મારૂ યૌન શોષણ એક ડાયરેક્ટરે કર્યું, તે સમજવામાં વર્ષો લાગી ગયાઃ સ્વરા ભાસ્કર

અભિનેત્રીએ કોઈનું નામ લીધા વગર કહ્યું કે, કાર્યસ્થળ પર તેની સાથે ખરાબ વર્તન થયું હતું અને તેનું શોષણ કરનાર વ્યક્તિ ડાયરેક્ટર હતો.   

Updated By: Jan 19, 2019, 01:57 PM IST
મારૂ યૌન શોષણ એક ડાયરેક્ટરે કર્યું, તે સમજવામાં વર્ષો લાગી ગયાઃ સ્વરા ભાસ્કર
ફોટો સાભાર -ઇન્સ્ટાગ્રામ

મુંબઈઃ અભિનેત્રી સ્વરા ભાસ્કરનું કહેવું છે કે, એક ડાયરેક્ટરે તેનું યૌન શોષણ (Sexual Harassment) કર્યું અને તે વાતને સમજવામાં તેને 6-8 વર્ષ લાગી ગયા. અભિનેત્રીએ કોઈનું નામ લીધા વિના કાર્યસ્થળ પર તેની સાથે થયેલા ખરાબ વ્યવહાર અને તેનું શોષણ કરનાર વ્યક્તિ એક ડાયરેક્ટર હતો. 

સ્વરાએ કહ્યું, મને તે અનુભવ કરવામાં 6-8 વર્ષ લાગી ગયા. જ્યારે મેં કોઈ બીજાને આ રીતે ખરાબ અનુભવ વિશે એક પેનલમાં વાત કરતા સાંભળ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી સાથે ત્રણ વર્ષ પહેલા જે થયું હતું તે યૌન શોષણ હતું. 

અભિનેત્રીનું કહેવું છે કે, યુવતીઓને યૌન શોષણવાળા વ્યવહારની ઓખળ કરવાની શિક્ષા આપવામાં આવતી નથી. પ્રાઇમ એચડી પર હાર્વે વાઇન્સ્ટીનના જીવન પર આયોજીત એક પેનલ ચર્ચામાં સ્વરા બોલી રહી હતી. અભિનેત્રી દિયા મિર્ઝા, આનંદ પટવર્ધન પણ આ ચર્ચામાં સામેલ હતા. 

કાર્યસ્થળ પર યૌન શોષણ મહામારી જેમઃ સ્વરા
આ પહેલા સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે, કાર્યસ્થળ પર યૌન શોષમ મહામારીની જેમ છે અને તે ફિલ્મ અને ટેલીવિઝન ઉદ્યોગના માધ્યમથી આ સંબંધમાં જાગરૂતતા ફેલાવવાની આશા રાખે છે. અભિનેત્રી શરૂઆતથી ભારતમાં હેશટેગ મીટૂનું સમર્થન કરી રહી છે. 

#MeToo પર સિંધુ બોલી, આપણા પર થયેલા શોષણ પર વાત કરો, તેમાં કોઈ શરમ નથી

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશને હાલમાં જાહેરાત કરી કે તે મનોરંજન ઉદ્યોગમાં યૌન શોષણ જેવા મામલાને રોકવા માટે સમિતિની રચના કરશે અને સ્વરા ભાસ્કર, રેણુકા શહારે અને રવીના ટંડન જેવી અભિનેત્રીઓ તેની સભ્ય હશે. 

સમિતિમાં પોતાની ભૂમિકા વિશે સ્વરાએ કહ્યું, હું સિંટા દ્વારા રચાયેલી સહ-સમિતિનો ભાગ છું, જે કાર્યસ્થળ પર યૌન શોષણ વિરુદ્ધ તેના સભ્યો દ્વારા જાગરૂતતા વર્કશોપ આયોજીત કરશે. અમારા મનોરંજન ઉદ્યોગમાં કુલ 24 યૂનિયન છે અને તેના પાંચ લાખથી વધુ સભ્યો છે. તો અમે આ મુદ્દા પર અન્ય યૂનિયનો સાથે કામ કરવાનો પ્રયત્ન કરીશું.