પતિ

PATAN માં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર

શહેરમાં ઘરકંકાસના કારણે એક પરિવારનો માળો વિખેરાયો છે. ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીની હત્યા નિપજાવ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ત્રણ સંતાનોએ માતાપિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. પાટણ શહેરમાં આવેલ સુરમ્ય રેસીડેન્સીમાં ઘરકંકાસની નજીવી બાબતે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પાટણ હાઇવે માર્ગ પર આવેલ સુરમ્ય રેસીડેન્સીમાં ઘર નંબર 28 માં રહેતા જીવનજી ઠાકોર રહે છે. 20 વર્ષ પહેલાં તેમની દીકરી જ્યોત્સનાના લગ્ન લવારા ગામના કનૂજી ઠાકોર સાથે થયા હતા. તેમના પરિવારમાં ત્રણ સંતાન હતા અને છેલ્લા દોઢ વર્ષથી પતિ પત્ની વચ્ચે પારિવારિક કંકાસ વારંવાર થતા પત્ની જ્યોત્સના રિસાઈને તેમના પિતાના ઘરે પાટણ જતી રહી હતી. 

Sep 17, 2021, 10:00 PM IST

બેંગકોકમાં હનિમુન માટે ગયેલી યુવતીને પતિએ પરાણે દારૂ પીવડાવ્યો પરંતુ પછી યુવતીએ...

શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ કરી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, લગ્ન બાદ તેના પતિ હનીમૂન માટે બેંગકોક લઇ ગયા હતા. જ્યાં તેના પતિએ તેને પરાણે દારૂ પીવડાવ્યો હતો. યુવતીએ દારૂ પીવાની મનાઇ કરતા તેના પતિએ તેને માર માર્યો હતો. એટલું જ નહી લોકડાઉનમાં તેના સાસરિયાઓએ પિયરમાંથી દોઢ લાખ રૂપિયા લઇ આવ તેમ કહીને તેના પર દબાણ કર્યું હતું. 

Jun 11, 2021, 11:05 PM IST

યુવતીનો પતિ નિકળ્યો ગે, જો કે વગ વાપરીને ફરિયાદ ન થવા દીધી, આખરે યુવતી હાઇકોર્ટના શરણે

લગ્નજીવનમાં ભંગાણના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે પણ અહીં તો સજાતીય પતિના કારણે ઘરભંગાણ થયુ હોવાનું સામે આવ્યું છે. મૂળ સુરેન્દ્રનગરની યુવતીએ ના માત્ર પોતાના સાસરિયાવાળા પર ગંભીર આરોપ મૂક્યા છે સાથે જ પોતાનો પતિ સજાતીય હોવાનો અને સજાતીયોની દલાલી કરતો હોવાનો પણ આરોપ મૂક્યો છે અને અત્યારે આ મામલે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. 

Feb 27, 2021, 10:36 PM IST

Nadiad: મિત્રને ઘરે ગયેલા યુવકને મિત્રની પત્નીએ કહ્યું, મારા પતિ તો નથી પણ હું તો છુંને આવો...

શંકાનો કીડો જ્યારે મગમાં ઘૂસેને ત્યારે સબંધોનો નાસ થઇ જતો હોય છે. આવી જ એક ઘટના નડીયાદમાં બની હતી. શહેરમાં નવસાદમીયા નામના વ્યક્તિને તેની પત્નિના ચારીત્ર પર શંકા હતી. જેથી તેણે અબ્દુલ કાદર નામના વ્યક્તિને રાત્રીના સમયે પોતાની દુકાન પર બોલાવ્યો. બંને વચ્ચે શંકાના કીડાએ એવો તો ઝઘડો કરાવ્યો કે, ઉશ્કેરાયેલા અબુદલ કાદરે નવસાદને તિક્ષ્ણ હથીયારના ઘા મારી હત્યા કરી નાકી હતી. ક્રૃરતાથી ભરી આ મર્ડર મીસ્ટ્રીનો કેસ નડિયાયદ કોર્ટમાં ચાલતો હતો જેમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 

Feb 10, 2021, 12:12 AM IST

પત્નીના ત્રાસથી કંટાળેલા પતિએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને આત્મહત્યા કરી

પતિ પત્નીના ઘર કંકાસનો ખુબ જ દુખદ અંત આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં રહેતા વિજય શાંતિલાલ રાઠવા કાઠીયાવાડ મજુરીકામ માટે ગયા હતા. જો કે ત્યાં ગયા બાદ તેમની પત્ની રિસાઇને તેમના પિયર નસવાડી ખાતે પરત જતા રહ્યા હતા. જ્યારે તેમની પત્ની થોડા સમય બાદ રિસાઇને પિયર નસવાડી તાલુકાના છકતર ઉમરા ખાતે જતી રહી હતી. વિજય ભાઇને બે સંતાનો છે. જેમાં મોટી દિકરી અને નાનો દિકરો સ્વરજ કુમાર છે. 

Feb 8, 2021, 09:00 AM IST

પતિ પોતાની કમાણી છુપાવે તો RTI દ્વારા જાણી શકે છે પત્ની, જાણો શું છે નિયમ

સાદા કાગળ પર હાથ વડે લખેલી અથવા ટાઇપ કરેલી એપ્લિકેશન દ્વારા સંબંધિત વિભાગ પાસેથી જાણકારી માંગી શકો છો. એપ્લિકેશન સાથે 10 રૂપિયા ફી પણ જમા કરાવવી પડે છે. 

Nov 21, 2020, 06:08 PM IST

સાસુના આડા સંબંધો અંગે પતિને જાણ કરતા પતિએ કહ્યું 30 લાખ બાકી છે તુ લઇ આવ તો નહી કરે

શહેરના ચાંદખેડા વિસ્તારમાં પિયરમાં રહેતી પરિણીતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા, જેઠ અને પતિ સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાઇ છે. પરિણીતાનો આક્ષેપ છે કે, તેના પર  30 લાખ લઇ આવવા માટે દબાણ શરૂ કરવામાં આવ્યું હતું. જેના માટે તેના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. પરિણીતાએ ફરિયાદમાં સાસુના આડા સંબંધો અંગે પણ આરોપો લગાવ્યા હતા. આ અંગે પોતાના પતિને પણ સમગ્ર બાબતે જાણ હોવાનું કહ્યું હતું.

Oct 23, 2020, 06:26 PM IST

પ્રેમલગ્નનો આંચકાજનક કિસ્સો: એન્જિનિયર પતિ અને સસરા નોનવેજ પાર્ટી કરતા, પતિ નિર્વસ્ત્ર થઇને કરતો નાચ

શહેરમાં BBA માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા હતા જો કે ત્યારબાદ અવારનવાર પતિ તથા સસરા દ્વારા દારૂની પાર્ટી યોજાતી હતી. જેમાં દારૂ અને મટનની પાર્ટીમાં યુવતીને પીરસવા દબાણ કરવાની સાથે દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપીને સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો બનાવ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે પતિ સામે બળાત્કાર સહિત 5 સાસરિયા વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધારે કાર્યવાહી હાથ ધરી છે.

Oct 19, 2020, 11:29 PM IST

પતિનો 25 લાખનો વીમો પકવવા માટે ભાઇની મદદથી પત્નીએ ફિલ્મી અંદાજમાં કરી નાખી હત્યા

  ગોંડલ તાલુકાના વેકરી ગામ નજીકના ડેમમાં ગત્ત મોડી રાત્રેએ કારમાં 2 પુરૂષોના લાશ મળી આવી હતી. મર્ડર મિસ્ટ્રીની ઘટનામાં પતિની 8 વીઘા જમીન અને 25 લાખની પોલિસી માટે પત્ની અને મૃતકના સાળાએ કાવતરૂ ઘડી તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાની વિગતો સામે આવી છે. જૂનાગઢ LCB એ મૃતકના સાળાને દબોચી લઇને ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યો છે. જ્યારે મૃતકની પત્નીની શોધખોલ ચાલી રહી છે. ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર જૂનાગઢ રહેતા રમેશભાઇ કલાભાઇ બાલધા તેની પત્ની મંજુ ઉર્ફે મરિયન અને રમેસભાઇના સાળા એટલે કે મંજુના ભાઇ નાનજી ઉર્ફે નાસીર ભીમા ત્રણ દિવસ પહેલા ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવા માટે ગયા હતા. 

Oct 16, 2020, 04:08 PM IST

બનાસકાંઠા: સામાન્ય બાબતે બોલાચાલી અને પતિએ પત્નીને માર્યો કુહાડીનો ઘા

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ધાણધા ગામમાં ઘરકંકાશ મામલે થયેલી બોલાચાલીમાં પતિએ જ પત્નીની કુહાડી વડે ક્રૂર હત્યા કરી દીકરીને પણ ઇજાઓ પહોંચાડી ફરાર થઈ જતા હત્યારા પિતાની હરકતને કારણે ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાને લઇ પુત્રએ પિતા સામે માતાની હત્યા કરવા મામલે ફરિયાદ નોંધાવતા પાલનપુર પોલીસે ગણતરીના સમયમાં જ હત્યારા પતિને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Oct 3, 2020, 06:56 PM IST

પતિ પત્ની ઓર વો: પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ કર્યું આ કામ...

અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતી પત્ની ઓર વોનો અજુગતો કિસ્સો સામે આવ્યો. પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ જ આત્મહત્યા કરી લીધી અને આપઘાત કરતા પહેલા કરેલુ રેકોર્ડીંગ પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યો

Sep 23, 2020, 09:44 PM IST

પત્ની પીડિત પુરૂષ: શ્રીમંત પરિવારની મહિલા રોજ દારૂ પી પોતાના પતિ સાથે કરતી એવું કામ કે...

સામાન્ય રીતે પતિ દ્વારા દારૂ પીને પોતાની પત્ની સાથે મારઝુડ કરવામાં આવતી હોય છે. આવા અનેક કિસ્સાઓ વારંવાર માધ્યમોમાં પણ ચમકતા રહે છે. જો કે આજે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં મહિલા દારૂ પીને પોતાના પતિને ધમકાવતી હોવાની ફરિયાદ મણીનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે. પતિ દ્વારા પોતાની જ પત્ની વિરુદ્ધ દારૂ પીધા બાદ મારઝુડ અને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે પોલીસ દ્વારા કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. 

Sep 18, 2020, 05:07 PM IST

પત્નીને રંગરેલિયા મનાવતી જોઇ ગુસ્સે ભરાયેલા પતિએ પ્રેમીની ગાડી સળગાવી અને પછી...

લગ્નોત્તર પ્રેમ સંબંધનો કરૂંણ અંજામ તાપીના વ્યારામાં આવ્યો છે, પતિએ પોતાની પત્નીનાં લગ્નેતર સંબંધોથી ત્રસ્ત થઇ ગયો હતો.

Sep 17, 2020, 08:25 PM IST

ICICI બેંકના પૂર્વ CMD ચંદા કોચરના પતિ દીપક કોચરની ED એ ધરપકડ કરી

ICICI બેંકનાં પૂર્વ સીએમડી ચંદા કોચરનાં પતિ દીપક કોચરને પ્રવર્તન નિર્દેશાલય (ED) એ ધરપકડ કરી લીધી છે. આઇસીઆઇસીઆઇ બેંકનાં દેવાદાર કંપની વીડિયોકોન ઇન્ડસ્ટ્રી દ્વારા દીપક કોચરની કંપનીમાં રોકાણ મુદ્દે તપાસ ચાલી રહી છે. આ મુદ્દે ઇડી અધિકારી દીપક કોચરની પુછપરછ પણ ચાલી રહી છે. હવે સમાચાર છે કે દીપકની ઇડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. દીપક કોચર વિરુદ્ધ પ્રવર્તન નિર્દેશાલયે વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝને આપેલી લોનનો દુરૂપયોગ કરવાનો આરોપમાં કેસ પણ દાખલ કર્યો છે. 

Sep 7, 2020, 10:33 PM IST

જમીન અને ઘર કંકાસથી કંટાળેલા પતિએ પત્ની સાથે કર્યું એવું કૃત્ય કે તમે પણ વરસાવશો ફિટકાર

તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ડીસાના રાણપુર ઉગમણાવાસ ગામના હરખાભાઇ અમરાભાઇ રાવળના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા. અમીરગઢના કરજાપુરા ગામના કાકુસિંહ મફતસિહ સોનગરાને તેમની પત્ની વિજલબા સાથે કરજા ગામે આવેલ જમીન બાબતે ઘર કંકાસ ઘણા લાંબા સમયથી ચાલુ હતો. 

