પતિની હત્યા થઇ પત્ની રડતી રહી, અચાનક ચોંકાવનારૂ તથ્ય સામે આવ્યું

જીલ્લાના માઢવા ગામની સીમમાં સાબરમતિ નદીના કોતરમાં રહેતા એક આધેડની તેની જ પત્નિએ હત્યા કરીને ફરાર થઇ ગઇ હતી. પોલીસે હત્યાને લઇને તપાસ હાથ ધરી હતી, પરંતુ આખરે ત્રણ માસના સમય બાદ ઘટના પરથી પડદો ઉંચકાયો હતો. તેની જ પત્નિએ હત્યા કરી હોવાનુ સામે આવતા તેની પત્નિની ધરપકડ કરી જેલના હવાલે કરી છે. ચોંકાવનારી વાત હતી કે હત્યા કરનારી મૃતકની બીજી પત્નિ હતી. ત્રણ માસ અગાઉ ડીસેમ્બર માસની શરુઆતે જ ઇડરના માઢવા ગામ નજીક સાબરમતી નદીની કોતરોમાં ઝુંપડામાં રહેતા એક આધેડની લાશ મળી આવી હતી.
પતિની હત્યા થઇ પત્ની રડતી રહી, અચાનક ચોંકાવનારૂ તથ્ય સામે આવ્યું

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: જીલ્લાના માઢવા ગામની સીમમાં સાબરમતિ નદીના કોતરમાં રહેતા એક આધેડની તેની જ પત્નિએ હત્યા કરીને ફરાર થઇ ગઇ હતી. પોલીસે હત્યાને લઇને તપાસ હાથ ધરી હતી, પરંતુ આખરે ત્રણ માસના સમય બાદ ઘટના પરથી પડદો ઉંચકાયો હતો. તેની જ પત્નિએ હત્યા કરી હોવાનુ સામે આવતા તેની પત્નિની ધરપકડ કરી જેલના હવાલે કરી છે. ચોંકાવનારી વાત હતી કે હત્યા કરનારી મૃતકની બીજી પત્નિ હતી. ત્રણ માસ અગાઉ ડીસેમ્બર માસની શરુઆતે જ ઇડરના માઢવા ગામ નજીક સાબરમતી નદીની કોતરોમાં ઝુંપડામાં રહેતા એક આધેડની લાશ મળી આવી હતી.

લાશને જોતા જ તે હત્યા કરાયેલી હોવાને લઇને ઇડરના જાદર પોલીસે હત્યાનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી હતી પરંતુ પોલીસ માટે હત્યાનો ભેદ ઉકેલવો એ જાણે કે એક ગુત્થી બની ગયો હતો. ૪૫ વર્ષના આધેડ પુરુષ રમેશ કાથોડીની હત્યા કેમ કરવામાં આવી હશે અને કોણે કરી હશે તે સવાલોને લઇને લઇને પોલીસે તપાસનો દૌર શરુ કર્યો હતો, પરંતુ શરુઆતમાં તો બંને માંથી એક પણ સવાલનો ઉકેલ મેળવવો એ પોલીસ માટે મુશ્કેલ જણાતો હતો. એટલે જ તેના મોત અને તેના હત્યારા કોણ હોઇ શકે તે પહેલીને ઉકેલવા માટે સ્થાનિક આસપાસના ઘટના ક્રમથી પોલીસે તપાસનો દૌર શરુ કર્યો હતો. પરંતુ આખરે પોલીસને તેની જ પત્નિ શંકાના દાયરામાં જણાતા પોલીસે તે દીશામાં તપાસ હાથ ધરી અને પોલીસને આખરે હત્યાનો ભેદ ઉકેલવામાં ત્રણ માસના અંતે સફળતા મળી હતી. 

રમેશભાઇના મોત બાદ તેની સાથે રહેતી તેની બીજી પત્ની જીપુબેન તથા જીપુના માતા પિતા એટલે કે મૃતકના સાસુ અને સસરા તથા તેના સાળા અને અને સાળાની વહુ ઉપરાંત મૃતકના પુત્ર ઘટના ના વિસ્તારમાં રહેતા હતા. ત્યાંથી જતા રહ્યા હતા. જતા રહેવાનો આ ક્રમ પોલીસને શંકા ઉપજાવવા લાગ્યો હતો અને એટલે જ સાસુ સસરા અને તેના સાળા પર પણ પોલીસે શંકાની સોય તાકી હતી તો સાથે જ તેની પત્નિને પણ શંકાના વર્તુળમાં લઇને તપાસ હાથ ધરી હતી. દરમ્યાન તેની પુછપરછ હાથ ધરતા જ તેમાં કેટલીક શંકા ઉપજાવે તેવી કેફીયત રજુ કરી. જેમાં તેનો પતિ તેની પર બીજી પત્નિ હોવા છતા શંકાશીલ સ્વભાવ રાખતો હતો અને બંને વચ્ચે આ બાબતે તકરાર સર્જાતી હતી. 

નમસ્તે ટ્રમ્પ: અમદાવાદમાં સજ્જડ સુરક્ષા બંદોબસ્ત, આવી છે સમગ્ર તૈયારી
પોલીસે આ વાતને મહત્વની કડી માનીને તપાસ હાથ ધરતા આરોપી પત્નિ પોલીસ થી દુર ભાગવા લાગી હતી, પરંતુ બનાસકાંઠાના પાલનપુર ખાતે કોર્ટના કામે આવતા જ પોલીસે આ માહિતી આધારે પાલનપુર કોર્ટે તે આવતા જ તેને ઝડપી લઇને તેની પુછપરછ કરતા જ તેણે હત્યા કરી હોવાનુ સ્વિકારી લીધુ હતુ.  પોતાનો પતિ રમેશભાઇ દારુ પીવાની ટેવવાળો હોવાથી પોતાના ઉપર ખોટો વહેમ રાખી ખુબજ મારઝુડ કરતો હોવાથી બનાવના દિવસે જગડો થયેલ તે વખતે સદરી જીપુબેન ઉર્ફે કમલીબેન ઉર્ફે કમળાબેન ડો/ઓ બાબુભાઇ રામાભાઇ કથોડી મુળ રહે . જાડાપીપળા તા . ઝાડોલ જી . ઉદેપુર ( રાજસ્થાન)  તથા મરનાર પતિ રમેશભાઇ પોતાના પડાવ ઉપર એકલા હતા . અને આજુબાજુમાં કોઇ ન હોઇ સમયનો મોકો ઉઠાવીને પોતાના પતિને માથાના ભાગે પથ્થર મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવી લાશ પડાવની પાછળ આવેલ આવેલ ઝાડીમાં ખેચી લઇ જઇ ઉપર ગોદડું ઓઢાડી દીધુ હતુ. આમ આખરે હત્યાનો ભેદ ઉકેલાતા જ પત્નિની ને જેલના હવાલે કરી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news