પવારના નિવેદન પર વધેલી રાજકીય ગરમી વચ્ચે CM ઉદ્ધવ ઠાકરે કાલે પીએમ મોદી સાથે કરશે મુલાકાત


શિવસેનાના નેતા સંજય રાઉતે આ મુલાકાતનું કોઈ ખાસ કારણ જણાવ્યું નથી. તેમણે કહ્યું કે, આ એક શિષ્ટાચાર મુલાકાત હશે. 

પવારના નિવેદન પર વધેલી રાજકીય ગરમી વચ્ચે CM ઉદ્ધવ ઠાકરે કાલે પીએમ મોદી સાથે કરશે મુલાકાત

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવારના અયોધ્યામાં રામ મંદિરની જેમ મસ્જિદ નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવાની વકાલત કર્યા બાદ શરૂ થયેલી રાજકીય ગરમીને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના એક નિર્ણયે હવા આપવાનું કામ કર્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને જણાવ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Maharashtra Chief Minister Uddhav Thackeray) કાલે એટલે કે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. પાછલા વર્ષે નવેમ્બરમાં મુખ્યપ્રધાન બન્યા બાદ પ્રથમવાર હશે જ્યારે ઉદ્ધવ ઠાકરે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની મહત્વપૂર્ણ યાત્રા પર હશે. 

શિવસેનાના નેતા સંજય રાઉતે આ મુલાકાતનું કોઈ ખાસ કારણ જણાવ્યું નથી. તેમણે કહ્યું કે, આ એક શિષ્ટાચાર મુલાકાત હશે. પરંતુ તે જણાવવામાં આવ્યું નથી કે દિલ્હીના પ્રવાસ દરમિયાન ઉદ્ધવ શું કોંગ્રેસના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. મહત્વનું છે કે પાછલા વર્ષે નવેમ્બરમાં ઉદ્ધવ ઠાકરેએ વિપરીત વિચારધારા વાળી કોંગ્રેસ અને એનસીપીના સમર્થનથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સતત રાજ્યની ગઠબંધન સરકારમાં નેતાઓના અલગ-અલગ સ્વર સામે આવતા રહ્યાં છે. તેનાથી અટકળોએ જોર પડક્યું છે કે મહાઅઘાડીની સરકારમાં બધુ યોગ્ય રીતે ચાલી રહ્યું નથી. 

CAA-વિરોધી રેલીના મંચ પર યુવતીએ લગાવ્યા 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા, ઓવૈસીએ આપી સફાઈ

મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર વચ્ચે નવો ટકરાવ સીએએ-એનઆરસી અને એનપીઆરને પણ લઈને છે. એક તરફ એનસીપી અને કોંગ્રેસ સીએએ, એનઆરસી અને એનપીઆરનો ખુલીને વિરોધ કરી રહ્યાં છે જ્યારે બીજીતરફ ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્રમાં એનપીઆર હેઠળ વસ્તીગણતરી માટે અધિસૂચના જારી કરી દીધી છે. એટલું જ નહીં ઉદ્ધવ ઠાકરેએ સીએએ, એનઆરસી અને એનપીઆરમાં અંતર સમજાવીને ટકરાવમાં વધુ વધારો કર્યો છે. તો એનસીપીના સુપ્રીમો શરદ પવારે ઠાકરેના નિવેદનને તેમનું વ્યક્તિગત નિવેદન ગણાવતા કહ્યું કે, તેમની પાર્ટી સીએએ, એનઆરસી અને એનપીઆરની વિરુદ્ધ છે. 

ઉદ્ધવે કહ્યું કે, જો સીએએ લાગૂ કરવામાં આવે તો કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકાર વચ્ચે તકરાર એલ્ગાર પરિષદ અને ભીમા કોરેવાંગની હિંસાની તપાસને લઈને પણ સામે આવી છે. એક તરફ ઉદ્ધવે એલ્ગાર પરિષદની તપાસ એનઆઈએને સોંપવા માટે હા કહી અને દેશદ્રોહ અને સામાન્ય હિંસા વચ્ચે ફરક છે બીજીતરફ શરદ પવારે કહ્યું કે, મામલાની તપાસ એસઆઈટી પાસે કરાવવામાં આવે. પવારે એલ્ગાર પરિષદની તપાસ એનઆઈએ પાસે કરાવવાના કેન્દ્રના નિર્ણયના સમર્થનની આકરી ટીકા કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news