પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની અસ્થિનું સાબરમતી નદીમાં કરાયું વિસર્જન
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, જે ઘાટ પર અટલજીની અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું છે. તેને હવે અટલ ઘાટન નામ આપવામાં આવ્યું છે.
Trending Photos
અમદાવાદઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની અસ્થિનું સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા, મનસુખ માંડવિયા સતિહ ભાજપના અનેક નેતાઓ, ધર્મગુરૂઓ, મહંતો સહિત હજારો લોકો અસ્થિ કળશ યાત્રામાં જોડાયા હતા. બપોરે 3 કલાક આસપાસ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દિલ્હીથી અસ્થિ કળશ લઈને એરપોર્ટ આવી પહોંચ્યા હતા. પહેલા આ અસ્થિ કળશને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ત્યારબાદ ખાડિયા ગોલવાડથી અસ્થિ કળશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ આ અસ્થિ કળશ યાત્રા સાબરમતી નદી પહોંચી હતી. ત્યાં વૈદિક મંત્રોચ્ચાર કરીને અસ્થિનું સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, જે ઘાટ પર અટલજીની અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું છે, તે ઘાટને અટલ ઘાટ નામ આપવામાં આવ્યું છે. સીએમે કહ્યું કે, હવે આ અટલ ઘાટનો વિકાસ કરવા માટે કાર્ય હાથ ધરવામાં આવશે.
પીએણ મોદીએ આપ્યો હતો અસ્થિ કળશ
મહત્વનું છે કે આજે દિલ્હીમાં વડાપ્રધાન મોદીના હસ્તે અટલ બિહારી વાજયેપીની અસ્થિનો કળશ ગુજરાત ભાજપ પ્રમુખ જીતીભાઇ વાઘાણીને આપ્યો હતો. વાઘાણી હવાઈ માર્ટે અસ્થિ કળશને અમદાવાદ લઈને પહોંચ્યા હતા. જ્યારે વાઘાણી આ કળશ લઈને એરપોર્ટ બહાર પહોંચ્યા ત્યારે સીએમ રૂપાણીએ પણ કળશને પોતાના ખભે રાખ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે