Ghulam Nabi Azad Resign: 'ભારત જોડો પહેલા કોંગ્રેસ જોડો' કહીને આઝાદે પાર્ટી છોડી, જાણો રાજીનામાની મહત્વની વાતો

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા સહિત તમામ પદો પરથી રાજીનામું ધરી દીધુ છે. જી-23માં સામેલ રહેલા આઝાદે 5 પાનાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યું છે. આ પત્રમાં તેમણે કોંગ્રેસમાં સામેલ થવાથી લઈને છોડવા સુધીની સફર અંગે જણાવ્યું છે. આ સાથે જ તેમણે વર્તમાન કોંગ્રેસની કાર્યશૈલી ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. 

Ghulam Nabi Azad Resign: 'ભારત જોડો પહેલા કોંગ્રેસ જોડો' કહીને આઝાદે પાર્ટી છોડી, જાણો રાજીનામાની મહત્વની વાતો

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા સહિત તમામ પદો પરથી રાજીનામું ધરી દીધુ છે. જી-23માં સામેલ રહેલા આઝાદે 5 પાનાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યું છે. આ પત્રમાં તેમણે કોંગ્રેસમાં સામેલ થવાથી લઈને છોડવા સુધીની સફર અંગે જણાવ્યું છે. આ સાથે જ તેમણે વર્તમાન કોંગ્રેસની કાર્યશૈલી ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. 

રાજીનામા પત્રની મહત્વની વાતો...
1. ગુલામ નબી આઝાદે પોતાના રાજીનામા પત્રમાં રાહુલ ગાંધીને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે રાહુલ પોતાની આજુબાજુ અનુભવહીન લોકોને રાખે છે અને વરિષ્ઠ નેતાઓને સાઈડલાઇન કરી દીધા. રાહુલ ગાંધી પર પહેલા પણ પાર્ટ ટાઈમ પોલિટિશિયન હોવાનો આરોપ લાગતો રહ્યો છે. આ અગાઉ હાર્દિક પટેલ અને હિમંત બિસ્વા સરમાએ પણ તેમના પર સમય ન આપવાનો આરોપ લગાવ્યો હતો. 

2. ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને લખ્યું છે કે અખિલ ભારતીય કોંગ્રેસ ચલાવનારી રાષ્ટ્રીય કાર્યસમિતિએ ઈચ્છાશક્તિ અને ક્ષમતા ગુમાવી દીધી છે. 

3. કોંગ્રેસે 'ભારત જોડો યાત્રા' શરૂ કરી છે તેને લઈને આઝાદે કહ્યું કે 'ભારત જોડો યાત્રા' શરૂ કરતા પહેલા પાર્ટી નેતૃત્વએ 'કોંગ્રેસ જોડો યાત્રા' શરૂ કરવી જોઈતી હતી. 

4. દુર્ભાગ્યથી રાહુલ ગાંધીના રાજકારણમાં આવ્યા બાદ જ્યારે તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારે કોંગ્રેસના કાર્ય કરવાની રીતભાતને ખતમ કરી દીધી. તેમણે સંપર્ણ સલાહકાર તંત્રને ધ્વસ્ત કરી દીધુ. આ સાથે જ રાહુલ ગાંધીનો પ્રધાનમંત્રી દ્વારા બહાર પડાયેલો અધ્યાદેશ ફાડવો તેમની અપરિપકવતા દર્શાવે છે. જેનાથી 2014માં હારનો સામનો કરવો પડ્યો. 

5. ગુલામ નબી આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી ન કરાવવા અંગે પણ ગાંધી પરિવાર પર નિશાન  સાધ્યું છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું કે સંગઠનમાં કોઈ પણ સ્તરે ક્યાંય પણ ચૂંટણી થઈ નથી. 

6. આ સાથે જ આઝાદે પોપતાા પત્રમાં જી-23 વિશે પણ લખ્યું છે. તેમણે લખ્યું છે કે જી-23ના નેતાઓએ કોંગ્રેસની નબળાઈઓ ગણાવી તો તે તમામ નેતાઓને અપમાનિત કરવામાં આવ્યા. 

7. પોતાના પત્રમાં આઝાદે જણાવ્યું છે કે રાહુલના આવવાથી ચર્ચાની પરંપરા ખતમ થઈ ગઈ. આ સાથે જ તેમણે કહ્યું કે 2019ની હાર બાદ પાર્ટીની હાલત વધુ ખરાબ થઈ. 

8. ગુલામ નબી આઝાદે આરોપ લગાવ્યો કે આજે કોંગ્રેસ રિમોટ કંટ્રોલ મોડલથી ચાલી રહી છે. રાહુલ ગાંધીના પીએ અને સુરક્ષાકર્મીઓ પાર્ટી વિશે નિર્ણય લઈ રહ્યા છે. રાહુલના નેતૃત્વમાં 49માંથી 39 વિધાનસભા ચૂંટણીઓમાં હાર મળી. 

9. આ સાથે જ આઝાદે કોંગ્રેસની બહાર સંભવિત ભવિષ્ય અંગે પણ સંકેત આપ્યો. તેમણે પત્રમાં લખ્યું છે કે મારા કેટલાક સાથીઓ અને હું તે આદશોને કાયમ રાખવા માટે દ્રઢ રહીશું જેના માટે અમે અમારું આખું વયસ્ક જીવન કોંગ્રેસને સમર્પિત કરી દીધુ હતું. 

પાર્ટીએ કહી આ વાત
ગુલામ નબી આઝાદે રાજીનામું આપ્યાબાદ કોંગ્રેસે કહ્યું કે આ અત્યંત દુખદ અને દુર્ભાગ્યપુર્ણ છે કે જ્યારે કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, અને ધ્રુવીકરણ વિરુદ્ધ લડી રહી છે ત્યારે આ રાજીનામું પડ્યું છે. પાર્ટી મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે રાજીનામામાં કહેવાયેલી વાતો તથ્યો મુજબ નથી, તેનો સમય પણ યોગ્ય નથી. કોંગ્રેસ મહાસચિવ અજય માકને  કહ્યું કે આ ખુબ જ દુખદ વાત છે કે જ્યારે કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, ધ્રુવીકરણ સામે લડી રહી છે ત્યારે આ રાજીનામું પડ્યું. અમે આશા કરતા હતા કે આઝાદ જેવા વરિષ્ઠ નેતા વિપક્ષ અને જનતાના અવાજને બળ આપશે પરંતુ તેમણે એમ ન કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news