Mehsana News: પૈસાની ભૂખ માણસને કઈ હદ સુધી અંધ બનાવી દે છે તેનો જીવતો જાગતો કિસ્સો મહેસાણા જિલ્લાના કડી તાલુકામાંથી સામે આવ્યો છે. કડીના મોકાસણ ગામે માત્ર નજીવી બાબતમાં અને પૈસાની લેવડદેવડના કારણે એક આધેડને પોતાની જિંદગી ગુમાવવી પડી છે. મોકાસણ ગામની ડેરી પાસે આવેલા એક વડલા નીચે ધોકા વડે કરાયેલા ઘાતકી હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ હુમલાની ઘટના બાદ કડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને હત્યારા આરોપીને સકંજામાં લઈ લીધો છે. શું હતી સમગ્ર ઘટના અને કેવી રીતે એક પૈસાની લેતીદેતી લોહીયાળ જંગમાં ફેરવાઈ ગઈ.
Valsad News: ભાવનગરની કુખ્યાત 'તપેલી' ગેંગના 7 સાગરીતોને પારડી પોલીસ અને એલસીબીની ટીમે રૂ. 16.41 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ ગેંગના સભ્યો જેલમાંથી છૂટ્યા બાદ તરત જ ઘરફોડ ચોરી અને બાઈક ચોરી જેવા ગુનાઓને અંજામ આપતા હતા.
Ahmedabad News: શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા સોના-ચાંદીના શો-રૂમમાંથી કરોડોના સોનાના દાગીનાની ચોરી કરનાર સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટી દ્વારા એવા આક્ષેપ કર્યા છે કે, પોલીસે તેને કંઇક ખવડાવી દીધુ હતું અને તે ભાનમાં આવી ત્યારે તેના કપડાં અસ્તવ્યસ્ત હતા. અરજદાર સેલ્સગર્લ દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં ક્રાઈમ બ્રાંચ અને પોલીસ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવાયું છે કે, તેને ક્રાઈમબ્રાન્ચે માણેકચોકથી નહીં, પરંતુ દિલ્હીની હોટલમાંથી ઝડપી છે.
ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર રાજ્યમાં પોલીસે મેગા ઓપરેશન ચલાવી બાંગ્લાદેશી લોકોની અટકાયત કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બાંગ્લાદેશીઓને ઝડપવામાં ગુજરાત પોલીસને ઐતિહાસિક સફળતા મળી છે.
Jalna Marriage Viral Video: વરરાજાના બૂટ ચોરવાની પરંપરામાં વર અને કન્યા પક્ષ વચ્ચે જોરદાર બબાલ થઈ છે. જાલના જિલ્લાના અંબડ તાલુકાના નાંદી ગામે આ ઘટના બની છે. આ મામલે અંબડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
GK : દેશના વિવિધ રાજ્યોમાં પોલીસ વહીવટનું સંચાલન કરવા માટે જવાબદાર અધિકારીઓના નામ તમે વારંવાર સાંભળ્યા હશે. જેમાં SP, SSP, DIG, IG અને DGP જેવા ઉચ્ચ હોદ્દાઓનો સમાવેશ થાય છે. તેમની જવાબદારીઓ અને સત્તાઓ તેમના સંબંધિત હોદ્દા અનુસાર બદલાય છે. ત્યારે આમાં સૌથી વધુ પાવરફુલ કોણ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Lalit Vasoya's Statement: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માત્ર સત્તાનો જંગ નથી, પરંતુ આક્ષેપ-પ્રતિઆક્ષેપનું કેન્દ્ર બની ગઈ છે. લલિત વસોયાના નિવેદનોએ ચૂંટણી પૂર્વે ભાજપની રણનીતિ અને તંત્રની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ આક્ષેપોનો શું વળતો જવાબ આપે છે.
Kutch News: કચ્છના નાના રણમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તો ભટકેલા બોલેરો સવાર 8 મુસાફરો માટે આડેસર પોલીસ અને પલાસવા ગામના લોકો 'દેવદૂત' સાબિત થયા છે. કાદવ-કીચડમાં પોલીસની ગાડી ફસાઈ જવા છતાં હિંમત હાર્યા વગર પાર પાડેલા આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
Ahmedabad News: અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 65 વર્ષના વૃદ્ધે પોતાની ઉંમરની મર્યાદા ભૂલીને 9 વર્ષની નિર્દોષ માસૂમ બાળકી સાથે અડપલાં કર્યા હતા. જ્યારે આ પાપનો ખેલ ચાલી રહ્યો હતો, ત્યારે બાળકીની માતાએ લાઈવ CCTV ફૂટેજમાં આ સમગ્ર કરતૂત જોઈ લીધી હતી. પોતાની દીકરીને મુસીબતમાં જોઈ માતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને નરાધમ વૃદ્ધને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
Surendranagar News: ધ્રાગધ્રા તાલુકાના એક ગામમાં સાત વર્ષની બાળકી કરીયાણાની દુકાન પર ચીજવસ્તુ લેવા ગયા, ત્યારે વૃધ્ધ દુકાનદારે બાળકીને દુકાનમાં ખેચી ગુપ્ત ભાગ પર હાથ ફેરવી શારીરીક અડપલા કરતા સમગ્ર પંથકમાં વૃધ્ધ પર ફીટકાર વર્ષી રહ્યો છે. પોલીસે તાત્કાલિક સંર્તકતા દાખવી તાત્કાલિક વૃધ્ધને ઝડપી જેલના સળીયા ગણતો કરી દિધો હતો.
Ahmedabad Hillock Cut Protest: હિલ્લોક સામેના બંધ કરેલા કટનો વિરોધ કરનારા 7 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 26 સોસાયટીના મેમ્બરોએ વ્હોટ્સએપ ગ્રુપ બનાવીને ગેરકાયદેસર મંડળી રચ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલને જોડતા રિંગ રોડ પર આવેલી હોટલ હિલ્લોક સામેનો કટ છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવાયો છે. બંધ કરેલો કટ ખોલવા સ્થાનિકોએ અનેક વાર રજુઆત કરી છે છતાં કટ ખોલવામાં ન આવતા રહીશોએ કંટાળીને ભેગા થઇને રોડ બ્લોક કરી દીધો હતો.
Rajkot News: જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પિતા પુત્રીના પવિત્ર સંબંધને શર્મસાર કરનારો કિસ્સો સામે આવ્યો છે. પિતાની હવસખોરીથી કંટાળી જઈ સગી દીકરીએ માતા પિતાનું ઘર છોડી દીધું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસ દ્વારા દીકરીની ભાળ મેળવીને તેની પૂછપરછ કરતા છેલ્લા ત્રણ - ચાર વર્ષથી માસુમ દિકરી પોતાના પિતાની હવસનો શિકાર બનતી હોવાનું સામે આવ્યું છે.
પાટણ પોલીસના શિસ્તના દાવાઓની હવા નીકળી ગઈ છે ! જેમના ખભા પર કાયદાના પાલનની જવાબદારી છે, તે જ રક્ષકો હવે કાયદો હાથમાં લઈને નશામાં ચકચૂર જોવા મળ્યા છે...પાટણ પોલીસને લાંછન લગાડતો એક શરમજનક વીડિયો સામે આવ્યો છે, જેમાં ખાખી વર્ધીમાં સજ્જ પોલીસકર્મીઓ જ દેશી દારૂની મહેફિલ માણતા કેમેરે ઝડપાયા છે...વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ પોલીસકર્મીઓએ ખાખી વર્ધી પહેરેલી છે, જે પદની ગરિમાને લજવી રહ્યા છે...જ્યારે સામાન્ય જનતા દારૂ પીધેલી હાલતમાં પકડાય તો પોલીસ તેના પર કાયદાનો કોરડો વીંઝે છે...પરંતુ અહીં તો કાયદાના રક્ષકો જ જાહેર સ્થળે દેશી દારૂ ગટગટાવી રહ્યા છે. શું આ પોલીસકર્મીઓને કાયદાનો કોઈ ડર નથી? શું વર્ધીનો રોફ તેમને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની છૂટ આપે છે?...વીડિયો વાયરલ થયા બાદ પોલીસકર્મીને સસ્પેન્ડ કરીને સંતોષ માની લેવાયો છે...
Gujarat Police Recruitment: ગુજરાત પોલીસમાં ટેકનિકલ કેડરની ભરતી જાહેર. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ટેકનિકલ કેડરના વિવિધ પદો માટે ભરતીની જાહેરાત જાહેર. આ ભરતી હેઠળ PSI વાયરલેસ, ટેકનિકલ ઓફિસર, PSI MT તેમજ ગ્રેડ–I હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિક જેવા પદો માટે અરજીઓ મંગાવવામાં આવી. ગ્રેડ–I હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિક સિવાયના તમામ પદો માટે ઇજનેરી સ્નાતક (Engineering Graduate) લાયકાત ફરજિયાત.
Gujarat Police Recruitment PSI-LRD Physical Test Date: પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર કરી છે.
Ahmedabad News: અમદાવાદમાં પૂર્વ પત્ની પ્રેમી સાથે રહેવા જતી રહેતા પતિને લાગી આવતા પતિએ પ્રેમી પર મિત્રો સાથે મળીને જીવલેણ હુમલો કર્યો. ઘાટલોડિયા પોલીસે હુમલો કરનાર ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી. પોલીસે એક હુમલાખોરની ધરપકડ કરીને વધુ બે ફરાર આરોપી ન શોધખોળ શરૂ કરી છે.
Ahmdabad Police Video:અમદાવાદમાં પોલીસ અને યુવતી બબાલમાં નવો વીડિયો વાયરલ. જાહેરમાં પોલીસને બેફામ ગાળો ભાંડતી મહિલાનો વીડિયો વાયરલ. નવા વીડિયોમાં યુવતી પોલીસને બેફામ ગાળો બોલતી દેખાય છે. Z 24 કલાક તમને વીડિયોના અમુક શબ્દો સંભળાવી શકે તેમ નથી. જ્યાં બીપનો અવાજ આવે છે ત્યા મહિલા પોલીસને ગાળો બોલે છે. યુવતીએ પોલીસને ગાળો બોલી તે બાદ પોલીસ કર્મીએ હાથ ઉપાડ્યો. ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલાને યુવતીએ ગાળો આપી. યુવતીએ ગાળો આપતા જયંતી ઝાલા ઉશકેરાઈ ગયા હતા.
Ahmdabad News: અમદાવાદના વાળીનાથ ચોક પાસે બેફામ ડમ્પર ચાલકે મોપેડ સવાર દંપતીને મારી ટક્કર,,, ઘટનામાં પત્નીનું મોત પતિને પહોંચી ઈજા... અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ
Sarkari Naukri:ગુજરાતમાં સરકારી નોકરી માટે પ્રયાસ કરનાર ઉમેદવારો માટે એક ખુશખબર મળ્યા છે. મુખ્ય સચિવ એમ કે દાસની મોટી જાહેરાત કરી છે. ટૂંક સમયમાં હજુ વધુ લોકોને સરકારી નોકરી મળશે. 9 હજાર આંગળવાળી માટે ભરતી થવાની છે, જ્યારે પોલીસ વિભાગ માટે પણ 12 હજાર જગ્યાઓ માટે ભરતી થશે.
Ahmedabad News: સુરતની લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપીને જેલમાં સુખ સુવિધાઓ આપવા બદલ ધાકધમકીથી રૂપિયાની માંગણી કરનાર શખ્સની અમદાવાદ ઝોન 2 એલસીબી સ્કોર્ડે ધરપકડ કરી છે. આરોપીએ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બ્લેકમેઇલીંગના ગુનાના આરોપીની પત્નીને ફોન કરીને નાણાંની માંગણી કરી હતી. આરોપી અગાઉ પણ અનેક ગુનામાં પકડાય ચુક્યો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે.
Surat News: સુરતના લિંબાયતમાં ધો.11ના વિદ્યાર્થીને માથામાં સળિયાના ઘા ઝીંકાયા. સ્કૂલેથી મિત્ર સાથે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે એક યુવકને ધક્કો લાગતા વાત વણસી. 7 ટાંકા સાથે હોસ્પિટલમાં દાખલ કરાયો. અગલી બાર મેરે લડકે કે સાથ ઝઘડા કીયા તો તેરે કો ખતમ કર દુંગા જેવી ધમકી અપાઈ હતી.
Ahmedabad News: અમદાવાદના શાહીબાગમાં એક રીઢા ગુનેગારને અન્ય ગુનેગારોએ જ હત્યા નિપજાવી છે. શાહીબાગ પોલીસે હત્યા કરનાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.