Bhavnagar News: ભાવનગરના વિવિધ વિસ્તારોમાં આવતીકાલથી સતત ત્રણ દિવસ માટે વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. શહેરમાં વીજળી લાઈન અને મેઇન્ટેનન્સની કામગીરીને પગલે 20 જુલાઈથી 22 જુલાઈ દરમિયાન સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
Bhavnagar News: ભાવનગર મહુવાની સાત વર્ષની દીકરીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોધાવ્યું છે. સંસ્કૃતના 315 શ્લોકનું મુખપાઠ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. સોશિયલ મીડિયાના જમાનામાં જ્યારે નાની ઉંમરના બાળકો સ્માર્ટફોનની લત લગાવતા હોય છે, ત્યારે મહુવાની સ્તુતિ પાંચાણી 7 વર્ષની ઉંમરમાં 315 શ્લોકનું મુખપાઠ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું. વડોદરા મુકામે મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતી નિમિત્તે 12723 બાળબાલીકાએ એકી સાથે સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું મુખ પાઠ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું.
Bhavnagar News: હંમેશા વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ કીર્તિ પટેલ ફરી ચર્ચામાં આવી છે. કિર્તી પટેલ અને બન્ની ગજેરા ખેડૂતોના મુદ્દે ભાવનગરમાં કૃષિમંત્રીના કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કીર્તિ પટેલે કૃષિમંત્રી જીતુ વાઘાણીને પડકારીને એક નિવેદન આપ્યું છે, જે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જો ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે તો હું જિતુ વાઘાણીના પગ ધોઈને પીશ.
Bhavnagar medical college Raging controversy watch video
Valsad News: ભાવનગરની કુખ્યાત 'તપેલી' ગેંગના 7 સાગરીતોને પારડી પોલીસ અને એલસીબીની ટીમે રૂ. 16.41 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ ગેંગના સભ્યો જેલમાંથી છૂટ્યા બાદ તરત જ ઘરફોડ ચોરી અને બાઈક ચોરી જેવા ગુનાઓને અંજામ આપતા હતા.
Bhavnagar News: ભાવનગર શહેરના રિંગરોડ ઉપર ટ્રક, બાઈક અને કાર વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત. ત્રિપલ અકસ્માતમાં બાઈક પર સવાર કાકા ભત્રીજા ના મોત, બે ને ગંભીર ઈજા. અકસ્માતમાં રાકેશભાઈ મનસુખભાઈ બારૈયા અને બેચરભાઈ ખાટાભાઈ બારૈયાનું મોત. બંને કાકા ભત્રીજા રામ દરબારમાંથી ઘરે પરત જઈ રહ્યા હતા. જે દરમ્યાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલી ફોરવ્હીલ કારના ચાલકે અકસ્માત સર્જયો.
Bhavnagar Crime News : ભાવનગરમાં હત્યાનો બદલો લેવા માટે ખૂની ખેલ ખેલાયો. ભાઈની હત્યાનો બદલો લેવા બીજા ભાઈએ બે યુવકો પર કાર ચઢાવી હતી, જેમાં નિર્દોષ યુવકનું મોત નિપજ્યું, તો બે યુવકોની હાલત ગંભીર છે. જાણો શું છે ભાવનગરની આ મર્ડર મિસ્ટ્રી...
Bhavnagar News: ભાવનગરના જૂના વડવા ગામમાં વેલ્ડીંગની દુકાન ચલાવતા ભરતભાઈ બારડને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોર્પોરેશનની ચૂંટણીમાં ઉતારી કોર્પોરેટર બનાવવામાં આવ્યા હતા, જેમાં પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન તેઓની બાકીની અઢી વર્ષની ટર્મ માટે મેયર તરીકે પસંદગી કરવામાં આવી હતી, જોકે મેયર તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી ટિકિટ નહીં મળતા તેઓ પોતાના રોજિંદા વ્યવસાયિક જીવનમાં પાછા ફર્યા છે. આજે તેઓ પોતાની વેલ્ડિંગની દુકાનમાં કામ કરતા જોવા મળી રહ્યા છે અને 'કોઈ પણ કામ નાનું નથી હોતું' તેવી લોકોને પ્રેરણા પણ આપી રહ્યા છે.
