Corona Vaccine: સીરમની કોવિશીલ્ડ કરતા મોંઘી મળશે 'કોવૈક્સીન', ભારત બાયોટેકે જાહેર કર્યા ભાવ
ભારત બાયોટેકે પોતાની વેક્સિન કોવૈક્સીનના ભાવ નક્કી કર્યા છે. ખાનગી હોસ્પિટલોને કોવૈક્સીન 1200 રૂપિયા અને રાજ્યોને 600 રૂપિયામાં મળશે. તો કેન્દ્ર સરકારને કોવૈક્સીન 150 રૂપિયામાં મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વેક્સિનની કિંમતને લઈને રાજ્ય અને કેન્દ્ર વચ્ચે રાજકીય નિવેદનબાજી ચાલી રહી છે. આ વચ્ચે સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ બાદ ભારત બાયોટેકે પોતાની વેક્સિન કોવૈક્સીનના ભાવ નક્કી કર્યા છે. ખાનગી હોસ્પિટલોને કોવૈક્સીન 1200 રૂપિયા અને રાજ્યોને 600 રૂપિયામાં મળશે. તો કેન્દ્ર સરકારને કોવૈક્સીન 150 રૂપિયામાં મળશે.
તમને જણાવી દઈએ કે શનિવારે ભારત બાયોટેકે પોતાની વેક્સિન કોવૈક્સીનના ભાવ નક્કી કર્યા છે. તે પ્રમાણે રાજ્ય સરકારોને 600 રૂપિયા અને કેન્દ્રને 150 રૂપિયામાં આપવામાં આવશે. તો ખાનગી હોસ્પિટલોને આ વેક્સિન 1200 રૂપિયામાં મળશે. એક્સપોર્ટ ડ્યૂટીની કિંમત 15-20 ડોલર રાખવામાં આવી છે.
#COVID19 | Following the Govt of India directives, we announce the prices of COVAXIN vaccines - Rs 600 per dose for state hospitals and Rs 1,200 per dose for private hospitals: Bharat Biotech pic.twitter.com/1m8On8mhKD
— ANI (@ANI) April 24, 2021
ઉલ્લેખનીય છે કે આ પહેલા સીરમ ઈન્સ્ટિટ્યૂટે વેક્સિન કોવિશીલ્ડના ભાવ નક્કી કર્યા હતા. કોવિશીલ્ડ અને કોવૈક્સીનની તુલના કરીએ તો ભારત બાયોટેકની વેક્સિન મોંઘી છે. ખાનગી હોસ્પિટલો માટે કોવિશીલ્ડની કિંમત 600 રૂપિયા અને રાજ્યો માટે 400 રૂપિયા છઠે. જ્યારે કોવૈક્સીન ખાનગી હોસ્પિટલોને 1200 અને રાજ્ય સરકારોને 600 રૂપિયા પ્રતિ ડોઝ મળશે.
ભારત બાયોટેકનું કહેવું છે કે સરકારના નિર્દેશો અનુસાર અમે Covaxin ડોઝની કિંમતોની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર માટે પ્રતિ ડોઝ 600 અને ખાનગી હોસ્પિટલ માટે 1200 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કરવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે