gujarat farmers

અચાનક આવી ચઢેલા માવઠાએ ખેડૂતોની દિવાળી બગાડી, કપાસ-મગફળી-ડુંગળી પલળી ગઈ

રાજકોટ જિલ્લાના જેતપુરના ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. પહેલા અતિવૃષ્ટિ અને હવે કમોસમી વરસાદનો માર. કચ્છ, મોરબી, દ્વારકા, ભાવનગર રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં માવઠું ગઈકાલે માવઠુ પડ્યુ હતું. જેમાં ખેડૂતો તેમજ વેપારીઓની મગફળી અને કપાસ અને અન્ય પાકને નુકસાન પહોંચ્યુ છે.

Oct 25, 2021, 09:57 AM IST

Dahod માં પહેલી વખત 2.74 કરોડની કિંમતના ગાંજાનાં છોડ ખેતરમાંથી ઝડપાયા, ખળભળાટ મચ્યો

ઈતિહાસમાં પહેલી વખત ગાંજાની ખેતી અહીંથી વિપુલ પ્રમાણમાં મળી આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદના સીંગવડ તાલુકાના અગારા હાંડી ગામેથી દાહોદ LCB , SOG સહીતની ટીમે 3 ખેતરમાંથી 2 કરોડ ઉપરાંતનો ગાંજો ઝડપી પોલીસે 3 ખેતરના માલિક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Oct 22, 2021, 10:54 PM IST

રાજ્યમાં અઘોષિત વીજ સંકટ, કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને નિયમિત વીજળી આપવા કરી રજૂઆત

દેશભરમાં કોલસાની અછતને કારણે વીજ સંકટ મંડરાઈ રહ્યું છે. ત્યારે વીજ કાપને લઈ કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કિસાન સંઘે ખેતીવાડીમાં રાજ્યમાં ઉભી થયેલી તીવ્ર કોટકટીમાં દરમિયાનગીરી કરવા અપીલ કરી છે. એક અઠવાડિયાથી રાજ્યમાં વીજ કટોકટી હોવાનુ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. કિસાનસંઘે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને નિયમિત વીજળી આપવાની રજૂઆત કરી છે. છેલ્લાં 15 દિવસથી ચાલી રહેલા વીજ કાપની અસર ખેડૂતોની કામગીરી પર દેખાઈ રહી છે. તો બીજી તરફ, ઊર્જા મંત્રી કનુ દેસાઈએ આ વીજ સંકટ ગણતરીના દિવસોનો જ હોવાનું કહ્યું છે. 

Oct 22, 2021, 02:32 PM IST

ગુજરાત સરકારે ખેડૂતો માટે 546 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, જાણો કેવા ખેડૂતોને મળશે આ સહાય

 • અતિવૃષ્ટિથી નુકસાની પામેલ ચાર જિલ્લાઓના ખેડૂતોને સહાય કરવામાં આવશે
 • 22 તાલુકાના 682 ગામોને લાભ આપવાનો નિર્ણય કર્યો છે. 2.82 લાખ ખેડૂતોને લાભ મળવાનો છે

Oct 20, 2021, 02:35 PM IST

અમરેલીના ખેડૂતો મગજ દોડાવીને એવી ખેતી તરફ વળ્યા, જે કરાવશે સોના જેવી કમાણી 

 • અમરેલીના ખેડૂતોએ મગજ દોડાવીને કરી એવી ખેતી, જેનો પાક વરસાદમાં પણ બચી ગયો
 • ચોમાસામાં ભારે વરસાદને કપાસ અને મગફળીના પાકને અસર થઈ છે, પરંતુ સોયાબીનનો પાક સલામત રહ્યો

Oct 17, 2021, 01:53 PM IST

દિવાળી પહેલા ગુજરાતના ખેડૂતોને મળ્યો મોટો ઝટકો, IFFCO એ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો 

દિવાળી પહેલા જ ગુજરાતના ખેડૂતો (gujarat farmers) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રવી પાક પહેલા ખેડૂતોને મોટો ઝટકો મળ્યો છે. ખાતરના ભાવ (pesticide price) માં 265 રૂપિયાનો વધારો થયો છે. NPK ખાતરના રૂ.1170 થી વધીને 1450 થયા છે. ગત વર્ષે કરેલો ભાવ વધારો હવે લાગુ થયો છે. તો બીજી તરફ, ઇફ્કો નુકશાન ખાઇને ખાતર આપતું હોવાનો દિલીપ સંઘાણી (Dileep Sanghani) એ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, 1700 રૂપિયા ગત વર્ષે જ ભાવ કર્યો હતો. 

Oct 16, 2021, 05:09 PM IST

ગુલાબને લાગ્યુ ગ્રહણ : જ્યાં ફૂલ ખીલવાના હતા, ત્યાં પૂરના પાણી ફરી વળ્યાં 

ચાલુ વર્ષે થયેલ અનરાધાર વરસાદે અનેક ખેડુતો અને લોકોને મોટું નુકસાન કર્યું છે. જેમાં ખેતી પાકોમાં નુકસાન થવા સાથે સાથે ફૂલોની ખેતીને પણ નુકસાન થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુલાબની ખેતી કરતા ખેડૂતોના ગુલાબનો પાક નિષ્ફળ ગયો છે અને મોટું નુકસાન થયું છે. 

Oct 14, 2021, 04:10 PM IST

સરકારી વચનો ઠગારી નીવડતા તળાજાના ખેડૂતોએ જાતે મેથાળા બંધારો બનાવ્યો, કહ્યું-જેટલીવાર તૂટશે એટલીવાર બનાવીશું 

તળાજાના દરિયા કાંઠા વિસ્તારના ૧૩ જેટલા ગામોને સિંચાઇ અને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવતો મેથળા ગામે આવેલ મેથળા બંધારામાં ૯૦ ફૂટ મોટું ગાબડું પડી ગયું છે. ભારે વરસાદના કારણે પાણીની પુષ્કળ આવક થતાં બંધારાનો આરસીસીનો પાળો તૂટી જતાં ખેડૂતોએ જાત મહેનતે ફાળો ઉઘરાવી ફરી મેથળા બંધારાનું નિર્માણ શરૂ કર્યું છે. ખેડૂતોએ કહ્યું, અમે હિંમત નથી હાર્યા, જેટલી વાર તૂટશે એટલી વાર મહેનત કરીને અમે ફરીને બંધારો બનાવશું.’

Oct 14, 2021, 09:29 AM IST

દક્ષિણ ગુજરાતના ખેડૂતો કરી રહ્યાં છે એવુ કામ, જેનાથી વૈજ્ઞાનિકોની પણ વધી ગઈ ચિંતા

 • કૃષિ વૈજ્ઞાનિકોની ચિંતા વધી, દક્ષિણ ગુજરાતમાં શેરડીમાં વધુ પ્રમાણમાં જંતુનાશક દવાના ઉપયોગથી સજીવ જમીન નિર્જીવ બની રહી છે 
 • ખેડૂતો વહેલી રોપણી અને વહેલી કાપણીને દયાને રાખી વધુ પ્રમાણમાં જમીનમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરી રહ્યા છે, જે જમીન માટે ખતરાસમાન

Sep 4, 2021, 08:35 AM IST

રાજ્યમાં વરસાદની અછત છતાં અત્યાર સુધી 92 ટકા ખરીફ પાકનું વાવેતર પૂર્ણ, સરકારે આપી માહિતી

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અત્યાર સુધી રાજ્યમાં 92 ટકા ખરીફ પાકનું વાવેત થઈ ગયું છે. રાજ્યમાં ચોમાસાની સીઝનમાં મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, ડાંગર સહિત અનેક પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. 

Aug 17, 2021, 02:09 PM IST

મેહુલિયો હવે તો આવ : તૌકતે વાવાઝોડા બાદ હોંશેહોંશે વાવેતર કરનારા અમરેલીના ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો

તૌકતે વાવાઝોડા (tauktae cyclone) બાદ સારો વરસાદ થતાં ખેડૂતોએ હોંશે હોંશે વાવેતર તો કરી લીધું હતું. પરંતુ અમરેલી (Amreli) જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વરસાદ ખેંચાતા અમરેલી જિલ્લાના ખેડૂતો મૂંઝાયા છે અને જો વરસાદ (monsoon) થોડા દિવસોમાં નહીં આવે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

Aug 14, 2021, 10:58 AM IST

અમરેલીના પ્રગતિશીલ ખેડૂત ડ્રેગન ફ્રુટની ખેતી કરીને લાખોનો નફો રળે છે

અમરેલી જિલ્લામાં એવા અનેક પ્રગતિશીલ ખેડૂતો છે કે જેમણે ખેતીમાં કંઈક ને કંઈક નવું સંશોધન નવા પ્રયોગો કરી કરોડોની કમાણી કરવા પ્રયાસ હાથ ધર્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના ઈંગોરાળા ગામના એક ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા ખેડૂત ડ્રેગન ફ્રુટની ખેતી કરી કરોડો કમાઈ રહ્યા છે.

Jul 7, 2021, 08:35 AM IST

ગુજરાતમાં વરસાદ ખેંચાતા સરકારે કરી ખેડૂતોના ફાયદાની જાહેરાત

ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયો છે. હાલ એક અઠવાડિયા સુધી વરસાદના કોઈ એંધાણ નથી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખેડૂતોના હિત માટે વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય લેવાયો છે. 