Bhavnagar Accident:ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત. ભડભીડ ટોલનાકા નજીક સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના મોત. ભાલ પંથકના ભડભીડ ટોલનાકાથી એક કિલોમીટર દૂર સર્જાયો હતો અકસ્માત. ત્રણ નંબરની ખાડી પાસે મોડીરાત્રે ઓવરસ્પીડમાં આવી રહેલી કારનો અકસ્માત. હાઇવે પર ઉભેલા કન્ટેનરની પાછળના ભાગે કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.
Lovers High Voltage Drama : ભાવનગરમાં એક યુવતી તેની બહેનપણી સાથે યુવકના ઘરે પહોંચી હતી, અને લગ્ન કરવાની વાત કરી હતી. આ બાદ મામલો એવો બિચક્યો કે સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો. યુવક યુવતીએ એકબીજા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી, જાણો શું છે પ્રેમીપંખીડાઓનો આ હાઈવોલ્ટેજ ડ્રામા
Gujarat Tourists Death In Himachal : વેકેશન હોવાથી ભાવનગરનો ફતનાની અને ભોપાણી પરિવાર હિમાચલ પ્રદેશ ફરવા ગયો હતો. આજે સવારે તેમની ગાડી ઊંડી ખીણમાં ખાબકી હતી, જેમાં પરિવારના 6 સદસ્યોના મોત નિપજ્યા છે
Talaja Soni couple murder case : ભાવનગર જિલ્લાના તળાજામાં સોની દંપતીના મોતના ચકચાર બનાવ પરથી આખરે પડદો ઉંચકાયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સોની દંપતીનું મોત કોઈ અકસ્માત કે આગને કારણે નહિ પરંતુ હત્યા થઈ હોવાનો ઘટઃસ્ફોટ થયો છે. જેના બાદ પુત્ર અને પુત્રવધુનો અસલી ખેલ બહાર આવ્યો
MLA Heera Solanki Statement : ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ સભામાં ગર્જના કરી હતી. તેઓએ બંગાળ પણ ગુજરાતના વિકાસની ઈર્ષ્યા કરે છે તેવી વાત કરી હતી.
Bhavnagar News: મહુવાની પ્રખ્યાત જમાદાર કેરી તેના નામ જેવી જ ગુણવત્તા રાખતી કેરી છે અને આના પર એક કહેવત છે કે જેના મુછ પર લીંબુ લટકતા હોય તે જ આ કેરી ખાઈ શકે આ કહેવત સાંભળીને તમને નવાઈ લાગશે કેમકે આ કેરી બીજી કેરી કરતા બે ગણો ભાવો હોય છે તેના કારણે આ કહેવત આના નામ સાથે જોડવામાં આવી છે.
Bhavnagar News: ગુજરાત ભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માહોલ જામ્યો છે ત્યારે મહુવાના હરીપરા રોડ પર આવેલ ડુંગળી પીલવાના કેપ્ટન ફૂડ ડીહાઈડ્રેશન કારખાના પાછળના રૂમમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ.
Bhavnagar Politics : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટલી બદલાનો ખેલ મોટાપાયે ગુજરાતમાં ચાલી રહ્યો છે, પરંતુ ભાવનગરના ભાજપના મહિલા કોર્પોરેટર સેજલ ગોહિલે જે કર્યું તે ચર્ચામાં રહ્યું. ભાજપને અસુરક્ષિત ગણાવીને કોંગ્રેસમાં ગયેલા મહિલા કોર્પોરેટર માત્ર બે કલાકમાં પાટલી બદલીને ફરી ભાજપમાં આવ્યા હતા, આ કારણે તેઓ ચર્ચામાં આવ્યા
Bhavnagar youth murder case updates:ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુક્ડ ગામે ગતરાત્રીના યુવકની કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી હતી. યુવકને અમદાવાદ રહેતી યુવતી સાથે પ્રેમ સબંધ હોય જે સબંધ યુવતીના પિતાને મંજુર ન હોય જેને લઈ ત્રણ વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કરી લીધા હતા. જેની દાઝ રાખી યુવતીના પિતાના કહેવાથી 3 શખસોએ યુવકને છરીના આડેધડ ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાખી નાસી છૂટ્યા હતા. જે મામલે મૃતક યુવકની માતાએ યુવતીના પિતા સહિત ચાર શખ્સો સામે વરતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીની કલાકોમાં જ ચાર પૈકી ત્રણ આરોપીને ઝડપી લીધા છે. જયારે મુખ્ય આરોપી હજુપણ પોલીસ પકડથી દૂર હોય તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Bhavnagar Ring Road : ગુજરાતમાં વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે એક કડવી હકીકત સામે આવી રહી છે. વિકાસના કામો થાય છે, પરંતુ સમયસર પૂરાં થવા માટે જાણે સંઘર્ષ કરે છે, અને આ સંઘર્ષનો ભોગ બને છે સામાન્ય જનતા. ભાવનગર શહેરનો એકમાત્ર રિંગરોડ, જે છેલ્લા 5 વર્ષથી બની રહ્યો છે. રોડનું કામ પૂર્ણ થતું જ નથી જેના કારણે પ્રજા પરેશાન છે. ત્યારે જુઓ તંત્રના પાપે અધૂરી કામગીરી અને પરેશાન પ્રજાનો આ અહેવાલ...
Bhavnagar News: પાલીતાણા સ્થિત સિદ્ધ ક્ષેત્ર બાલાશ્રમમાં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં ત્યાંના ગૃહપતિએ આઠ જેટલા સગીર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું બહાર આવ્યું છે. બાલાશ્રમમાં રહીને અભ્યાસ કરતા ગરીબ પરિવારના આ માસૂમ બાળકોને ધમકાવીને ગૃહપતિ લાંબા સમયથી તેમનું શોષણ કરી રહ્યો હતો. આ ગંભીર બાબતની જાણ થતા બાળકોના પરિવારોએ તાત્કાલિક ભાવનગર એસપીને રજૂઆત કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
Vacation Guide 2026: ગુજરાતમાં એવા અઢળક પ્રવાસન સ્થળો છે જે તમને એક આહલાદક અનુભવ આપશે. હવે પરીક્ષાઓની સીઝન છે અને પછી લોકો ફરવા ઉપડશે. આજે અમે તમને ગુજરાતના એક એવા પ્રવાસન સ્થળ વિશે જણાવીશું જે સૌરાષ્ટ્રમાં છે અને સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાય છે. તો ખાસ જાણો તેના વિશે.
Seedless Lemon Farming Bhavnagar: પરંપરાગત ખેતી છોડી બાગાયતી પાકો તરફ વળ્યા ભાવનગરના ખેડૂત. બ્રોકલી અને પર્પલ કોબી જેવા પાકોથી મેળવે છે મબલખ આવક. ગુજરાતની ખેતીમાં નવો આયામ ભાવનગરના પ્રગતિશીલ ખેડૂતે અપનાવ્યો છે. તેની વાડીમાં લહેરાતા 15 પ્રકારના પાકના જોરે બારેમાસ કમાણીની નવી રાહ ચીંધી છે. ભાવનગરના ખેડૂત સીડલેસ લીંબુ અને શાકભાજી દ્વારા માલામાલ થયા છે. 15 પ્રકારના શાકભાજી અને બાગાયતી પાકો થકી વર્ષે લાખોની કમાણી કરે છે ખેડૂત.
Agriculture News: આજના સમયમાં યુવાનો ખેતી કરવાનું છોડી દૂર જઈ રહ્યાં છે ત્યારે ભાવનગરના એક એન્જિનિયર યુવકે ઉદાહરણ પૂરુ પાડ્યું છે. ભાવનગરના આ યુવકે મશરૂમની ખેતી કરી કમાલ કર્યો છે. આજે મશરૂમની ખેતી દ્વારા યુવક સારી કમાણી પણ કરી રહ્યો છે. આવો તેના વિશે તમને જણાવીએ.