Jawan Trailer: ઇમોશન્સ, ડ્રામા, એક્શન સાથે રોમાન્સ, ફૂલ પૈસા વસૂલ છે Shah Rukh ની ' જવાન'નું ટ્રેલર

Shah Rukh Khan Movie: શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ઇમોશન્સ, ડ્રામા, એક્શન સાથે રોમાન્સનો ગજબનો તડકો જવાનના ટ્રેલરમાં જોવા મળી રહ્યો છે. 

Jawan Trailer: ઇમોશન્સ, ડ્રામા, એક્શન સાથે રોમાન્સ, ફૂલ પૈસા વસૂલ છે Shah Rukh ની ' જવાન'નું ટ્રેલર

Shah Rukh Khan Jawan Trailer: શાહરૂખ ખાને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેને બોલિવૂડનો કિંગ કેમ કહેવામાં આવે છે. એટલી કુમાર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ જવાનના ટ્રેલરમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પાત્રમાં એક્શન, ઈમોશન્સ, ડ્રામા અને રોમાન્સનું એવું અદ્ભુત મિક્સચર લઇને આવ્યા છે કે જોવાની મજા આવે. જવાન ફિલ્મના ટ્રેલરમાં શાહરૂખ ખાનની સાથે નયનતારા અને વિજય સેતુપતિના પાત્રો પણ ખુલાસો થયો છે. 

શાહરૂખ ખાનના ચોંકાવનારા લુક્સે મચાવી દીધી હલચલ!
જવાનનું ટ્રેલર (Jawan Trailer) ફિલ્મના ચાહકોની અપેક્ષા કરતાં વધુ મજબૂત લાગી રહ્યું છે. શાહરૂખ ખાન જે રીતે વિસ્ફોટક એક્શન, ઉગ્ર દેખાવ અને ગર્લ ગેંગ સાથે શક્તિશાળી સંવાદો આપતા જોવા મળે છે તે વખાણવાલાયક છે. જવાનના ટ્રેલરમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan New Film) જવાનના ટ્રેલરમાં એક કે બે નહીં પરંતુ પાંચ અલગ-અલગ લુકમાં જોવા મળે છે.

માત્ર શાહરુખ ખાન જ નહીં, જવાનના ટ્રેલરમાં વિજય સેતુપતિએ (Vijay Sethupathi) જે મસાલો ઉમેર્યો છે તે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. એટલી કુમાર નિર્દેશિત ફિલ્મમાં વિજય સેતુપતિ ખલનાયકની જેમ દેખાઈ રહ્યો છે, એવામાં જ્યારે શાહરૂખ ખાન વિલનને સુધારવા માટે વિલન બને છે ત્યારે દેખીતી રીતે જ હોબાળો મચી જવાનો છે.

શાહરૂખ ખાનની ગર્લ ગેંગે જીતી લીધું દિલ!
જવાન (Jawan Shah Rukh Khan)ના ટીઝરમાં શાહરૂખ ખાનની ગર્લ ગેંગને કેમ છુપાવવામાં આવી હતી, ટ્રેલર જોયા બાદ આજે જ્યારે પરદો ઉઠાવ્યો ત્યારે મજા આવી ગઈ. શાહરૂખ ખાન મુખ્ય છે અને તેની ગર્લ ગેંગ બોલ્ડ એક્શન કરતી જોવા મળે છે. શાહરૂખ ખાનની ગર્ગ ગેંગમાં સાન્યા મલ્હોત્રા, પ્રિયમણી, અશ્લેશા ઠાકુર, લહર ખાન, રિદ્ધિ ડોગરા, સંજીતા ભટ્ટાચાર્ય, ગિરિજા ઓક ગોડબોલે અને આલિયા કુરેશી છે. તમને જણાવી દઈએ કે, શાહરૂખ, નયનતારા અને વિજય સેતુપતિ અભિનીત આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે.  ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news