વડોદરામાં ખુલ્લેઆમ વેચાયુ ગૌમાંસ, બોરસદથી ટેમ્પો ભરીને આવ્યું હતું માંસ

Vadodara News : સંસ્કારી નગરીમા લોકોની લાગણી દુભાય તેવી ઘટના બની... હિન્દુઓ જેની પૂજા કરતા તે ગાયનું માંસ વેચાયું
 

વડોદરામાં ખુલ્લેઆમ વેચાયુ ગૌમાંસ, બોરસદથી ટેમ્પો ભરીને આવ્યું હતું માંસ

વડોદરા :વડોદરામાં ખુલ્લેઆમ ગૌમાંસનો થતો વેપાર પકડાયો છે. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં ગૌ માંસ વેચતા વેપારીઓ પકડાયા છે. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં એક નાનકડા ઘરમાં ગૌમાંસ વેચાતુ હતું જેને પોલીસની ટીમે બાતમીના આધારે પકડી પાડ્યું છે. આ માટે બોરસદથી ગૌ માંસ ભરીને ટેમ્પો આવ્યો હતો. ત્યારે આ ઘટનાથી લોકોની લાગણી દુભાઈ છે. 

સંસ્કારી નગરમાં ખુલ્લેઆમ ગૌમાંસ વેચાયુ છે. ગૌરક્ષકોએ આ વેપલાને ખુલ્લો પાડ્યો છે. વડોદરામાં ગૌ રક્ષક, ફતેગંજ પોલીસ અને પીસીબી પોલીસે સંયુક્ત રીતે નવાયાર્ડના એક નાનકડા ઘરમાં દરોડા પાડ્યા હતા. જેમાં ગૌમાંસ ઝડપાયુ હતું. પોલીસે ગૌ માંસ વેચતા 3 વેપારીઓની અટકાયત કરી છે. સાથે જ પોલીસે ગૌમાંસનું પગેરું ક્યાંથી આવ્યુ તે પણ ઝડપી પાડ્યું છે.

No description available.

પોલીસની ટીમે ટેમ્પો ડ્રાઈવરની પણ અટકાયત કરી છે, જે બોરસદથી ટેમ્પો ભરીને ગૌમાંસ લાવ્યો હતો. પોલીસે દરોડા પાડીને 180 કિલો ગૌ માંસ ઝડપી પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, નવાયાર્ડ વિસ્તારમાં અગાઉ પણ ગૌ માંસ વેચતા લોકો પકડાયા હતા. આ ઘટનાથી લોકોની લાગણી દુભાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news