કેસીઆરની ઉદ્ધવ-શરદ પવાર સાથે મુલાકાત પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, ભાજપે કહ્યું....

તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ મુંબઈના પ્રવાસે છે. આજે તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. 

કેસીઆરની ઉદ્ધવ-શરદ પવાર સાથે મુલાકાત પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, ભાજપે કહ્યું....

મુંબઈઃ તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ (કેસીઆર) એ રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે મુલાકાત કરી છે. જાણવા મળી રહ્યું છે કે 2024 લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ વિરુદ્ધ એક મજબૂત ફ્રંટ ઉભો કરવા માટે આ મુલાકાત થઈ છે. 

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની જેમ ચંદ્રશેખર રાવ પણ કોંગ્રેસ વગર ત્રીજા મોર્ચાની વકાલત કરી રહ્યા છે. ત્રણેય નેતાઓની આ મુલાકાત પર હવે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે શું કોઈપણ વિપક્ષી ગઠબંધન કોંગ્રેસ વગર સંભવ છે. તો ભાજપનું કહેવું છે કે જો શિવસેના અને અન્ય પાર્ટીઓ કોઈ થર્ડ ફ્રંટ બનાવે છે, તો પણ તેના પર કોઈ અસર પડશે નહીં. 

— ANI (@ANI) February 20, 2022

કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે કહ્યુ- તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ મુંબઈ પધાર્યા અને સત્તામાં રહેલા ગઠબંધનના નેતાઓને મળીને બોલ્યા કે ભાજપના વિરોધમાં વિપક્ષી ગઠબંધન બનાવવા ઈચ્છી રહ્યાં છે. શું કોંગ્રેસ વગર તે સંભવ છે? આ સવાલ અઘાડીના નેતાઓને છે. 

તો કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યુ- જો શિવસેના અને બાકી પાર્ટીઓ મળીને ત્રીજો મોર્ચો બનાવી લે તો પણ અમને (એનડીએ) કોઈ ફેર પડશે નહીં. વર્ષ 2024માં ભાજપ ફરી સત્તામાં આવશે. જે પાંચ રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે, ત્યાં પણ અમે જીતીશું. 

મુલાકાત બાદ શું બોલ્યા કેસીઆર
કેસીઆરે કહ્યુ, શરદ પવારે તેલંગણા રાજ્ય બનાવવાના સમયે સમર્થન આપ્યું હતું. અમે તેમનો આભાર માનીએ છીએ. આ દેશ સારી રીતે ચાલી રહ્યો નથી. વિકાસ થઈ રહ્યો નથી. આઝાદીના 75 વર્ષ બાદ જે પ્રકારની સ્થિતિ હોવી જોઈએ તે નથી. નવા એજન્ડા અને આશાની સાથે દેશને આગળ લઈ જવાનો સમય આવી ગયો છે. જલદીથી જલદી અમે દેશના અન્ય પક્ષો સાથે વાત કરીશું અને બધા ભેગા થશું. આજે નક્કી થયું કે બધા લોકો સાથે વાત કરવાનો માર્ગ અમે કાઢીશું અને ત્યારબાદ જનતાની સામે એક એજન્ડા રજૂ કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news