કલમ 497 હટાવી સુપ્રીમે વ્યાભિચારીઓને પીળો પરવાનો આપ્યો: દિલ્હી મહિલા પંચ
સુપ્રીમે 497ની કલમ રદ્દ કરીને પાછલા બારણે બહુવિવાહને મંજુરી આપી દીધી છે, હવે વ્યક્તિ છુટાછેડા નહી આપે પરંતુ મહિલાની સામે જ લગ્ન બાહ્ય સંબંધો રાખશે
Trending Photos
નવી દિલ્હી : ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની ખંડ પીટે વ્યાભિચારના પ્રાવધાન સંબંધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 497ને સર્વસમ્મતીથી રદ્દ કરી દીધી હતી. કોર્ટે કહ્યું કે, આ પુરાતન છે અને સમાનતાના અધિકારો તતા મહિલાઓને સમાનતાના અધિકારોનું ઉલ્લંઘન છે. વ્યાભિચારને ગુનાની શ્રેણીથી હટાવવા માટેના સુપ્રીમ કોર્ટના ગુરૂવારના ચુકાદા અંગે કેટલાક નિષ્ણાંતો આશ્ચર્ય ચકિત છે. તેમણે આ ચુકાદાને મહિલા વિરોધી ગણાવ્યો અને ચેતવણી આપી કે આ બિનકાયદેસર સંબંધો ધરાવતા લોકો માટે પરમીટ સમાન છે.
દિલ્હી મહિલા પંચના પ્રમુખ સ્વાતિ માલીવાલે કહ્યું કે, વ્યાભિચારને ગુનાની શ્રેણીમાંથી હટાવીને સુપ્રીમ મહિલાઓની પીડામાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે, વ્યાભિચાર અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે સંપુર્ણ અસંમત છું. ચુકાદો મહિલા વિરોધી છે. એક પ્રકારે દેશનાં પરણીત લોકોને વિવાહોત્તર સંબંધો રાખવા માટેનો પીળો પરવાનો છે. ડીસીડબલ્યુ પ્રમુખે કહ્યું કે, વિવાહ નામના સંબંધની પવિત્રતા જ પછી શું રહેશે ?
માલીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, 497ને લૈંગિક રીતે તટસ્ટ બનાવવા માટે તેને મહિલાઓ અને પુરૂષો બંન્ને માટે ગુનાની શ્રેણીમાં લાવવાનાં બદલે તેને સંપુર્ણ નાબુદ કરી દેવામાં આવ્યો છે. તેને ગુનાની શ્રેણીમાંથી હટાવવો તે અયોગ્ય પગલું છે.
કોર્ટના ચુકાદા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા સામાજીક કાર્યકર્તા વૃંદા અડિગે તેને સ્પષ્ટ કરવાની માંગ કરતા પુછ્યું કે, આ ચુકાદો બહુવિવાહની પણ પરવાનગી આપે છે ? તેમણે કહ્યું કે, જો કે આપણે જાણીએ છીએ કે પુરૂષો ઘણીવાર 2-3 લગ્ન કરી લેતા હોય છે. ત્યારે ઘણી સમસ્યાઓ પેદા થતી હોય છે, જ્યારે પહેલી, બીજી અથવા ત્રીજી પત્નીને છોડી દેવામાં આવતી હોય છે.
કોંગ્રેસ નેતા રેણુકા ચોધરીએ પમ આ મુદ્દે વધારે સ્પષ્ટતા લાવવાની માંગ કરતા કહ્યું કે, આ ત્રિપલ તલાકને ગુનાની શ્રેણીમાં નાખવા જેવું છે. તેમણે કહ્યું કે, જો કે હવે પુરૂષો મહિલાને છુટા છેડા નહી આપે પરંતુ પત્ની હોવા છતા પણ વ્યાભિચાર આચરશે. તેઓ બહુવિવાહ, નિકાહ અને હલાલા કરશે, જે મહિલા તરીકે એક નકરની સ્થિતી પેદા થાય છે. મને નથી લાગતું કે આના કારણે કોઇ પણ મદદની સ્થિતી પેદા થાય. કોર્ટે સ્થિતી સ્પષ્ટ કરવી જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે