101 વર્ષના રેવાબાનો જુસ્સો, મેં મતદાન કર્યું તમે તમારા પરિવારની સુખાકારી માટે મતદાન કરો

Gujarat Second phase Assembly Election : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોના અલગ અલગ અંદાજ જોવા મળ્યા... શતાયુ મતદારો આજે પણ પોતાના જીવનના પહેલા મતદાન હોય તેવા ઉત્સાહી જોવા મળ્યાં 

101 વર્ષના રેવાબાનો જુસ્સો, મેં મતદાન કર્યું તમે તમારા પરિવારની સુખાકારી માટે મતદાન કરો

Gujarat Second phase Vidhan Sabha Chunav 2022 અલકેશ રાવ/બનાસકાંઠા : ચૂંટણીમાં મતદાન કરીને નાગરિક ધર્મ તો મોટાભાગનાં લોકો નિભાવે છે, જો કે કેટલાક લોકો એવા પણ છે, જેઓ તેનાથી આગળ વધીને અન્ય લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરે છે. આવા જ કેટલાક કિસ્સા અમે આપને દેખાડીશું, જેમાં લોકો અવનવી રીતે લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ઉત્તર અને મધ્ય ગુજરાતના મતદારો તૈયાર છે. મતદાન માટે ઉત્સાહ છે...કેટલાક લોકો મતદાન કરવા બીજા લોકોમાં પણ ઉત્સાહ વધારી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે યુવાનો હોય વૃદ્ધો હોય તમામ લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે, ત્યારે પાલનપુરના નવા લક્ષ્મીપુરા મતદાન કેન્દ્ર પર 102 વર્ષના રેવાબેન પટેલે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો.

લોકશાહીના મહાપર્વ મતદાન દિવસની સૌ કોઈ ઉજવણી કરી રહ્યું છે તે વચ્ચે જ બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો પર ચૂંટણીનો જંગ જામ્યો છે અને આ ચૂંટણીના જંગમાં સૌ કોઈ યુવાનો વૃદ્ધો સહિતના લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવામાં મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે ત્યારે પાલનપુરના નવા લક્ષ્મીપુરામાં આવેલી પ્રાથમિક શાળા બુદ્ધ કેન્દ્ર પર મતદારોની લાંબી કતારો લાગી છે જેમાં 102 વર્ષના રેવાબેન પટેલ નામના વૃદ્ધ બા એ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે અને વહેલીમાં વહેલી તકે લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગરૂપ બને તેવી લોકોને અપીલ કરી છે. 

લાકડીના ટેકે મતદાન બૂથ સુધી આવનાર વૃદ્ધા રેવાબાએ કહ્યું કે,  મેં મતદાન કર્યું છે. તમે બધા પણ પોતાના પરિવારની સુખાકારી માટે મતદાન  કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news