PHOTOS: મલાઈકાએ બિકીનીમાં એકદમ હોટ તસવીરો શેર કરી, યૂઝરે કહ્યું-ઉંમર પ્રમાણે રહો
મલાઈકા અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી કેટલીક તસવીરો શેર કરી છે જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે.
Trending Photos
મુંબઈ: મલાઈકા અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી કેટલીક તસવીરો શેર કરી છે જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે. તસવીરોમાં મલાઈકા પાણીની અંદર જોવા મળી રહી છે. તેણે ચાર તસવીરોનું કોલાજ શેર કર્યુ છે. તસવીરોને લઈને યૂઝર્સ મલાઈકાને ખુબ ટ્રોલ કરી રહ્યાં છે.
તેની તસવીર પર એક યૂઝરે કોમેન્ટ કરી કે એક માતા બિકીની પહેરીને ઈન્સ્ટાગ્રામ પર તસવીર કેવી રીતે શેર કરી શકે. કોઈ યૂઝરે ચીપ તો કોઈએ લખ્યું કે ટીનએજરની જેમ વર્તન ન કરવું જોઈએ. કોઈ તેને યોગ્ય કપડાં પહેરવા સુદ્ધાની સલાહ આપી દીધી. કોઈએ લખ્યું કે શકલ જોઈ છે તમારી. એક યૂઝરે કહ્યું કે ઉંમર પ્રમાણે રહો.
સોશિયલ મીડિયા પર કોઈ પણ સેલેબ્રિટી ટ્રોલ થવાથી બચતી નથી. કોઈ જવાબ આપે છે તો કોઈ ચૂપચાપ રહે છે. ટ્રોલિંગ અંગે સોનાક્ષી સિન્હાએ એકવાર ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તેનાથી મને કોઈ ફરક પડતો નથી મારે તેમાંથી બહાર આવવાની કોઈ જરૂર પડતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે