Video: કંગનાના આઝાદીવાળા નિવેદનથી આ અભિનેત્રીને લાગ્યો ઊંડો આઘાત, હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું!

અભિનેત્રી કંગના રનૌત હાલમાં 'ભીખમાં મળેલી આઝાદી' નિવેદનના કારણે ફરીથી ચર્ચામાં છે. અનેક હસ્તીઓએ કંગનાના આ નિવેદનનો વિરોધ કર્યો છે. હવે કંગનાના આ નિવેદન પર રાખી સાવંતે પ્રતિક્રિયા આપી છે. રાખીએ જણાવ્યું કે તેને ઊંડો આઘાત લાગ્યો છે અને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. તેણે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કંગનાને ખરી ખોટી સંભળાવતી જોવા મળે છે. 
Video: કંગનાના આઝાદીવાળા નિવેદનથી આ અભિનેત્રીને લાગ્યો ઊંડો આઘાત, હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું!

નવી દિલ્હી: અભિનેત્રી કંગના રનૌત હાલમાં 'ભીખમાં મળેલી આઝાદી' નિવેદનના કારણે ફરીથી ચર્ચામાં છે. અનેક હસ્તીઓએ કંગનાના આ નિવેદનનો વિરોધ કર્યો છે. હવે કંગનાના આ નિવેદન પર રાખી સાવંતે પ્રતિક્રિયા આપી છે. રાખીએ જણાવ્યું કે તેને ઊંડો આઘાત લાગ્યો છે અને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. તેણે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કંગનાને ખરી ખોટી સંભળાવતી જોવા મળે છે. 

તને ભીખમાં મળ્યો છે એવોર્ડ
રાખી સાવંતે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે હોસ્પિટલના બેડ પર સૂતેલી જોવા મળે છે. વીડિયોમાં રાખી સાવંત કહે છે કે 'હું હોસ્પિટલમાં છું દોસ્તો. નર્સ મારું ચેકઅપ કરે છે. હું બીમાર થઈ ગઈ છું, શોકમાં છું. એક અભિનેત્રી, જેને હાલમાં જ પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, તેણે કહ્યું કે આપણને આઝાદી ભીખમાં મળેલી છે. આપણા પર દયા આવી ગઈ. શું તમે લોકો તમારા દેશને પ્રેમ નથી કરતા? હું તો ખુબ કરું છું અને તમે લોકો પણ કરતા હશો. આવા લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવે છે. ભીખમાં તો તને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. આપણા દેશના જવાનોએ કારગિલ પર જીત મેળવી, શું તેમનું બલિદાન વ્યર્થ છે. જે પ્રકારે કમેન્ટ કરાઈ રહી છે તેનાથી મને ખુબ દુ:ખ થયું છે દોસ્તો.'

કંગનાના આ નિવેદન પર મચી છે બબાલ
અત્રે જણાવવાનું કે કંગના રનૌતે હાલમાં જ એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે 1947માં આઝાદી નહીં પરંતુ ભીખ મળી હતી. કંગનાનું કહેવું હતું કે અસલમાં આઝાદી વર્ષ 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ મળી છે. તેના આ નિવેદન બાદ બબાલ મચી છે. મ્યુઝિક કમ્પોઝર વિશાલ દદલાણીએ કંગનાના આ નિવેદનની ટીકા કરી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો જેમાં ભગત સિંહની તસવીર બનેલી છે. તેણે ફોટો કેપ્શનમાં લખ્યું કે 'તે મહિલાને યાદ અપાવો જેણે કહ્યું કે આઝાદી ભીખમાં મળી હતી. 23 વર્ષની ઉંમરમાં શહીદ થયેલા ભગત સિંહે આઝાદી માટે પોતાનો જીવ આપ્યો હતો. તેઓ પોતાના હોઠ પર હાસ્ય લાવીને ગીત ગાતા ફાંસી પર ચડી ગયા હતા. તેને યાદ અપાવો કે સુખદેવ, રાજગુરુ, અશ્ફાકુલ્લા અને હજારો અન્ય લોકોએ કે જેમણે ઝૂકવાની ના પાડી હતી, ભીખ માંગવાનો ઈન્કાર કર્યો હતો. તેને મજબૂતાઈથી યાદ અપાવો જેથી કરીને તે આ ભૂલ દોહરાવવાની હિંમત ન કરે.'

કંગનાએ ફેંકયો હતો પડકાર
નિવેદન અંગે થઈ રહેલા વિરોધ વચ્ચે કંગનાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં એક પોસ્ટ લખી. ફક્ત યોગ્ય વિવરણ આપવા માટે..'1857 સ્વતંત્રતા માટે પહેલી સામૂહિક લડત હતી અને સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ અને વીર સાવરકરજી જેવા મહાન લોકોએ પોતાનું યોગદાન આપ્યું.' તેણે લખ્યું કે 1857 મને ખબર છે પરંતુ 1947માં કયું યુદ્ધ થયું હતું, મને ખબર નથી. જો કોઈ મને માહિતગાર કરી શકે તો હું મારો પદ્મશ્રી પાછો આપી દઈશ અને માફી માંગી લઈશ. કૃપા કરીને તેમાં મારી મદદ કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news