Jul 6, 2021, 03:30 PM IST

હવે ગુજરાતના ખેડૂતો વિશ્વભરમાંથી માહિતી મેળવશે, જૂનાગઢ કૃષિ યુનિ.માં રેડિયો મોબાઈલ એપ શરૂ થઈ

 • સમગ્ર વિશ્વમાં કૃષિ સબંધિત માહિતી ખેડૂતો મેળવી શકે તેવી એપ લોન્ચ કરવામાં આવી
 • જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયની માન્યતા સાથે આધુનિક રેડિયો સ્ટેશન કાર્યરત છે

Jun 27, 2021, 05:05 PM IST

મહેસાણાના ખેડૂતોને હવે રૂપિયા ખાતા વચેટિયાથી મળશે રાહત, ડાયરેક્ટ માલ વેચી શકશે

 • ખેડૂતોએ 53 સબ પોસ્ટ ઓફિસોમાંથી કોઈ પણ જગ્યા પર જઈ રજિસ્ટ્રેશન કરાવી પોતાના પાકની વિગત અને અપેક્ષિત કિંમત ભરી સબમિટ કરાવવાનું રહેશે
 • ખેડૂત સીધો ખરીદાર સાથે વાત કરી પોતાનો પાક વેચી શકશે અને આ પ્રોજેક્ટથી ખેડૂતોને વચેટિયા કમિશન લેતા લોકોથી રાહત મળશે

Jun 26, 2021, 12:32 PM IST

ગુજરાતના ગામડાઓમાં છુપાયુ છે અદભૂત ટેલેન્ટ, ડીસાના ખેડૂતે ખર્ચ બચાવવા બનાવ્યું સોલાર ટ્રેક્ટર

બનાસકાંઠાના ડીસાના એક યુવા ખેડૂતે ઓછા ખર્ચે સોલાર અને બેટરીથી ચાલતું મિની ટ્રેકટર બનાવી આત્મનિર્ભરતાનું ઉદાહરણ આપ્યું છે. આ યુવા ખેડૂત ગુજરાતના અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યો છે.

Jun 9, 2021, 12:44 PM IST

એક આઈડિયાને કારણે બનાસકાંઠાના ખેડૂતનું નસીબ ચમક્યું, હવે કરે છે લાખોમાં કમાણી

બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ ગામના એક ખેડુતે ગુજરાતમાં પ્રથમવાર જીરેનીયમની ખેતી શરૂ કરી છે. ખેડૂતે બે વિઘાથી શરુ કરેલી આ ખેતી એક જ વર્ષમાં 7 વિઘામાં પહોંચી ગઈ છે. અને આજે ખેડૂત વર્ષે જિરેનીયમની ખેતીમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

Jun 6, 2021, 08:09 AM IST

વાવાઝોડાથી વૃક્ષોને મોટું નુકસાન, તેથી સરકાર એક્શન પ્લાન બનાવીને વૃક્ષારોપણ કરશે

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વાવાઝોડા અને કોરોના સંદર્ભે કેબિનેટમાં વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ વાવાઝોડા બાદની કામગીરી અંગે જણાવ્યું કે, 17મી રાત્રે વાવાઝોડું આવ્યું હતું અને 18મી રાત્રે વાવાઝોડું રાજસ્થાન તરફ ગયું હતું. લગભગ 25 26 કલાક ગુજરાતને ચીરીને વાવાઝોડું પસાર થયં હતું. પવનની ગતિ 220 કિલોમીટરથી શરૂ કરી અને ૬૦ કિલોમીટર સુધીની હતી. સદનસીબે મોટી ખુમારી થઈ નથી. ગુજરાતમાં નાના કર્મચારીથી માંડીને દરેકે દિવસ-રાત કડક પગે ઉભા રહીને જે વ્યવસ્થાઓ બનાવી તેને કારણે નુકસાનમાંથી બહાર નીકળ્યા છે. તમામ કર્મચારીઓને અભિનંદન અને ધન્યવાદ છે. 

May 26, 2021, 01:16 PM IST

ગુજરાતના 36 શહેરોમાં કરફ્યૂનો સમય ઘટાડાયો, જાણો ક્યારથી અમલ થશે

 • જે રીતે ગુજરાતમાં કેસ ઘટી રહ્યા છે તે રીતે સરકાર દ્વારા નિયંત્રણો પર પણ છૂટછાટ આપવામાં આવી રહ્યા છે
 • વેપારીઓના સંદર્ભમાં છૂટછાટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમનો બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય રહેશે

May 26, 2021, 12:33 PM IST

આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક, ખેડૂતોને સહાય માટે થઈ શકે છે મોટી જાહેરાત

 • બાગાયતમાં થયેલા નુકસાનને લઈ કૃષિ મંત્રીને રિવ્યુ બેઠક અનેક રજૂઆતો મળી છે. બાગાયતમાં થયેલા નુકશાનમાં પ્રતિ હેક્ટર સહાય 1 લાખ સુધી આપવા રજુઆત કરાઈ

May 26, 2021, 10:02 AM IST