પ્લીઝ! આ વાંચ્યા વગર ન ભરતા ઓનલઆઇન ઈ-મેમો, નહીંતર પેટ ભરીને પસ્તાશો કારણ કે....

અમદાવાદ ટ્રાફિક પોલીસે ઈ-મેમો ભરવા માટેની વેબસાઇટ payahmedabadechallan.org લોન્ચ કરી છે

પ્લીઝ! આ વાંચ્યા વગર ન ભરતા ઓનલઆઇન ઈ-મેમો, નહીંતર પેટ ભરીને પસ્તાશો કારણ કે....

અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરતા લોકોને મોટાપાયે ઈ-મેમો આપવામાં આવી રહ્યા છે. આ ઈ-મેમો ઓનલાઇન ભરવા માટે  અમદાવાદ ટ્રાફિક પોલીસે વેબસાઇટ payahmedabadechallan.org પણ લોન્ચ કરી છે. જોકે આ વેબસાઇટ જ વિવાદનો મુદ્દો બની ગઈ  છે કારણ કે એ સદંતર અસુરક્ષિત છે અને હેકર્સ એને ચપટી વગાડતા જ હેક કરી શકે છે. 

Photo

સામાન્યરી તે હેકર્સથી બચવા માગતી દરેક વેબસાઇટ પ્રાથમિક સુરક્ષા તરીકે Secure Sockets Layer (SSL) સર્ટીફિકેટ લેતી હોય છે. આ સર્ટિફિકેટની કિંમત ફક્ત રુ.700 છે પરંતુ દર મહિને લાખો રુપિયા દંડ પેટે વસૂલ કરતા ટ્રાફિક વિભાગે નાગરીકોનું નામ, સરનામું, લાઇસન્સ નંબર, બર્થ ડેટ જેવી માહિતીની સુરક્ષા માટે રાખવાની દરકાર નથી લીધી. 

મળતી માહિતી પ્રમાણે શહેરમાં દૈનિક 500થી વધુ ઈ-મેમો આપવામાં આવે છે. જેમાંથી 20 ટકાના રીકવરી રેટ સાથે દરરોજ 100 જેટલા લોકો ઈ-મેમો ભરે છે. જેમાં લોકોની સગવડ માટે અને વધુ લોકો ઈ-મેમો ભરે તે માટે શહેર પોલીસે ગત એપ્રિલ માસમાં ઈ-મેમો ઓનલાઇન ભરવા માટે વેબસાઈટ લોંચ કરી છે. જોકે પાછલા થોડા દિવસથી જ્યારે પણ કોઈપણ યુઝર્સ આ વેબાસઇટ પર લોગ ઇન કરે છે ત્યારે તેમને પહેલો મેસેજ એવો આવે છે કે, ‘તમારુ કનેક્શન પ્રાઇવેટ નથી, હેકર્સ payahmedabadechallan.org પરથી તમારી ડિટેઇલ ચોરી શકે છે. (ઉ.હ. તરીકે તમારો પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ ડીટેઇલ, અન્ય પર્સનલ માહિતી વગેરે.)’. આ મેસેજમાં જણાવાયું છે કે વેબસાઇટનું સિક્યોરિટી સર્ટિફિકેટ 21 દિવસ પહેલા જ તેની સમયાવધી પૂર્ણ કરી ચૂક્યું છે. જોકે અહીં જોવા જેવી વાત તો એ છે કે આ સર્ટિફિકેટને રીન્યુ કરવા માટે રુ.500 થી રુ.700 જેટલો ચાર્જ લાગે છે. સાઇબર સુરક્ષા નિષ્ણાંતોમત પ્રમાણે આ સર્ટિફિકેટ વગર વેબસાઇટ હેકર્સ અને ફ્રોડ કરવા માગતા લોકો સરળતાથી સાઇટ હેક કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news