... તો 3 લાખ બાળકોને ધોરણ 1માં મળશે પ્રવેશ, ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયથી વાલીઓને આશા

ગુજરાત હાઈકોર્ટે યુસુફબાઈ વિરુદ્ધ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગુજરાત રાજ્યના કેસમાં આપેલા આદેશની નોંધ લીધી હતી. જેમાં હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે 1લી જૂને પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકને પ્રવેશ આપવામાં આવે.

... તો 3 લાખ બાળકોને ધોરણ 1માં મળશે પ્રવેશ, ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયથી વાલીઓને આશા

One naion one law: ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં વડોદરા જિલ્લાના શિક્ષણ વિભાગને 1 જૂનના રોજ છ વર્ષની ઉંમર પૂર્ણ કરનાર કોઈપણ બાળકને ધોરણ 1 માં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આ નિર્ણયથી હાલ માટે માતા-પિતા અને બાળકને રાહત મળી છે પરંતુ રાજ્યના લાખો બાળકો માટે ધોરણ એકમાં પ્રવેશની આશા જગાવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 1 જૂન સુધીમાં 6 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવાનો નિયમ લાગુ કર્યો છે. જેના કારણે જે બાળકો સાડા પાંચથી ઉપર છે. તેમના માટે સમસ્યા ઊભી થઈ છે અને આવી જ અનેક અરજીઓ હાઈકોર્ટમાં પહોંચી છે. જેમાં હાઇકોર્ટે છ વર્ષની ઉંમરમાં માત્ર એક દિવસ ઓછો હોય તેવા વિદ્યાર્થીને રાહત આપતા એડમિશનનો આદેશ જારી કર્યો છે.

શું હતો સમગ્ર મામલો?
વડોદરાના રહેવાસી હરિ ઓમ ભટ્ટના બાળકનો જન્મ 1 જુલાઈ 2017ના રોજ થયો હતો. શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી કટ-ઓફ તારીખ સુધી, બાળકની ઉંમર છ વર્ષમાં એક દિવસ ઓછી હતી. બાળકના પિતાએ શાળામાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરવા બદલ શિક્ષણના અધિકાર હેઠળ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ પછી હાઈકોર્ટના વકીલ આશિષ ડગલી અને હિતેશ ગુપ્તાએ તેમની દલીલો રજૂ કરી હતી. કોર્ટમાં સુનાવણી બાદ જસ્ટિસ સંગીતા વિશેને શિક્ષણ વિભાગને હાઈકોર્ટે અગાઉ નક્કી કરેલા સિદ્ધાંતો હેઠળ બાળકનું એડમિશન લેવાનો આદેશ આપ્યો હતો. વડોદરાના માતા-પિતા હરિ ઓમ ભટ્ટના વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના નિર્ણય અને ટિપ્પણીથી લાખો વાલીઓને આશા બંધાઈ છે કે તેમના બાળકને ફરીથી કેજીમાં ભણવું પડશે નહીં.

ગુજરાત હાઈકોર્ટે યુસુફબાઈ વિરુદ્ધ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગુજરાત રાજ્યના કેસમાં આપેલા આદેશની નોંધ લીધી હતી. જેમાં હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે 1લી જૂને પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકને પ્રવેશ આપવામાં આવે.

શું આપી હતી દલીલ?
આ કિસ્સામાં, અરજદારે ધ્યાન દોર્યું હતું કે 1 જૂન, 2023 ના રોજ બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ થવામાં માત્ર એક દિવસ ઓછી છે, જો તેને પ્રવેશ નહીં મળે તો તેણે ફરીથી સિનિયર કેજીમાં એક વર્ષ અભ્યાસ કરવો પડી શકે છે. આ નિર્ણયથી એવા વાલીઓમાં પણ આશા જાગી છે જેમના બાળકોને ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવતો નથી કારણ કે તેઓ છ વર્ષના નથી. એક અંદાજ મુજબ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિયમોને કારણે ત્રણ લાખ બાળકોના ભવિષ્યને અસર થઈ રહી છે.

ઘણી અરજીઓ હજુ પેન્ડિંગ છે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા છ વર્ષની વયના નિયમ સામે હાઈકોર્ટમાં ઘણી વધુ અરજીઓ પડતર છે. જેમાં સાડા પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવાની માંગણી કરવામાં આવી હતી. આ અરજીઓમાં હરિયાણા, જમ્મુ અને કાશ્મીર સહિત અન્ય રાજ્ય સરકારોના નિયમો અને પરિપત્રોને ટાંકવામાં આવ્યા છે. આ અઠવાડિયે યોજાયેલી સુનાવણીમાં એવી માંગ કરવામાં આવી હતી કે જો વિદ્યાર્થી 2023-24ની મધ્યમાં છ વર્ષની ઉંમર પૂર્ણ કરે છે, તો તેને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news