અંબાજીમાં બસ સ્ટેન્ડ વિવાદ : પવિત્ર યાત્રાધામનું બસ સ્ટેન્ડની સ્થિતિ જોઇને રડી પડશો

ગુજરાત માં એસટી નિગમના અનેક બસ સ્ટેન્ડ નવા અને આધુનિક બન્યા છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ આધુનિક બસ સ્ટેન્ડ બનાવા માટે  સરકારે કરોડો રૂપિયાની મંજૂરી આપી છે. તેમ છતાં નવું બસ સ્ટેશન ન બનતા ડ્રાઈવર કંડેક્ટર સહીત મુસાફરો ભારે યાતના ભોગવી રહ્યા છે. યાત્રાધામ અંબાજીમાં 1971 માં બસ સ્ટેશનનું નિર્માણ કાર્ય કરાયું હતું. જે 50 વર્ષ બાદ જર્જરિત અને જોખમી બનતા સરકાર દ્વારા તેને 8 મહિના પહેલા ડીમોલેશન કરી તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે. 
અંબાજીમાં બસ સ્ટેન્ડ વિવાદ : પવિત્ર યાત્રાધામનું બસ સ્ટેન્ડની સ્થિતિ જોઇને રડી પડશો

પરખ અગ્રવાલ/અંબાજી : ગુજરાત માં એસટી નિગમના અનેક બસ સ્ટેન્ડ નવા અને આધુનિક બન્યા છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ આધુનિક બસ સ્ટેન્ડ બનાવા માટે  સરકારે કરોડો રૂપિયાની મંજૂરી આપી છે. તેમ છતાં નવું બસ સ્ટેશન ન બનતા ડ્રાઈવર કંડેક્ટર સહીત મુસાફરો ભારે યાતના ભોગવી રહ્યા છે. યાત્રાધામ અંબાજીમાં 1971 માં બસ સ્ટેશનનું નિર્માણ કાર્ય કરાયું હતું. જે 50 વર્ષ બાદ જર્જરિત અને જોખમી બનતા સરકાર દ્વારા તેને 8 મહિના પહેલા ડીમોલેશન કરી તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે. 

હાલ હંગામી કેબિનો ઉભા કરી બસ સ્ટેશન સંચાલનની કામગીરી કરવામાં આવે છે. જેને લઇ બસ સ્ટેશન માં સુવિધાના અભાવે અનેક મુસાફરો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એટલુંજ નહીં અંબાજી રાજ્યનું નહિ પણ દેશભરનું મોટું શક્તિપીઠ માનવામાં આવે છે. જ્યાં અન્ય રાજ્યનું વાહનવ્યવહાર પણ ચાલતું હોય છે અને સેંકડો કિલોમીટરની મુસાફરી બાદ રાત્રી રોકાણ અંબાજી કરવાનું થતું હોય છે. પણ છેલ્લા 8 મહિનાથી બસ સ્ટેશનનું મકાન તોડી પડાતા ડ્રાઈવર કન્ડેકટરો રાત્રી દરમિયાન રજળી  પડે છે. એટલું જ નહીં  અંબાજી ની ગેસ્ટ હાઉસમાં એક વ્યક્તિ રૂમ ન આપતા હોવાથી ડ્રાઈવર કે કન્ડેકટરને એસટી બસમાં જ રાત ગુજારવી પડે છે. જયારે એસટી બસોમાં મહિલા કન્ડેકટરો પણ હોવાથી મોટી મુશ્કેલીઓ ભોગવવી પડે છે. જ્યાં કુદરતી હાજત સહીતની ન્હાવા ધોવાની તકલીફો પડતી હોવાથી તેઓ પણ વહેલી તકે નવીન બસ સ્ટેશનનું નિર્માણ કાર્ય કરવામાં આવે તેવી સ્ટાફ અને જનતા તમામની માંગ છે. 

જો કે હાલ તબક્કે એસટી બસ સ્ટેશનની જગ્યાનો વિવાદ ચાલતા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યાં તેજ જગ્યા ઉપર બસ સ્ટેશન બનાવા માટે સરકારે કરોડો રૂપિયાની ફાળવણી પણ કરી દેવાઈ છે. જો કે હાલનું બસ સ્ટેશન વાળી જગ્યા ઉપર બસ સ્ટેશન ન બનાવી અન્ય સ્થળે ખસેડવાનું વિવાદ ઉભો થયો છે. બીજી જગ્યાએ બસ સ્ટેશન બાંધવાની બાબતને લઈ 8 મહિના જેટલો લાંબો સમય ખેંચાયો છે ને અંબાજીમાં રાત્રી દરમિયાન 600 કિલોમીટરની દૂરથી 50 જેટલી રાત્રી રોકાણવાળી બસો આવતી હોવાથી 100 ઉપરાંત ડ્રાઈવર કન્ડેકટરોને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દૂર થી આવતા યાત્રિકોને પણ બસ સ્ટેશનનું પાકું મકાન ન હોવાથી અનેક મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. તેથી તાકીદે બસ સ્ટેશન ના નવીન મકાન નું બંધ કામ શરૂ થાય તેવી લાગણી વ્યક્ત કરાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news