Dhanush ના બર્થડે પર રિલીઝ થયું Captain Miller નું ટીઝર, જુઓ હાઈ એનર્જી એક્શન

Captain Miller Teaser: સુપરસ્ટાર ધનુષની મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટીઝર મોડી રાત્રે સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. કેપ્ટન મિલરનું તાબડતોડ એક્શન તમારા તમારા રુંવાટા ઉભા કરી દેશે..

Dhanush ના બર્થડે પર રિલીઝ થયું Captain Miller નું ટીઝર, જુઓ હાઈ એનર્જી એક્શન

Dhanush Captain Miller: સુપરસ્ટાર ધનુષની કૅપ્ટન મિલર દર્શકોમાં ઘણી ચર્ચામાં છે. પીરિયડ ડ્રામા ફિલ્મમાં એક્શનની સાથે સાથે ધનુષના અભિનયનું એવું મિશ્રણ જોવા મળશે કે પુષ્પા, કેજીએફ અને પઠાણ પણ પાછળ છૂટી જશે. અરુણ માથેશ્વરનની ડાયરેક્ટેડ ફિલ્મ કેપ્ટન મિલર આઝાદી પહેલાની સ્ટોરી છે. આ ફિલ્મની પહેલી ઝલક મેકર્સ દ્વારા ધનુષના 40માં જન્મદિવસ એટલે કે 28મી જુલાઈએ રિલીઝ કરવામાં આવી છે.

કેપ્ટન મિલરનું ટીઝર તમારા હોશ ઉડાવી દેશે!

કેપ્ટન મિલર ટીઝરનું 1.33 સેકન્ડનું ટીઝર ગુસબમ્પ્સ આપવા માટે પૂરતું છે. ટીઝર વીડિયોની શરૂઆતમાં ધનુષને જન્મદિવસની શુભેચ્છા, પછી કેટલાક વોન્ટેડના પોસ્ટર જોવા મળે છે.  ટીઝરનો ટ્વિસ્ટ ત્યાં છે, જ્યારે ધનુષની એન્ટ્રી થાય છે. હાથમાં બંદૂક, લાંબા વાળ અને ટ્રાઉઝર સાથે ધનુષની ઝલક જોવા મળે છે. પછી આંખના પલકારામાં, ધનુષ હાથમાં કુહાડી સાથે એક્શન અવતારમાં જોવા મળે છે. કેપ્ટન મિલરના ટીઝરમાં ઉડતી ટ્રક, ચાલતી બંદૂકો અને અદ્ભુત એક્શનની સાથે હાઈ-વોલ્ટેજ ડ્રામાનું મિશ્રણ જોવા મળી રહ્યું છે.

કેપ્ટન મિલરની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા 

આ ફિલ્મ સેંથિલ થિયાગરાજન અને અર્જુન થિયાગરાજન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ધનુષની સાથે શિવરાજકુમાર, સંદીપ કિશન અને પ્રિયંકા મોહન લીડ રોલમાં જોવા મળશે. ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ધનુષના કેપ્ટન મિલરની ચર્ચા થઈ રહી છે. જો અહેવાલોનું માનીએ તો આગામી પાન ઈન્ડિયા ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દીમાં એકસાથે રિલીઝ થશે. કેપ્ટન મિલર 15 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે.

આ પણ વાંચો:
ગુજરાતમાં આજે પણ આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી, વાંચીને જ ઘરની બહાર પગ મૂકજો
Budh Gochar: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિઓનું અમીર બનવું નક્કી, થશે ધન લાભ

WI vs IND: કુલદીપ-જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો પાંચ વિકેટે શાનદાર વિજય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news