મ્યૂઝિક ડાયરેક્ટર વાજિદ ખાનનું મોડી રાત્રે નિધન, બોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું

સલમાન ખાનની ફિલ્મ 'દબંગ' અને 'ટાઇગર જિંદા હૈ' જેવી હિટ ફિલ્મોનું સંગીત આપનાર બોલીવુડના મ્યૂઝિક ડાયરેક્ટર વાજિદ ખાનનું રવિવારે રાત્રે નિધન થઇ ગયું છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્ડ એટેક આવતાં નિધન થયું છે.

Updated By: Jun 1, 2020, 07:21 AM IST
મ્યૂઝિક ડાયરેક્ટર વાજિદ ખાનનું મોડી રાત્રે નિધન, બોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું

મુંબઇ: સલમાન ખાનની ફિલ્મ 'દબંગ' અને 'ટાઇગર જિંદા હૈ' જેવી હિટ ફિલ્મોનું સંગીત આપનાર બોલીવુડના મ્યૂઝિક ડાયરેક્ટર વાજિદ ખાનનું રવિવારે રાત્રે નિધન થઇ ગયું છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્ડ એટેક આવતાં નિધન થયું છે.

વાજિદ ખાનના નિધનની પુષ્ટિ સિંગલ સલીમ મર્ચેંટએ સોશિયલ મીડિયા પર કરી હતી. તેમણે લખ્યું કે 'સાજિદ-વાજિદ ફેમ મારા ભાઇ વાજિદના નિધનના સમાચારથી મને ઉંડો આધાત છે. ભાઇ, તમે ખૂબ જલદી ગયા. આ આપણા કુંટુબના લોકો માટે મોટો આંચકો છે. હું તૂટી ગયો છું.''

વાજિદના નિધનથી બોલીવુડમાં શોકની લહેર છે. પ્રિયંકા ચોપડા, સોનૂ નિગમ, સલીમ મર્ચેંટ સહિત ઘણી બોલીવુડ હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ વાજિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રિયંકાએ ટ્વિટ કરીને લખ્યું કે ''દુખદ સમાચાર. એક વાત જે મને હંમેશા યાદ રહેશે તે વાજિદ ભાઇની સ્માઇલ, હંમેશા હસતા રહેતા હતા. ખૂબ જલદી જતા રહ્યા. તેમના પરિવાર અને શોક વ્યક્ત કરનાર લોકો પ્રત્યે મારી સંવેદના. તમારી આત્માને શાંતિ મળે મારા મિત્ર.

સાજિદ-વાજિદની જોડી બોલીવુડમાં ખૂબ ફેમસ રહી છે. વાજિદે સિંગર તરીકે સલમાન ખાન માટે 'હમકા પાની હૈ, 'મેરા હી જલવા' સહિત ઘણા હીટ ગીતો પણ ગાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube