negligence of Ambaji Danta Civil Hospital watch Video
3 Children Drown In Ambaji Talav: અંબાજી નજીક પાનસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં રીંછડી તળાવમાં નાહવા પડેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. મૃતકોમાં 2 સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે.
Danta Taluka Panchayat Election : બનાસકાંઠાની દાંતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના એક સભ્યની ગેરહાજરીથી ભાજપે 31 વર્ષ પછી સત્તા મેળવી છે. વાંચો પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના સંપૂર્ણ રાજકીય કાવાદાવા.
Diesel shortage in Gujarat પરખ અગ્રવાલ/ બનાસકાંઠા : ગુજરાતમાં ડીઝલના અછતથી સ્થિતિ કેટલી ભયાવહ બની છે તેની ડરામણી તસવીરો બનાસકાંઠાના અંબાજીથી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર સ્થિત પેટ્રોલ પંપ પર ઈંધણની અછત સર્જાતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે સવારથી જ ટ્રેક્ટર, જીપ, બાઈક સહિતના વાહનોની કિલોમીટર લાંબી કતારો લાગી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકોએ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો એટલી ભીડ થઈ કે ટોકનથી ડીઝલ આપવામાં આવી રહ્યું છે. વાંચો પૂરો અહેવાલ
Ambaji News: અંબાજી જેવા આસ્થાના ધામમાં કાયદો-વ્યવસ્થાને ખુલ્લો પડકાર કરતી એક ઘટનાથી હાહાકાર મચ્યો છે. નાણાંકિય ઉચાપત અને કરોડોના કૌભાંડના આરોપી પૂર્વ પ્રિન્સિપાલ દ્વારા ઉચ્ચ અધિકારી પર જીવલેણ હુમલાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અધિક કલેક્ટરની ઓફિસમાં ઘૂસીને આરોપીએ અધિક કલેક્ટર પર જીવલેણ હુમલો કર્યો. આરોપી મોદનાથ મિશ્રા પર અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના કરોડો રૂપિયાની ગેરરીતિના આરોપો લાગ્યા છે. ટ્રસ્ટ સંચાલિત કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ રહેલા મિશ્રાને, આ કૌભાંડો કારણે જ બરતરફ કરાયા છે અને હાલ તેની સામે કોર્ટ અને ACBમાં કેસ ચાલી રહ્યા છે. હવે એક ગંભીર ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. આ જ કૌભાંડી આરોપીએ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર પર હુમલો કર્યો. આરોપી મિશ્રા અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીની ઓફિસમાં પહોંચ્યો અને કહ્યું કે, મારા કેસમાં વધારે રસ કેમ લો છો? અને ત્યારબાદ જીવલેણ હુમલો કર્યો.
Police forest Team In Padaliya Village Of Danta: બનાસકાંઠા જિલ્લાના પડલિયા ગામમાં શનિવારે બપોરે પોલીસ, વન અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમ પર લગભગ 500 લોકોના ટોળાએ પથ્થર અને તીર-કામઠાથી હુમલો કર્યો હતો, જેમાં કુલ 47 અધિકારીઓ ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી 36ને અંબાજી સિવિલ હોસ્પિટલ અને 11ને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તમામની હાલત સ્થિર છે.
Ambaji Bus Stand: અંબાજીમાં રી-ડેવલોપિંગને લઈ હાલમાં બસ સ્ટેશન વાળી જગ્યા ખાલી કરવાની ફરજ પડતા નવો હંગામી એસટી બસ સ્ટેશન જૂની કોલેજમાં બનાવવામાં આવ્યુ છે. જેને લઇ આજે જિલ્લા વિભાગીય એસટી નિયમક કિરીટભાઈ ચૌધરી તેમજ એસટી વિભાગના જિલ્લા ટ્રાફિક ઓફિસર વિનુભાઈ ચૌધરીએ રીબીન કાપી નવા હંગામી બસ સ્ટેશનની શરૂઆત કરાવી હતી.
Ambaji Marble GI Tag:બનાસકાંઠાના અંબાજી માર્બલને મળ્યો GI Tag. અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન. અંબાજી માર્બલને મળેલ GI ટેગ શ્રધ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતીક બન્યું છે-કલેક્ટર મિહિર પટેલ
Ambaji Temple: અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોતાના કર્મચારીઓ થકી ભક્તો દ્વારા ભંડારમાં નાખવામાં આવેલા દાન દક્ષિણાની રોકડ રકમની ગણતરી હાથ ધરવામાં આવી હતી અને 25 થી 30 જેટલો મેન પાવર સાથે ચલણી નોટો ગણવા માટે મશીન પણ લગાવવામાં આવ્યા હતા.
Rajasthan Viral Video: સિરોહી જિલ્લાના આબુ રોડ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના રિકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરન્ટમાં ગુજરાતના પાંચ પ્રવાસીઓએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો અને 10,900 રૂપિયાનું ભારે-ભરખમ બિલ ચૂકવ્યા વિના જ ભાગી ગયા. જો કે, રસ્તામાં તેઓ સાથે કાંડ થઈ ગયો. જાણો પછી શું થયું.
Jadgish Vishvakarma Gujarat Tour:પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસ. 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર વચ્ચે જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રવાસ કરીને 6 જેટલા મહાસંમેલનોમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસ..
Ambaji Accident News:અંબાજી દાંતા તા વચ્ચે ત્રિશુળિયા ઘાટામાં ગમખવાર અકસ્માત. એક સાથે ચાર વાહનો અથડાતા અકસ્માત સર્જાયો. ખીલાસરી ભરેલી ટ્રક વહેલી સવારે ત્રિશુલિયા ઘાટીમાં પલટી મારી હતી. તેની તપાસ અર્થે અંબાજી અને દાંતા બંને પોલીસ સ્ટેશનની જીપો ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ વધુ એક ટ્રક ખીલાસરી ભરેલી અંબાજી તરફથી આવી રહી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમના નામે આવું શરમજનક કૃત્ય? ભક્તો વચ્ચે ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવી કર્યો અશ્લીલ ડાન્સ...સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ પર ઉઠ્યા સવાલ (ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટી કરતું નથી)
આજે અંબાજીના મહામેળાનો છેલ્લો દિવસ છે. ભક્તો મા અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા છે. ઉલ્લેખનીય છે કે આજથી ચંદ્રગ્રહણના કારણે મંદિરમાં ધજા ચડાવાશે નહીં. જુઓ અંબાજીથી લાઈવ દ્રશ્યો, માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે. ચારેબાજુ 'બોલ માડી અંબે....જય જય અંબે'ના નાદ ગૂંજી રહ્યા છે. વરસાદે પણ અમીછાંટણા કર્યા. જુઓ વીડિયો
Ambaji Bhadarvi Poonam Melo 2025: અંબાજી મેળાનો આજે સાતમો અને છેલ્લો દિવસ. આજે અંબાજી મંદિર વહેલા મંગલ થનારુ હોય યાત્રિકોની ભીડ વધી. યાત્રીકોની ધજા સાથે સરકાર તંત્રની વિવિધ વિભાગો દ્વારા પણ માતાજીને ધજા ચડાવાઈ. આરોગ્ય વિભાગ ફોરેસ્ટ વિભાગ સાથે વિવિધ વિભાગો ને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પણ મંદિરના શિખરે ધજા ચડાવાઈ. બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા જણાવ્યું મેળો નિર્વિઘ્ન પૂર્ણ થતા આવતા વર્ષે પણ આ જ રીતે મેળો શાંતિપૂર્ણ થાય અને મેળા દરમિયાન સંપૂર્ણ શાંતિ જળવાઈ રહે તેવી...
ભાદરવી પૂનમનો મેળો નજીક આવી રહ્યો છે. લાખો ભક્તો પગપાળા અંબાજી પહોંચી મા અંબાના દર્શન કરી રહ્યાં છે. મંદિર તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે દરેક વ્યવસ્થા કરવામાં આવી છે.
અંબાજી મંદિરમાં થઈ ડ્રોનથી પુષ્પવર્ષા, ભક્તોએ ખોળો પાથરી ભેગી કરી ફૂલની પાખડીઓ...જુઓ દ્રશ્યો
VIDEO: અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં પહેલીવાર ડ્રોન-શોનું આયોજન કરવામાં આવ્યું, શ્રદ્ધાળુઓ હરખાઈ ઉઠ્યા! જુઓ અદ્ભૂત આકાશી નજારો
'બોલ માડી અંબે જય જય અંબે' નાદ સાથે હર્ષ સંઘવી ભક્તિમય માહોલના રંગે રંગાયા, અંબાજી માર્ગ સ્થિત, ખેરાલુ અને સતલાસણા રોડ પરના કેમ્પની લીધી મુલાકાત
Ambaji Bhadaravi Poonam Mahamela: ભાદરવી પૂનમના મેળાને લઇ ગબ્બરગઢમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. અંબાજીમાં ભરાયેલા ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓ અચૂક ગબ્બરઘર ઉપર જાય છે. જાણીએ આજે આપણે આ ગબ્બર ગઢનું શું મહાત્મય છે.
Ambaji Temple: અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન આરતી અને દર્શનનો સમય. ૭ સપ્ટેમ્બર એટલે કે ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણને કારણે દર્શન સમય અને ધ્વજારોહણમાં ફેરફાર
Ambaji Temple: અરવલ્લીના રસ્તાઓ પર અંબાજી જતા પદયાત્રીઓની ભીડ જોવા મળી રહી છે. આ ભીડમાં અનેક શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરવા માટે પગપાળા અંબાજી જઈ રહ્યા છે.