Sep 5, 2020, 04:37 PM IST

અમદાવાદ: પ્રેમીએ કહ્યું મારી સાથે છેલ્લો ટિકટોક વીડિયો બનાવી લે પછી તને પરેશાન નહી કરૂ અને...

  શાહપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને પૂર્વ પ્રેમી અવારનવાર ફોન કરી પરેશાન કરતો હતો. આ પરેશાનીમાંથી મુક્ત થવા પરણિતાને તેની સાથે ટિકટોક વીડિયો બનાવવાનું કહ્યું હતું. જે  ટિકટોક વીડિયો ઉતારી પતિને મોકલ્યો હતો. બંન્ને પતિ પત્નીને બદનામ કરી નાખશે તેમ કહીને પરેશાન કરતો હતો. જેથી પરિણીતાએ 29 જુને ઘરે જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પરણિતાના પિતા દ્વારા શાહપુર પોલીસ સ્ટેશનમાં કનૈયા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે પોલીસ તપાસ ચલાવી રહી  છે. 

Aug 29, 2020, 05:15 PM IST

5 વર્ષના બાળકના અપહરણમાં પોલીસ દોડતી થઈ, ખુલાસો થતા ગજબનો કિસ્સો આવ્યો સામે

અમદૂપુરા વિસ્તારમાં ફૂટપાથ પરથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થવાના કેસમાં નવો વળાંક આવ્યો. નાના બાળકના અપહરણમાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલમાં પોલીસે માતાને બાળક સોંપીને હાશકારો અનુભવ્યો છે.

Aug 26, 2020, 02:58 PM IST

મહિલા જેઠ સાથે ફરાર થતા પતિએ પોતાનાં જ પુત્રનું અપહરણ કર્યું અને...

શહેરનાં અમદુપુરા વિસ્તારમાં ફૂટપાથ પરથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. નાના બાળકનાં અપહરણના પગલે પોલીસ દોડતી થઇ હતી. ક્રાઇમબ્રાંચની ટીમે તપાસ ચાલુ કરી હતી. જેમાં બાળકનું અપહરણ તેના જ પિતાએ કર્યું હોવાનું સામે આવ્યું હતું. પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પત્ની પતિના ભાઇ સાથે ભાગી ગઇ હતી. અલગ અળગ રહેવા લાગી હતી. 

Aug 25, 2020, 05:44 PM IST

અમદાવાદ: રિસાયેલી પત્નીએ વાત કરવાની ના પાડતા પતિએ જાહેરમાં કર્યું એવું કૃત્ય કે...

શહેરનાં સરસપુર વિસ્તારમાં હત્યાની વિચિત્ર ઘટના સામે આવી છે. એક પતિએ તેની જ પત્નીની નિર્દયી બનીને હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પોતાની પતિ અને પત્ની સાથે ઝગડાથી કંટાળીને યુવતી તેના પિયરમાં આવી હતી. ત્યાં તેનો પતિ તેની સાથે વાત કરવા આવ્યો હતો. પત્ની પતિ સાથે વાત કરવાની મનાઇ કરતા તેને લાગી આવ્યું હતું અને સસરાની હાજરીમાં જ જમાઇએ કમરમાંથી છરો કાઢીને પત્નીના ગળા પર ફેરવી દઇ ફરાર થઇ ગયો હતો. સમગ્ર મુદ્દે શહેરકોટડા પોલીસે તપાસ હાથ ધરી છે. 

Aug 15, 2020, 04:23 PM IST

ચરિત્ર બાબતે શંકા રાખીને પતિએ પત્નીની હત્યા કરી, પુત્રીને કહ્યું નવી મમ્મી લાવી આપીશ

શહેરના બરાનપુરા વિસ્તારમાં ચુનારવામાં રહેતા પતિએ પોતાની પત્ની પર વહેમ રાખીને પતિએ મિત્રોની મદદથી પોતાની જ પત્નીનું ઓશીકા વડે મોઢુ દબાવીને હત્યા કરી નાખી હતી. પત્નીના પરપુરૂષ સાથે આડા સંબંધના વહેમમાં પત્નીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હત્યારા પતિએ જાગી ગયેલી દીકરીએ જણાવ્યું કે, તું રડીશ નહી તારા માટે બીજી મમ્મી લઇ આવીશ. જો આ વાત કોઇને પણ કહીશ તો તને પણ મારી નાખીશ.

Aug 14, 2020, 11:28 PM IST