

આ ફોટામાં કરણ જોહર અને આલિયા ભટ્ટ શાહરૂખ ખાનના ખોળામાં બેઠા છે તો આમિરખાન તેમની બાજુમાં બેઠો છે. ટૂંક સમયમાં જ જેમનાં લગ્નની શરણાઈઓ વાગી રહી છે એવા રણવીર અને દીપિકા પાદુકોણના ખભા પર દીપિકાનો પૂર્વ પ્રેમી રણબીર કપૂર હાથ મુકીને બેઠો છે. દરેક કલાકાર એક સમયનો સુપરસ્ટાર રહી ચૂક્યો છે. 

આમિર ખાન અને શાહરૂખ ખાન બંને જુદી માટીના કલાકાર છે અને તેમની ફિલ્મો પણ હંમેશાં અલગ વિષયવસ્તુ સાથે આવે છે. આ ઉપરાંત, આમિર અને શાહરૂખ ક્યારેય આવી રીતે પ્રફુલ્લિત અને મસ્તીભરી મુદ્રામાં એકસાથે જોવા મળતા નથી. 

A post shared by Karan Johar (@karanjohar) on

ફોટામાં પ્રેમી પંખીડા પણ છે. ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ એક સમયે એક-બીજાના ગાઢ પ્રેમમાં હતા અને બંનેનાં લગ્નની વાતો પણ ચર્ચાવા લાગી હતી. એવામાં જ કોણ જાણે શું બન્યું અને બંને વિખૂટા પડી ગયા. હાલ, દીપિકા રણવીર સિંહ સાથે પ્રેમમાં છે અને ટૂંક સમયમાં જ બંને લગ્નગ્રંથીથી જોડાવાના છે. 

આલિયા ભટ્ટ શાહરૂખના ખોળામાં બેઠી છે. હાલ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું પ્રેમપ્રકરણ બોલિવૂડમાં ચર્ચાનો વિષય છે અને બંનેના પરિવાર તરફથી પણ તેમના સંબંધ અંગે આડકતરી રીતે સંમતી આપી દેવાઈ છે. કરણ જોહર આ બધાની સાથે ફિલ્મો બનાવી ચૂક્યો છે. 

— Ranbir Kapoor Fan Club (@RanbirKapoorFC) September 27, 2018

હાલ આ બધા જ કલાકાર ફિલ્મોમાં પણ અત્યંત વ્યસ્ત છે. રણવીર (સિમ્બા, તખ્ત અને ગુલ્લી બોય), આલિયા ભટ્ટ (બ્રહ્માસ્ત્ર, ગુલ્લી બોય, તખ્ત), રણબીર (બ્રહ્માસ્ત્ર અને શમશેર), આમિર કાન (ઠગ્સ ઓફ હિન્દોસ્તાન), શાહરૂખ ખાન (ઝીરો) ફિલ્મમાં વ્યસ્ત છે. કરણ જોહર તો ડિરેક્ટર, પ્રોડ્યુસર, કોફી વિથ કરણનો હોસ્ટ અને રેડીયો ચેટનો હોસ્ટ છે એટલે તે પણ વ્યસ્ત રહે છે. અત્યારે માત્ર દીપિકાના હાથમાં પદ્માવત બાદ કોઈ બીજો પ્રોજેક્ટ નથી અને તે રણવીર સાથે નવેમ્બરમાં લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news