હોલિવુડના આ સ્ટાર્સને હિન્દુ ધર્મમાં છે અતૂટ વિશ્વાસ, હિન્દુ ધર્મમાં માને છે આ સેલિબ્રિટી?

વિશ્વમાં અનેક ધર્મો છે અને અલગ અલગ ધર્મોને માનનારા કરોડો લોકો છે. એવું કહેવાય છે કે પૃથ્વી પર જો કોઈ સૌથી જૂનો ધર્મ હોય તો તે હિન્દુ ધર્મ છે. ભારતમાં સૌથી વધારે હિન્દુ ધર્મને માનનારા લોકો છે. પરંતુ હિન્દુ ધર્મ હવે સાત સમુદ્ધ પાર પણ પહોંચી ગયો છે. અને ન માત્ર સામાન્ય લોકો પરંતુ સેલિબ્રેટી પણ હિન્દુ ધર્મ તરફ ખુબ જ આકર્ષિત થઈ રહ્યા છે.

હોલિવુડના આ સ્ટાર્સને હિન્દુ ધર્મમાં છે અતૂટ વિશ્વાસ, હિન્દુ ધર્મમાં માને છે આ સેલિબ્રિટી?

વિશ્વમાં અનેક ધર્મો છે અને અલગ અલગ ધર્મોને માનનારા કરોડો લોકો છે. એવું કહેવાય છે કે પૃથ્વી પર જો કોઈ સૌથી જૂનો ધર્મ હોય તો તે હિન્દુ ધર્મ છે. ભારતમાં સૌથી વધારે હિન્દુ ધર્મને માનનારા લોકો છે. પરંતુ હિન્દુ ધર્મ હવે સાત સમુદ્ધ પાર પણ પહોંચી ગયો છે. અને ન માત્ર સામાન્ય લોકો પરંતુ સેલિબ્રેટી પણ હિન્દુ ધર્મ તરફ ખુબ જ આકર્ષિત થઈ રહ્યા છે. હોલિવુડની અનેક જાણિતી હસ્તીઓ હિન્દુ ધર્મમાં મોટી આસ્થા ધરાવે છે. ઘણાં એવા પણ છે જેમણે પોતાના લગ્ન પણ હિન્દુ રીત રિવાઝથી કર્યા છે. તો ઘણા અવાર નવાર ભારત આવી મંદિરમાં માથુ ટેકવે છે. કયા કયા હોલિવુડ છે એ સિતારા જેમને હિન્દુ ધર્મ પ્રત્યે છે ઘણી આસ્થા?. આ અહેવાલમાં જોઈએ.
 
1 જૂલિયા રૉબર્ટ્સ
જૂલિયા રૉબર્ટ્સ હોલિવુડનું એક જાણિતુ નામ છે. જૂલિયા પણ વિલ સ્મિથની માફક હિન્દુ ધર્મને માને છે. પોતાની ફિલ્મ ટ, પ્રે, લવની શૂટિંગ માટે જ્યારે તેઓ ભારત આવ્યા તો તેમણે હિન્દુ ધર્મ વિશે ઘણું બધુ જાણ્યું. કહેવામાં આવે છે કે બજરંગબલીનો ફોટો જોઈને તેમણે ધર્મ પરિવર્તન કરવાનો નિર્ણય કરી લીધો હતો. જૂલિયા હવે હિન્દુ ધર્મ પાળે છે સાથે જ તમામ હિન્દુ તહેવારો ધુમધામથી મનાવે છે.

2 સિલવેસ્ટર સ્ટેલૉન
હોલિવુડ સુપરસ્ટાર સિલવેસ્ટર સ્ટેલોન પણ હિન્દુ ધર્મમાં અતુટ શ્રદ્ધા રાખે છે. અને આની પાછળ એક મોટું કારણ પણ છે. તેમના પુત્રનું નિધન થયા બાદ દરેક જગ્યાએ પોતાના પુત્રની ઉપસ્થિતિ તેમને લાગી રહી હતી. ત્યારે એક પંડિતે તેમને પિંડદાન કરવાની સલાહ આપી. ત્યારપછી સિલવેસ્ટરે પોતાના પરિવાર સાથે ભારત આવીને હરિદ્વારમાં પિંડદાન કર્યું, જેના કારણે પુત્રનું ઉપસ્થિતિ તેમને મહેસુસ થવાની બંધ થઈ. બસ ત્યારથી હિન્દુ ધર્મમાં તેમની આસ્થા વધી ગઈ છે.

3 હ્યૂ જૈકમૈન
અભિનેતા હ્યૂ જૈકમૈનને પણ હિન્દુ ધર્મ ખુબ જ પસંદ છે. તેઓ અનેક વખત કહી ચુક્યા છે કે હિન્દુ ધર્મ તેમને આકર્ષિત કરે છે. આ એક્ટર તમામ ધર્મોને માનવાનો વિશ્વાસ રાખે છે પરંતુ હિન્દુ ધર્મમાં તેમની વધારે આસ્થા છે તેમણે ઉપનિષદ અને ભગવદ ગીતા પણ વાંચી છે.

4 રૉબર્ટ ડાઉની જૂનિયર
આયરન મેનના નામથી સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવતા રૉબર્ટ ડાઉની જૂનિયર હિન્દુ ધર્મની ખુબ જ નજીક છે. તેઓ ઈસ્કોન મંદિરની કૃષ્ણા મૂવમેન્ટથી જોડાયેલા છે. રૉબર્ટને યોગમાં ઘણો જ રસ છે અને તેનો તે અભ્યાસ પણ કરે છે.

5 રસલ બ્રૈન્ડ
વિશ્વના જાણિતા કોમેડિયન રસલ બ્રૈન્ડને ભારતીય સંસ્કૃતિ ખુબ જ પસંદ છે. રસલને હિન્દુ ધર્મ ખુબ જ આકર્ષિત કરે છે. કોમેડિયન રસલને હિન્દુ ધર્મમાં એટલો વિશ્વાસ છે કે તેમણે કૈટી પરી સાથે ભારત આવીને હિન્દુ રીત રીવાઝથી લગ્ન કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news