Corona વાયરસનો ડર, PPE Kit પહેરી શાકભાજી ખરીદવા પહોંચી આ અભિનેત્રી, જુઓ Video

ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત (Rakhi Sawant) હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહી છે. હવે વધુ તેનો એક વીડિયો વાયરલ થયો છે, જે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. 

Corona વાયરસનો ડર, PPE Kit પહેરી શાકભાજી ખરીદવા પહોંચી આ અભિનેત્રી, જુઓ Video

નવી દિલ્હીઃ રાખી સાવંત  (Rakhi Sawant) પોતાના બેબાક અંદાજ અને બોલ્ડ અવતાર માટે જાણીતી છે. રાખી બિહ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ મીડિયાની નજરોમાં છવાયેલી છે. તેના ફોટો અને વીડિયો વાયરલ થતા રહે છે. એકવાર ફરી રાખી નવા અવતારમાં લોકોની સામે આવી છે. 

રાખીએ પહેરી PPE Kit
રાખી સાવંત (Rakhi Sawant) ને આમ જ લોકો ડ્રામા ક્વિન નથી કહેતા. તે હંમેશા કંઈક કરતી રહે છે. થોડા દિવસ પહેલા તે મિની સ્કર્ટમાં શાકભાજી ખરીદતી જોવા મળી હતી. તો હવે તે મુંબઈના રસ્તાઓ પર પીપીઈ કિટ (PPE Kit) પહેરીને શાક ખરીદતી જોવા મળી છે. આ અંદાજમાં રાખીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

સલમાન બન્યો મસીહા
આ પહેલા રાખીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે સલમાન ખાનનો પોતાના માતાના ઓપરેશન માટે આભાર માન્યો હતો. તેણે સલમાન અને સોહેલ ખાનને મસીહા ગણાવ્યા હતા. સાથે રાખીએ કોરોનાથી બચીને રહેવાની સલાહ આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news