17 વર્ષની ઉંમરે આ સ્ટાર કિડનું બોલીવુડમાં થશે ધમાકેદાર ડેબ્યુ, નામ જાણીને ચોંકી જશો

આ સ્ટાર કિડની માતાએ 90ના દાયકામાં ધમાલ મચાવી હતી. તે સમયે દરેક યુવાના હ્રદય પર રાજ કરતી હતી. સલમાન ખાન સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. હવે આ અભિનેત્રીની પુત્રી પણ બોલીવુડમાં ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે. 

17 વર્ષની ઉંમરે આ સ્ટાર કિડનું બોલીવુડમાં થશે ધમાકેદાર ડેબ્યુ, નામ જાણીને ચોંકી જશો

Rasha Thadani 90ના દશકની સુંદર અભિનેત્રી રવિના ટંડન આજે પણ લોકોના દિલો પર કરે છે રાજ. ત્યારે બહુ જલ્દી તેની દીકરી પણ ફિલ્મી દુનિયામાં પ્રવેશ માટે છે તૈયાર. રવિના ટંડનની દીકરી રાશા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે અને ખાસ વાત એ છે કે રવિનાની દીકરીનું ડેબ્યૂ અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથે થવા જઈ રહ્યું છે.
  
રાશા અને અમાન અભિષેક કપૂરની એક્શન એડવેન્ચર ફિલ્મમાં જોવા મળશે
મીડિયા રિપોર્ટ્સના અનુસાર  'કાઈ પો છે' ફેમ ડિરેક્ટર અભિષેક કપૂર એક એક્શન એડવેન્ચર ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. જેમાં આ બંને સ્ટાર  કિડ્સની જોડી જોવા મળશે. જો કે આ ફિલ્મનું ટાઈટલ હજુ ફાઈનલ થયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક કપૂરે આ આગામી પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. એવા પણ અહેવાલ છે કે અજય દેવગન પણ તેના ભત્રીજા અમાનની ડેબ્યૂ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન માટે ખાસ લુક તૈયાર કરવામાં આવ્યો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rasha (@rashathadani)

અભિષેક કપૂર ઘણાં કલાકારોને બોલિવૂડમાં લોન્ચ કર્યા છે.
 ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અભિષેક કપૂર ઘણા કલાકારોને બોલિવૂડમાં લોન્ચ કરી ચૂક્યા છે. જેમ કે અભિષેક કપૂરે  ફરહાન અખ્તરથી લઈને સુશાંત સિંહ રાજપૂત, રાજકુમાર રાવ, સારા અલી ખાન સુધીના ઘણા કલાકારોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રજૂ કર્યા છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે રાશા અને અમાન પણ અભિષેક કપૂરની ફિલ્મ સાથે શાનદાર શરૂઆત કરવાના છે. રાશા વિશે વાત કરીએ તો તે હવે 17 વર્ષની છે અને ઘણીવાર તેની માતા રવિના ટંડન સાથે ફિલ્મ ઇવેન્ટ્સમાં જોવા મળે છે. રાશાનો લુક રવીના જેવો જ છે. આવી સ્થિતિમાં ચાહકો રાશાના બોલિવૂડ ડેબ્યૂને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Aaman Devgan with Nysa Devgn

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news