ઋષિ કપૂરે કહ્યું રણવીર અને પત્ની નીતૂ બન્યા ઢાલ, આ રીતે જીતી કેન્સર વિરૂદ્ધ જંગ

બોલીવુડના સીનિયર એક્ટર ઋષિ કપૂર હાલમાં ન્યૂયોર્કમાં પત્ની નીતૂ સાથે પોતાની સારવાર કરાવી રહ્યા છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ઋષિ કપૂર ઓગસ્ટમાં દેશ વાપસી કરી શકે છે. ગત નવ મહિનાથી ઋષિ કપૂર ન્યૂયોર્કમાં છે જે કેન્સર વિશે ખબર પડતાં ત્યાં ગયા હતા. કેન્સર સામે સફળતાપૂર્વક જંગ લડ્યા બાદ ઋષિ કપૂરે પોતાના તાજેતરના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે આ દરમિયાન કેવી રીતે તેમનો પુત્ર રણબીર કપૂર અને તેમની પત્ની નીતૂ કપૂરે ઢાલ બનીને તેમનો ખ્યાલ રાખ્યો છે. 
ઋષિ કપૂરે કહ્યું રણવીર અને પત્ની નીતૂ બન્યા ઢાલ, આ રીતે જીતી કેન્સર વિરૂદ્ધ જંગ

નવી દિલ્હી: બોલીવુડના સીનિયર એક્ટર ઋષિ કપૂર હાલમાં ન્યૂયોર્કમાં પત્ની નીતૂ સાથે પોતાની સારવાર કરાવી રહ્યા છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ઋષિ કપૂર ઓગસ્ટમાં દેશ વાપસી કરી શકે છે. ગત નવ મહિનાથી ઋષિ કપૂર ન્યૂયોર્કમાં છે જે કેન્સર વિશે ખબર પડતાં ત્યાં ગયા હતા. કેન્સર સામે સફળતાપૂર્વક જંગ લડ્યા બાદ ઋષિ કપૂરે પોતાના તાજેતરના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે આ દરમિયાન કેવી રીતે તેમનો પુત્ર રણબીર કપૂર અને તેમની પત્ની નીતૂ કપૂરે ઢાલ બનીને તેમનો ખ્યાલ રાખ્યો છે. 

ટાઇમ્સ ઓફ ઇન્ડીયા સાથે વાતચીત કરતાં ઋષિ કપૂરે જણાવ્યું કે 45 વર્ષના કેરિયરમાં તેમણે ક્યારેય પણ આટલો લાંબો બ્રેક લીધો નથી. ઋષિ કપૂર જણાવે છે કે મને એવું લાગે છે કે ઘણીવાર કેટલાક નિર્ણય ભગવાન લે છે તમે નહી. હું ગત 9 મહિનાથી ફ્લાઇટમાં ચડ્યો નથી, ન્યૂયોર્કથી બહાર નિકળ્યો નથી. ઋષિ કપૂરનું કહેવું છે કે તે આ વીક હૈમ્પ્ટન જશે જે ન્યૂયોર્ક ફક્ત ત્રણ કલાકની ડ્રાઇવ પર પડે છે. આ ટ્રિપ માટે ઋષિ કપૂરે પોતાની ફેમિલી, બાળકો, મિત્રો અને ફેન્સનો આભાર વ્યક્ત કર્યો છે. 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

ઋષિ કપૂરે પોતાના કેન્સરની સારવાર વિશે વાત કરતાં કહ્યું કે હું દિલ્હીમાં શૂટિંગ્ક કરી રહ્યો હતો અને શૂટિંગના છઠ્ઠા દિવસે રણવીર અને ફેમિલી એક સંબંધી સાથે આવ્યા અને પ્રોડ્યુસર મારી પ્રોબ્લમ વિશે જણાવ્યું. તે સાંજે અમે મુંબઇ આવ્યા અને થોડા કલાકો બાદ રણવીર મને ન્યૂયોર્ક લઇ જશે. આ સમય દરમિયાન મને સમજાતું ન હતું કે હું શું બોલુ અથવા કેવી રીતે રિએક્ટ કરું? ગત એક વર્ષથી ફેમિલી, ફ્રેંડ્સ અને ફેન્સને મળી રહેલા પ્રેમે ઋષિ કપૂરને ભાવુક કરી દીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news